હેન્ડ સેનેટાઇઝરથી સફાઈ કરવા જતા પુરુષ દાઝી ગયો, ખાસ રાખો તમે પણ આ લગાવ્યા બાદ સાવચેતી

હેન્ડ સેનેટાઇઝરથી સફાઈ કરવા જતાં પુરુષ દાઝી ગયો – તમારે પણ રાખવી જોઈએ સાવચેતી

છેલ્લા ઓછામાં ઓછા બે મહિનાથી સમગ્ર વિશ્વ કોરોના વાયરસના ભરડામાં આવી ગયું છે. જેનાથી બચવા માટે WHO દ્વારા કેટલીક માર્ગદર્શિકાઓ બહાર પાડી છે જેમાં વારંવાર સાબુથી વ્યવસ્થિત રીતે હાથ ધોવા અથવા હેન્ડ સેનીટાઇઝરથી હાથ ધોવાની સલાહ આપવામા આવી છે. અને લોકો પણ તેને લઈને જાગૃત બન્યા છે. તેના કારણે બજારમાં હેન્ડ સેનેટાઇઝરની અછત પણ સર્જાઈ છે.

image source

પણ આ જ સેનેટાઇઝરને જો ધ્યાનથી વાપરવામાં ન આવે તો કેવું નુકસાન થઈ શકે છે તેનું ઉદાહરણ પુરુ પાડતી એક ઘટના પ્રકાશમાં આવી છે. વાસ્તવમાં તમે ઘણી જગ્યાએ વાંચ્યું હશે કે હેન્ડ સેનેટાઇઝરથી તો જ હાથ સ્વચ્છ થશે જો તેમાં ઓછામાં ઓછા 60 ટકા આલ્કોહોલનો ઉપયોગ થયો હશે. કારણ કે આલ્કોહોલ અસરકારક રીતે હાથ પરથી બેક્ટેરીયા દૂર કરે છે. અને તમને જણાવી દઈએ કે આ જ આલ્કોહોલ ઇન્ફ્લેમેબલ પણ હોય છે એટલે કે તેનાથી આગ લાગી શકે છે.

હરિયાણામાં એક વ્યક્તિ આ જ હેન્ડ સેનેટાઇઝરના ઉપયોગથી 35 ટકા જેટલો દાઝી ગયો છે. જેને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.

વાસ્તવમાં બન્યું હતું એવું કે આ પુરુષ પોતાના ઘરના રસોડામાં હેન્ડ સેનેટાઇઝરથી ચાવીઓ તેમજ મોબાઈલ સાફ કરી રહ્યો હતો. અને તે વખતે તેની પત્ની રસોડામાં રસોઈ કરી રહી હતી. પણ અચાનક પુરુષના કુર્તા પર હેન્ડ સેનિટાઇઝરના ટીપાં પડતાં તેણે તરત જ બાજુમાં સળગી રહેલી આગને પકડી લીધી હતી. અને કંઈ સમજાય તે પહેલાં તેનો કૂર્તો દાઝી ગયો હતો.

image source

આ આગમાં પુરષના ચહેરા, ડોક, તેમજ છાતીના આગળનો ભાગ, પેટ તેમજ હાથ દાઝી ગયા છે. તેને 35 ટકા બર્ન સાથે દિલ્લીની સર ગંગારામ હોસ્પિટલમાં તરત જ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તેની સારવાર હોસ્પિટલના પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી વિભાગમાં ચાલી રહી છે. અને તેની સ્થિતિ પણ હાલ સ્થિર છે તેવા અહેવાલ મળ્યા હતા.

image source

કોરોના વાયરસના ફેલાવાના કારણે હાલ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ વધી રહ્યો છે. પણ તેને વાપરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જોઈએ. ડોક્ટરો જણાવે છે કે તેનો ઉપયોગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે માટે તે ઇન્ફ્લેમેબલ એટલે કે તરત જ આગ પકડી લે તેવું બની જાય છે. માટે તેને વાપરતી વખતે કેટલીક સાવચેતીઓ ચોક્કસ રાખવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ