હિતકારી છે હળદર – દરેક ગૃહિણી એ આટલું જાણવું ! થશે બહુ ફાયદા…

ઔષધી સ્વરૂપે વપરાઈ હતી. રસોઈમાં રોજ ઉપયોગમાં લેવાતી હળદર અઢળક ગુણનો ભંડાર છે. હળદરનો ઉપયોગ બધી જાતના શાકભાજી, દાળ અને ખીચડીમાં થાય છે. હળદર નાખવાથી એમાં સુગંધ અને સ્વાદ આવે છે. હળદર એ શરીર અને રંગને સુધારવામાં અગત્યની દેશી ઔષધી છે. હળદરમાં અનેક અનમોલ ઔષધીય ગુણ છુપાયેલા હોવાથી તેનો પ્રયોગ અનેક બીમારીઓના ઈલાજમાં ખૂબ જ ઉપયોગી છે. ભારતમાં આદિકાળથી હળદરનો પ્રયોગ ઔષધીના અને મસાલાના રૂપે કરવામાં આવે છે સાથે સાથે પ્રાચીન સમયથી અત્યાર સુધી લગ્ન પ્રસંગે વર કે વધુ માટે રંગ નિખારવા માટે હળદરનુ મિશ્રણ લગાવવાની પરંપરા અવિરત ચાલુ છે. જેને આપણે પીઠી તરીકે પણ ઓળખીએ છીએ. એવું માનવામાં આવે છે કે હળદરનુ ઉબટન લગાવવાથી રંગ નિખરે છે તેમજ તે ત્વચાને નિરોગી બનાવે છે.

દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવતી છ ડ્રગ્સ એટલે કે છ દવાઓમાં જે સત્વ ઉમેરવામાં આવે છે, એ છએ છ સત્વ હળદરમાં સમાયેલાં છે. આપણા આયુર્વેદનાં તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે કે જેના પર મોડર્ન સાયન્સે અત્યાર સુધીમાં 56,000 જેટલાં રિસર્ચ અને પ્રયોગો કરી લીધાં છે. ઈન્ગ્લેન્ડમાં તાજેતરમાં થયેલાં સંશોધન મુજબ હળદરમાં રહેલું કરક્યુમીન નામનું રસાયણ ઈસોફેજ્યલ કેન્સરના કોષોનો પણ નાશ કરે છે.

હળદરમાં રહેલા જંતુનાશક ગુણધર્મોને કારાણે હજારો વર્ષોથી ભારતમાં તેનો ઉપયોગ પેટ અને યકૃતની બિમારી તથા જખમ આદિ પર થતો આવ્યો છે. આયુર્વેદમાં હળદરને શ્વાસના રોગ, ખાંસી અને આંખોની બીમારી દુર કરવામાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ ઉપરાંત કુષ્ટ અને ડાયાબિટીસ જેવા રોગમાં પ્રભાવકારી અને સૌર્દંય માટે પણ લાભકારી ગણવામાં આવે છે.

હળદરના ઔષધીય લાભો :

હળદરનું સેવન એ શરીરની રોગપ્રતિરોધક ક્ષમતાને વધારે છે અને લોહીને સ્વચ્છ રાખે છે. હળદર લગાવવાથી ખીલ ધીમે-ધીમે દૂર થશે. બજારમાં ખીલ દૂર કરવા માટે મળતી વિવિધ ક્રીમોની સરખામણીએ હળદર વધુ લાભદાયક છે.

જેઓ પોતાના ચહેરા પરના અનિચ્છનિય વાળથી પરેશાન છે તેમણે હળદર લગાવવી જોઇએ. સતત તેના પ્રયોગથી ચહેરા પરના વાળ ઝાંખા થશે અને ધીમે-ધીમે દૂર પણ થઇ જશે.

હળદરની મદદથી દાંતને લગતી બીમારી પણ દૂર થઇ જાય છે.
જો તમને સુસ્તી અને થાક લાગી ગયો હોય તો હળદર અને મધ મિક્સ કરી પીઓ. જો તમારી અંદર લોહીની ઉણપ હોય તો પણ આ મિશ્રણ તમારા માટે રામબાણથી કમ નથી.

હળદર એટલી કારગર છે કે તે મહિલાઓની પીરિયડ સંબંધી સમસ્યાઓને પણ દૂર કરે છે. દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે.

દરરોજ હળદરના સેવનથી ગેસની સમસ્યા દૂર થાય છે.
કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવા માટે ખૂબ જ મહત્વની ઔષધી છે.
હળદરથી સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે.

શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.
મધ સાથે કે ગરમ દૂધ સાથે હળદર મેળવી લેવાથી કાકડા, ઉધરસ, સળેખમ વગેરે મટે છે.

હળદરની સાથે આમળાંનું સમાન ભાગે બનાવેલું 1-1 ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી તમામ પ્રકારના પ્રમેહ મટે છે.

દરરોજ હળદરનું બ્રશ કરવાથી દાંતની તંદુરસ્તી જળવાઈ રહે છે.
હળદરમાં વાતનાશક ગુણ છે જે ડાયાબીટિસની સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે.

સૌજન્ય : યોગેશ પટેલ

ટીપ્પણી