જલ્સા કરોને જેંતીલાલ

હાંડવો – દરેક ગુજરાતીના ઘરે બનતો હાંડવો બનશે પરફેક્ટ ઉમેરો ફક્ત આ એક વસ્તુ…

આપણા ગુજરાતીઓની એક ઓળખ એટલે હાંડવો. અરે હા સાચું કહું છું અમારા પાડોશમાં ઘણા નોન ગુજરાતી મિત્રો રહે છે અને જયારે પણ મારા ઘરે હાંડવો બનવાનો હોય ત્યારે તેમની માટે પણ બનાવવો પડે છે મારા ઘરમાંથી આવતી સુગંધ જ કહી બતાવે કે આજે હાંડવાનો પ્રોગ્રામ છે. હવે એ મિત્રો છે નોન ગુજરાતી એટલે તેમને એ હાંડવો બનાવતા આવડતું નથી તો તેમને પણ મેં શીખવાડ્યો હતો. આજે તમારી માટે પણ હું લાવી છું મસ્ત ટેસ્ટી અને પરફેક્ટ હાંડવો બનાવવા માટેની સરળ રેસિપી.

એવા ઘણા મિત્રો હશે જેમનાથી હજી પણ હાંડવો જોઈએ એવો પરફેક્ટ નથી બનતો. પણ જો તમે અહીંયા આપેલ માપ સાથે બનાવશો તો પરફેક્ટ જરૂર બનશે. અહીંયા જણાવેલ ખીરું બનાવવાની રીતથી જો તમે ઢોકળા બનાવવા માંગતા હશો તો પણ બની જશે તમારે ફક્ત એટલું કરવાનું છે કે દાળ ચોખા ક્રશ કરીને આથો લાવવા માટે મુકો ત્યારે તેમાં સુખી મેથી (પીળી મેથી) ઉમેરશો તો ઢોકળા બહુ ટેસ્ટી લાગશે. તો ચાલો અત્યારે તો જોઈ લઈએ હાંડવો બનાવવા માટેની સરળ રેસિપી.

સામગ્રી

સૌથી પહેલા આપણે ખીરું બનાવવાની રીત અને સામગ્રી જોઇશુ આ ખીરુંથી તમે ઢોકળા, હાંડવો, ખાટા વડા (ભજીયા) અને તીખા પુડા (ડંગેલા) પણ બનાવી શકશો.

ખીરું બનાવવા માટે સામગ્રી

હાંડવાનો મસાલો કરવા માટે

રીત

1. સૌથી પહેલા ખીરું બનાવવા માટે ચોખા, ચણાની દાળ અને તુવેરની દાળ એક તપેલીમાં લો.

2. હવે તેને બરાબર ધોઈ લેવું, બે થી ત્રણ વાર ધોઈ લેવું જેથી દાળ પર રહેલ તેલ અને દિવેલ નીકળી જાય.

3. હવે આ દાળ અને ચોખાના મિશ્રણને ત્રણ થી ચાર કલાક પલાળવું,

4. હવે પલળી ગયા પછી મીક્ષરના કપમાં આપણે તેને ક્રશ કરી લઈશું. આટલું બધું એકસાથે નહિ ક્રશ થાય એટલે થોડું થોડું કરીને બધું બરોબર ક્રશ કરી લઈશું.

5. ક્રશ કરવાના સમયે દાળ ચોખા સાથે થોડું દહીં પણ ઉમેરવું

6. હવે તૈયાર થયેલ ખીરુંને આથો લાવવા માટે થોડી ગરમ જગ્યા પર મુકીશું જો તમને બહુ ખટાશ ના ફાવતી હોય તો એમજ રસોડા પર પણ ઢાંકીને મૂકી શકો છો.

7. હવે આ ખીરું આથો આવીને 5 કલાકમાં તૈયાર થઇ જશે. હવે તૈયાર થયેલ ખીરુંમાં આપણે હાંડવા માટેનો મસાલો કરીશું.

8. સૌથી પહેલા મિક્સરના એક કપમાં આદુ, મરચા અને લસણ ક્રશ કરીશું.

9. હવે દૂધીને છોલીને છીણી લો અને તૈયાર થયેલ ખીરુંમાં ઉમેરી દો.

10. હવે ક્રશ કરેલા આદુ, મરચા અને લસણ તેમાં ઉમેરો.

11. હવે તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું, મીઠું, ખાંડ, લીલા ધાણા અને મેથી ઉમેરો

12. હવે બધો મસાલો બરાબર મિક્સ કરી લો. હવે જયારે પણ હાંડવો બનાવવાનો સમય થાય ત્યારે જ તેમાં સોડા ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લો. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે એક જ બાજુ હલાવીને મિક્સ કરીએ તેનાથી સોડાની અસર બરાબર થશે અને બધા ખીરામાં બરોબર મિક્સ થઇ જશે.

13. હવે હાંડવો બનાવવા માટે તૈયાર છે. એક પેનમાં તેલ ગરમ કરવા મુકો અને તેમાં રાઈ ઉમેરો

14. રાઈ તતડે એટલે તેમાં તલ ઉમેરો તલ ઉમેરો ત્યારે થાળી કે પછી પેનનું ઢક્કન આડું રાખવું જેથી તલ તમારા પર ઉડે નહિ. હવે તલ તતડવાઅવાજ ધીરો થાય એટલે તેમાં હિંગ ઉમેરીને હાંડવાનું ખીરું ઉમેરો. (અહીંયા મારુ પેન નાનું છે એટલે મેં તેમાં બે થી અઢી જ ચમચા ખીરું ઉમેર્યું છે અમને થોડા પાતળા અને ક્રિસ્પી હાંડવો પસંદ છે એટલા માટે જો તમને વધારે પોચો હાંડવો પસંદ હોય તો ખીરું વધારે ઉમેરવું.)

15. હવે ઢક્કન ઢાંકીને થોડીવાર ચઢવા દો. ચાર થી પાંચ મિનિટમાં એક બાજુ ચઢી જશે ગેસ ધીમો રાખજો એટલે વધારે બળે નહિ. ગેસની ફ્લેમ વતી ઓછી લાગે તો વચ્ચે વચ્ચે એકાદ વાર ચેક કરી લેવું અને હાંડવાને તાવેથાની મદદથી ઊંચો કરીને જોઈ લેવું વધારે શ્યામ પડી ગયો હોય તો તરત ફેરવી દો.

16. બસ હવે પલટાવેલા હાંડવાને બીજી તરફ પણ બરોબર ચઢવા દો, હાંડવો અંદરથી ચઢી ગયો કે નહિ એ ચેક કરવા કોરું અને ચોખ્ખું ચપ્પુ હાંડવાની વચ્ચે વચ્ચ ખોસીને જુઓ. જો ચપ્પા પર થોડું ખીરું ચોટેલું લાગે તો હાંડવો હજી ચઢવા દેવો પડશે અને જો ચપ્પુ કોરું બહાર આવે તો સમજો હાંડવો બરાબર ચઢી ગયો છો.

17. બસ તો હવે હાંડવો છે તૈયાર તેને તમે શીંગતેલ, કેચઅપ, સેઝવાન ચટણી, લીલી ચટણી, લાલ તીખી ચટણી વગેરે સાથે ખાઈ શકશો.

તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, આવજો ત્યારે ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version