ખંભાતની પ્રખ્યાત મીઠાઈ હલવાસન, આવી રીતે ટ્રાય કરો પરફેક્ટ બનશે

ખંભાતની પ્રખ્યાત મીઠાઈ હલવાસન 
હલવાસન
સામગ્રી:
૧/૪ કપ ફાળા ઘઉ,
૧/૪ કપ ગુંદર,
૧/૪ કપ ઘી,
૧ લીટર ફેટવાળું દૂધ,
૨/૩ કપ ખાંડ,
૨ ચમચી ખસખસ,
૮-૯ કાજુ,
૧/૨ નાની ચમચી એલચી પાઉડર,
૧/૪ નાની ચમચી જાયફળ પાઉડર,
ચારોળી,
બદામની કતરણ,
રીત:
– સૌ પ્રથમ ફાળાના કણ મોટા હોય તો સહેજ મિક્ષરમાં પીસી લેવા.
– હવે એક નોનસ્ટીક કડાઈમાં ઘી લઇ તેમાં ફાળા શેકવા.
– ૨-૩ મિનીટ પછી ફાળા શેકાય જાય એટલે તેમાં ગુંદર ઉમેરી હલાવતા રહેવું જેથી કરીને બધો ગુંદર ફૂલી જાય.
– ગુંદર બરાબર બધો ફૂલી જાય એટલે તેમાં બધું દૂધ રેડી દેવું, સતત હલાવતા રહેવાનું છે…
– પછી તેમાં ખસખસ, એલચી પાઉડર, જાયફળ પાઉડર, કાજુ ઉમેરી સતત હલાવ્યા કરવાનું, અંદર બદામ અને કાજુ બન્ને ઉમેરી શકાય.
– હવે બીજા ગેસ પર એક સોસ પેન લઇ તેમાં માત્ર ખાંડ નાખી મીડીયમ ગેસે રહેવા દેવાનું, જયારે ખાંડ ઓગળી ક્થ્થાય રંગની બનવા લાગે ત્યારે હેન્ડલ પકડી સહેજ હલાવાનું,
 
જયારે બધી ખાંડ ઓગળી જાય ત્યારે તેને દુધવાળા મિક્ષનમાં ઉમેરી દેવી, સાદી ખાંડની બદલે રેડીમેડ બ્રાઉન સુગર હોય તો પણ ચાલે.
– છેલ્લે દૂધ બધું બળી માવો થઇ જાય અને ઘી છુટું પડે એટલે ગેસ બંધ કરી દેવાનો.
– હવે સહેજ ઠંડુ થાય એટલે હથેળીમાં ઘી ચોપડી ગોળ લુવો કરી ડિશમાં મૂકી દાબી દેવું.
– પછી ઉપર ચારોળી મૂકી બદામની કતરણ ભભરાવી દબાવી હલવાસનને ગાર્નીશ કરવું, ઉપર ગાર્નીશમાં આખા એલચીના દાણા હોય છે આપને ભાવતા હોય તો તેનાથી પણ ગાર્નીશ કરી શકાય.
– તો તૈયાર છે હલવાસન, આમાંથી ૧૨ -૧૫ નંગ બનશે.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી