આજના વ્યસ્ત જીવનમાં લોકો એટલા બધા વ્યસ્ત રહે છે કે તેની પાસે તેના શરીર માટે પણ સમય નથી. તેની ખાવા પીવાની ખોટી આદતને કારણે આપણને ઘણી સમસ્યા થઈ શકે છે તેનાથી આપણને અનેક ગંભીએ બીમારી થઈ શકે છે. પરંતુ જ્યારે આપણને કોઈ ગંભીર બીમારી થાય ત્યારે આપણને પહેલા કેટલાક સંકેત મળી જાય છે. તેવી રીતે જો આપના પગમાં કોઇ ફેરફાર થયા ત્યારે તમાને કોઈ સમસ્યા હોય તેવું સૂચવે છે આજે આપણે જાણીએ કે જો પગમાં આવા કેટલાક લક્ષણો દેખાય ત્યારે આપણે આવી બીમારી થવાનું સૂચવી શકે છે.
પીળા નખ :

ઘણી વાર આપણે આપના નાખની સારી રીતે સંભાળ લેતા હોઈએ છીએ તે છતાં પણ તે પીળા પડી જતાં હોય છે. ત્યારે ઘણા લોકોના નખ જાડા થવા લાગે છે. તે નીચેની તરફ વળી પણ જાય છે. આવું થવાનું કારણ એક એ પણ હોય શકે છે કે તેમાં વધારે નેલપેન્ટ લગાવવાથી પણ આવું થઈ શકે છે. પરંતુ જ્યારે તમારા નખનો કલર ઘાતો પીળો હોય ત્યારે આપણને ફાંગલ ઇન્ફેકસન હોય શકે છે. આવી સ્થિતિમાં આને નજરઅંદાજ કરવું ન જોઈએ તેની તમારે સારી રીતે સારવાર કરવી જોઈએ. નખ પીળા થવા કેન્સર જેવી ગંભીર બિમારીનું લક્ષણ પણ હોય શકે છે.
પગમાં દુખાવો થવો :

શરીરમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમની કમીને લીધે આપના પગમાં સતત દુખાવો થતો રહે છે. આના માટે તમારે પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેમાથી આની કમી દૂર થશે. આ સિવાય પણ હાના દિવસો સુધી તમને દુખવાઓ હોય તો તમને સંધિવાની તકલીફ પણ હોય શકે છે. તેથી તમારે હાડકાને મહબૂત કરવા માટેના ઘણા પદાર્થ જેવા કે તાજા ફળ, શાકભાજી, ડેરીની વસ્તુ, કઠોળ, ઓટ્સ સૂકો મેવો વગેરે ખાઈ શકો છો તેનાથી તમારી આ સમસ્યા દૂર થશે.
એડીમાં દુખાવો અને ફાટેલી એડી :

તમારે પગની એડીમાં સતત દુખાવો અને પગ સુન્ન થતી હોય ત્યારે તમારે સાવધાન રહેવું જોઈએ. આવું થવાનું કારણ હોય શકે છે તમારા શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણમાં વધારે હોવું. તેનાથી પણ આવી સમસ્યા થઈ શકે છે. તેના માટે તમને ડાયાબિટીસ થઈ શકે છે. ત્યારે તમારે ડોકટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણા લોકો જ્યારે એડી ફાટે ત્યારે તેના પર ધ્યાન નથી આપતા તેનાથી આગળ જતાં ઘણી બીમારી થઈ શકે છે.
પગમાં સોજો :

પગમાં સોજો ત્યારે આવે છે જ્યારે શરીરમાં લોહીની કમી હોય. આ સિવાય કિડનીને લગતી કોઈ સમસ્યા હોય ત્યારે પણ આવી સમસ્યા થઈ શકે છે. તેથી તમારે દૈનિક આહાર અને પૌષ્ટિક વસ્તુઓ લેવી જોઈએ. આ સિવાય તમારે ડોક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
તળિયા ઠંડા રહેવા :

તમારા પગના તળિયા હમેશા ઠંડા રહેતાં હોય તો તે રેનોડ બીમારીનો સંકેત છે આ બીમારીની અસર આપના લોહી પરિભ્રમન પર થાય છે. પગના તળિયા વધારે ઠંડા રહે તો ડોક્ટર પાસે જઈને યોગ્ય સારવાર લેવે જોઈએ.
પગમાં કપાસી :

પગમાં કપાસી એટલે ફૂટ કોર્ન અથવા પગની કણી એક ગાંઠની જેમ રહેલી હોય છે. તે વધારે ટાઈટ બુટ પહેરવાથી થાય છે. નિષ્ણાંત ના મત પ્રમાણે આ સંધિવા અથવા ઇજાને કારણે પણ થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત