હેન્ડ સેનેટાઈઝરથી કોરોનાથી તો બચી જશો પણ કેન્સર થશે, વૈશ્વિક રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ

દેશ અને દુનિયામાં કોરોના વાયરસનો પ્રકોપ જાણે રોકાવાનું નામ જ નથી લેતો. અને આખી દુનિયામાં આ જીવલેણ કોરોના વાયરસથી બચવાના ત્રણ મુખ્ય ઉપાય છે, એક ફેશ માસ્ક, બીજું હેન્ડ સેનેટાઇઝ અને ત્રીજું સોશિયલ ડિસ્ટનસિંગ.પણ જો તમને એમ ખબર પડે કે આખી દુનિયામાં 44 હેન્ડ સેનેટાઇઝ એવા છે કે જે કોરોના વાયરસ સામે રક્ષણ આપવાને બદલે લોકોમાં કેન્સર ફેલાવી રહ્યા છે તો તમે ચિંતા થવા લાગે એમાં કઈ ખોટું નથી. પણ આ ખુલાસો એક અભ્યાસ દ્વારા કરવામા આવ્યો છે.

image

ન્યુ હવનમાં આવેલા ઓનલાઇન ફાર્મસી ફર્મ વેલીઝરે આખી દુનિયાના 260 હેન્ડ સેનેટાઇઝર પર આ અભ્યાસ કર્યો છે. જેમાં ખબર પડી છે કે 44 હેન્ડ સેનેટાઇઝરમાં એવા કેમિકલ્સનો ઉપયોગ થઈ રહ્યો છે જે માણસના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આ કેમિકલના સતત સંપર્કમાં આવવાથી તમને કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. આ કેમિકલ્સ લોકોની સ્કિન માટે પણ ખૂબ જ ખતરનાક છે.

image soucreવેલીઝરે આ જોખમને જોતા ચિંતા વ્યક્ત કરી છે અને અમેરિકન ખાદ્ય તેમજ ઔષધી વિભાગને એક પત્ર લખીને આ વિશે જાણકારી આપી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે કોરોના વાયરસથી બચવા માટે છેલ્લા કેટલાક દિવસથી આખી દુનિયામાં હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ વધી ગયો છે. એવામાં આ હેન્ડ સેનેટાઇઝરના અભ્યાસમાં એમાં બેનજીન સહિત કેન્સરનું જોખમ પેદા કરનાર ઘણા ખતરનાક કેમિકલ્સ પણ મળી આવ્યા છે.

image soucre

બેંજીન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાકર છે. બેંજીનના વધુ પડતા સંપર્કમાં આવવાથી શરીરમાં રક્ત કણીકાઓ સારી રીતે કામ નથી કરી શકતી. ક્યારેક ક્યારેક લાલ રક્ત કણીકાઓ બનવાનું બંધ પણ થઈ જાય છે કે પછી વાઇટ બ્લડ સેલ્સ ઘટવા લાગે છે, જેનાથી આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ કમજોર થઈ જાય છે.

આ સિવાય સેનેટાઇઝરના ઉપયોગથી નીચે મુજબના નુકશાન પણ થઈ શકે છે.

image soucre

સેનેટાઇઝરનો હાથ પર વધારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે કેટલાક લોકોમાં એલર્જીક પ્રતિક્રિયાઓ ખંજવાળ અથવા બળતરા પેદા કરી શકે છે. આ સામાન્ય રીતે એવા લોકો સાથે થાય છે જેમની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે.

વધારે હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી હાથની ત્વચા ડ્રાય થવા લાગે છે.

image soucre

સુગંધિત સેનિટાઇઝર્સ માટે ઉપયોગમાં લેવાતા રસાયણોથી ઘણીવાર તાણ અને અસ્વસ્થતા ઉત્તેજિત કરે છે. જેનાથી મૂડ પર પણ ખરાબ અસર પડે છે.
હેન્ડ સેનિટાઈઝરનો વધારે પડતો ઉપયોગ બાળકોના સ્વાસ્થ્ય માટે પણ સારો નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ