આખરે નિર્ભયાના ચારેય દોષિતોને અપાઇ ફાંસી, પરિવારજનોંને મળ્યો ન્યાય

નિર્ભયા કેસ : આજ ચાર આરોપીને એકસાથે અપાઈ ફાંસી. શુ હતો કેસ અને કેટલા સમયથી ચાલતો હતો કેસ.

દિલ્હીમાં 23 વર્ષની વિદ્યાર્થીની સાથે 16 ડિસેમ્બર 2012 ની રાત્રે એક ચાલતી બસમાં બર્બરતા સાથે સામૂહિત બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના 15 દિવસ બાદ પીડિતાનું સિંગાપુરની એક હોસ્પિટલમાં મોત થયું હતું.

image source

આ ઘટનાએ દેશ આખાને હચમચાવી દીધો હતો. પીડિતાને નિર્ભયા નામથી ઓળખવામાં આવી. આ મામલે 6 લોકો આરોપી હતા જેમાં એક નાબાલિગ પણ હતો. તો છઠ્ઠા ગુનેગાર રામ સિંહે મામલામાં સુનાવણી શરુ થયાના થોડા સમય બાદ આત્મહત્યા કરી લીધી હતી. નાબાલિકને 2015 માં છોડી દેવામાં આવ્યો હતો.

image source

નિર્ભયાના ચાર આરોપી રામસિંહ, મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તાને 20 માર્ચ એટલેકે આજ રોજ સવારે ફાંસી આપી દીધી છે. નિર્ભયાના આરોપી છેલ્લા 8 વર્ષથી બચતા આવ્યા છે.

આજથી લગભગ 8 વર્ષ પહેલાં નિર્ભયા પર 6 લોકોએ બળાત્કાર કયો હતો. ત્યારેબાદ નિર્ભયાના પાંચેય આરોપીને પકડીને તેના પર કેસ શરૂ થયો હતો. આ પાંચેય આરોપી પરનો કેસ સાબિત થયો અને આજીવન જેલની સજા થઈ. સજા મળ્યા બાદ લોકોને આ સજા કરતા પણ વધારે આકરી સજા થાય એવી માંગ સાથે તેના પર ફરી એકવાર કેસ ચાલ્યો અને આ વખતે એટલે 2018માં ચારેય આરોપીને ફાંસીની સજા આપવામાં આવી. 2018 થી આજ સુધી આરોપી એક બાદ એક કાયદાના દાવપેચ રમીને ફાંસીથી બચતા આવ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે આ પાંચ આરોપીમાંથી એક આરોપીએ જેલમાંજ આપઘાત કર્યો હતો. બાકીના ચાર આરોપી હાલ જીવિત છે અને ફાંસીની સજામાંથી બચવાના દરેક નુસખા આપનાવી રહ્યા હતા. 2018માં ફાંસીની સજા મળ્યા બાદ આ ચાર આરોપીઓએ એક બાદ એક એમ દયાની અરજી કરી અને ફાંસીથી દૂર રહ્યા.

image source

છેલ્લા કેટલા સમયથી આ લોકો એકબાદ એક રીતે ફાંસીથી બચત રહ્યા હતા. આ આરોપીના વકીલ પણ જાહેરમાં કહેતા હતા કે આરોપીને હું ફાંસી થવા નહિ દવ. લોકોનો ગુસ્સો ખૂબજ વધી રહ્યો હતો પણ આજ ફાંસી મળતા લોકોમાં ખુશી અને ન્યાય મળ્યાની લાગણી પણ ભળી છે.

નિર્ભયા કેસનો ઘટનાક્રમ.

image source

2012ની 16મી ડિસેમ્બરે દિલ્હીમાં એક ચાલતી બસમાં 23 વર્ષની વિદ્યાર્થિની પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

દક્ષિણ દિલ્હીમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી વિદ્યાર્થિનીને રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.

ભારતમાં અનેક દિવસોની સારવાર અપાયા બાદ વિદ્યાર્થિનીને સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

image source

અહીં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં.

આ બાદ છ આરોપી પર ઝડપથી કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી.

તે પાંચ આરોપીમાંથી એક આરોપીએ જેલમાંજ આપઘાત કરી લીધો હતો. જ્યારે એક આરોપી નાબલીગ હોવાથી 2015માં છોડી મુક્યો હતો.

2018 માં બાકીના ચાર આરોપીને ફાંસીની સજા આપવામાં આવી હતી.

image source

ત્યારબાદ આરોપી દ્વારા દયાની અરજી કરી હતી.

દિલ્હી હાઇકોર્ટે દોષિતોને ફાંસી આપવામાં થઇ રહેલા વિલંબ અંગે સત્તાવાળાઓની પણ ટીકા કરી છે. દિલ્હી સરકારે ૧૮ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ચારેય આરોપીઓની ફાંસીની સજાનો વોરન્ટ ઇશ્યુ કરવાની માગ કરી હતી.

આ આરોપીને પાંચ વાર ફાંસીની સજા મળી છે જેમાં બેવાર પટિયાલા કોર્ટ એકવાર આગ્રા એકવાર અલ્હાબાદ અને એકવાર મેરઠની કોર્ટે ફાંસી આપી છે.

image source

રાષ્ટ્રપતિને અરજી પણ બધાએ અલગ અલગ કરી હોવાથી આજ સુધી ફાંસી મળી નહોતી.

આખરે બધા દાવ પુરા થતા છેલ્લે 20 માર્ચના રોજ ફાંસી નો ઓર્ડર થયો.

નિર્ભયાના ચાર આરોપી રામસિંહ, મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તાને 20 માર્ચ એટલેકે આજ રોજ સવારે ફાંસી આપી દીધી છે.

image source

આખરે છેલ્લે 8 વર્ષે નિર્ભયાને ન્યાય મળ્યો. અને આરોપીને સજા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ