હનુમાનજીના આ મંદિરોમાં થાય છે દરેક ભક્તોની મનોકામના પૂરી, જાણો ક્યાં આવેલ છે આ મંદિર…

આપણે સંપૂર્ણ શ્રદ્ધાભાવથી ભગવાન શ્રી રામના સેવક અને પરમ ભક્ત એવા મહાપરાક્રમી અને મહાબળવાન એવા હનુમાનજીની ભક્તિ કરીએ છીએ. જેમના હ્રદયમાં રામ – લક્ષ્મણ – જાનકીની છબી કંડારાયેલી હોય તેવા હનુમાનજીને આપણે હંમેશાં આપત્તિ સમયે યાદ કરીએ છીએ. ડર લાગે કે પછી કોઈપણ સંકડ સમયે સંકટમોચન હનુમાનજીની ચાલીસા બોલીએ છીએ. ભક્તોને એક અટૂત વિશ્વાસ હોય છે કે પવન પુત્ર હનુમાન વાયુવેગે તેમની સહાય કરવા પહોંચી આવશે. હનુમાન જીને ચિરંજીવી હોવાનું વરદાન છે અને કહેવાય છે કે આજના સમયમાં પણ એટલે કે કળયુગમાં પણ હનુમાનજી સાક્ષાત હાજર છે અને અનેક પરચા તેમના શ્રદ્ધાળુ ભક્તોને થયા છે.


આવો એવા કેટલાંક મંદિરો જોઈએ જ્યાં કહેવાય છે કે કોઈપણ ભક્ત નિરાશ થઈને પાછો નથી ફરતો. તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને કોઈપણ કપરા સંજોગોમાંથી પસાર થતો વ્યક્તિ પણ આ મંદિરના દિવ્ય દર્શન કરીને સુખી થાય છે.

હનુમાન ગઢી, અયોધ્યા

હનુમાનજી અયોધ્યાના હનુમાન ગઢ મંદિરના રાજા છે. એવું માનવામાં આવે છે કે જ્યારે મંદિરમાં હનુમાનજીની આરતી થાય છે, ત્યારે ત્યાં હાજર રહેલી વરદાન માંગતી વ્યક્તિની દરેક ઇચ્છા પૂરી થાય છે.


એવું કહેવાય છે કે લંકા વિજય પછી હનુમાનજી પુષ્પક વિમાનમાં શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજી સાથે અહીં આવ્યા હતા. ત્યારથી તે હનુમાન ગઢના મહેમાન બન્યા. માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન રામ પરમધામ ગયા, ત્યારે તેમણે અયોધ્યાના રાજ-કાજ હનુમાનજીને સોંપ્યાં હતાં.

પંચમુખી હનુમાન, કાનપુર

કાનપુરમાં આવેલ પંચમુખી હનુમાન મંદિરની ભવ્યતા અદભૂત અને તેની ઘણી મહીમા પણ છે. આ સ્થળે કહેવાય છે કે હનુમાનજી અને લવ – કુશ વચ્ચેનું યુદ્ધ થયું હતું. યુદ્ધ પછી, માતા સીતાએ હનુમાનજીને લાડુનું ભોજન આપ્યું હતું, તેથી જ તેઓ આ મંદિરમાં લાડુનો પ્રસાદ ચડાવવામાં આવે છે. અહીં આવતા ભક્તોની બધી ઇચ્છાઓ ફક્ત લાડુ ચડાવીને પૂરી થાય છે.

હનુમાન મંદિર, ઝાંસી


ઝાંસીના હનુમાન મંદિર વિશે આશ્ચર્યજનક બાબત એ છે કે દરરોજ આ મંદિરમાં સવારે ચારેય બાજુ પાણી ફેલાયેલું છે અને આજ સુધી એ રહસ્ય અકબંધ રહ્યું છે. કોઈ જાણી નથી શક્યું કે તે ક્યાંથી આવે છે. અહીં હનુમાનજીની પૂજા ફક્ત આ જળથી થાય છે. એવું કહેવાય છે કે આ મંદિરનું પાણી બહુ પવિત્ર મનાય છે અને તે ઔષધીય ગુણધર્મોથી ભરેલું છે. આ પાણીથી ત્વચાના કેટલાક રોગો દૂર થાય છે.

બંદવા હનુમાન મંદિર, વિન્ધ્યાચાલ

વિન્ધ્યાચલ પર્વત પાસે બિરાજમાન છે, ભંડુ હનુમાન. અહીં મોટાભાગના લોકો શનિદેવનો પ્રકોપ ટાળવાની પૂજા ખાસ કરવામાં આવે છે. અહીં, દર શનિવારે, હનુમાનજીને લાડુ, તુલસી અને ફૂલ ચડાવવામાં આવે છે. કહેવાય છે કે આ પૂજાથી લોકોની સાડાસાતીની પનોતીની અસર ઓછી થાય છે.

મૂર્છિત હનુમાન મંદિર, અલ્હાબાદ


એવું કહેવામાં આવે છે કે હનુમાનજી સંગમ કિનારે ભારદ્વાજ ઋષિ પાસે આશીર્વાદ મેળવવા આવ્યા હતા, પરંતુ તે સમયે તેમને એટલી નબળાઈ આવી ગઈ હતી કે તેઓ મૂર્છિત થઈ ગયા હતા અને તેમણે પોતાનું જીવ ત્યાગ કરાવાનો નિર્ણય લઈ લીધો હતો. ત્યારબાદ એ સ્થળે માતા સીતા આવ્યા અને તેમણે સિંદૂરનો લેપ લગાવી આપ્યો. તેના દ્વારા હનુમાનજીને નવી જિંદગી મળી હતી.


આ માન્યતા મુજબ, અહીં દર્શને આવેલા જે કોઈ ભક્ત સિંદૂરના લેપથી હનુમાનજીની પૂજા કરશે તે સૌ કોઈની મનોકામનાઓ અહીં આવીને થાય છે.
હનુમાનજીની ખંડિત મૂર્તિ અહીં પૂજાય છે.

એક લોકવાયકા અનુસાર માનવામાં આવે છે કે ચંદૌલીના કમલપુરા ગામમાં વડના ઝાડમાંથી આ હનુમાનજીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ છે. આ સ્થળે બિરાજેલા હનુમાનજીની પ્રતિમા પૂર્ણ સ્વરૂપે પ્રગટ નથી થઈ. તે મૂર્તિ ખંડિત છે. અહીંના મંદિરની વિશેષતા એ છે કે એકમાત્ર એવું મંદિર છે જ્યાં ખંડિત મૂર્તિની પૂજા થાય છે. કહેવાય છે કે આ વડવાળા હનુમાનજી સૌ ભક્તોની મનોકામના પૂરી કરે છે. અહીં શનિવારે લાલ ફૂલ અને સિંદૂર ચડાવીને પૂજા કરવાનું મહત્વ અધિક છે.

વિડીઓમાં તમે જોઈ શકો છો કેટલાક પ્રસિદ્ધ હનુમાન મંદિર..