બોમ્બે કરાચી હલવો – જમ્યા પછી કઈક ગળ્યું ખાવા જોઈએ છે? જાતે જ બનાવો આ ટેસ્ટી હલવો, ફટાફટ તૈયાર થઇ જશે…

તહેવારો અને મીઠાઈ , એકબીજા ના પૂરક ગણી શકાય. તો આ તહેવારો ની મોસમ માં ટ્રાય કરી જુઓ આ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળતા થી બનતો આ હલવો. આ હલવો મકાઈ ના લોટ માંથી બનાવવા માં આવે છે. મકાઈ નો લોટ અને ખાંડ માંથી , બસ એમ મૂળ બે જ સામગ્રી માંથી બનશે આ સ્વાદિષ્ટ કરાચી હલવો.

સામગ્રી ::

• 1/2 વાડકો મકાઈ નો લોટ (સફેદ)

• 1 વાડકો ખાંડ

• 1 ચમચી લીંબુ નો રસ

• 3 ચમચી ઘી

• 2 મોટી ચમચી કાજુ ના ટુકડા

• 1/૨ ચમચી ઈલાયચી નો ભૂકો

• મનપસંદ કલર ના થોડા ટીપા

• 2 ચમચી બદામ ની કાતરણ, સજાવટ માટે

રીત ::સૌ પ્રથમ એક બાઉલ માં લોટ લો. હવે એમાં 1.5 વાડકો પાણી ઉમેરો. સરસ મિક્સ કરો. કોઈ પણ ગાઠા રહેવા ન જોઈએ. મિક્સ કરી સાઈડ પર રાખી દો.

એક નોન સ્ટીક કડાય માં 1 વાડકો ખાંડ અને 1 વાડકો પાણી લો. મધ્યમ આંચ પર ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવો.. જ્યારે આ મિશ્રણ ઉકાળવા માંડે એટલે એમાં લોટ અને પાણી નું મિશ્રણ ઉમેરો. સતત હલાવતા રહેવું. તરત જ આ મિશ્રણ જાડું થઇ જશે. તરત લીંબુ રસ ઉમેરી દો. લીંબુ રસ ઉમેરવાથી ખાંડ જામશે નહીં. અને મીઠાઈ સરસ બનશે.

થોડા થોડા સમય ના અંતર પર 1- 1 ચમચી, ટોટલ 3 ચમચી ઘી ઉમેરો. ટોટલ 20 થી 25 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવવા નું છે. ફૂલ ગેસ પર કરવાથી હલવો કઠણ થઈ શકે છે. જેમ જેમ હલાવતા જશો , આપ જોશો કે મિશ્રણ એકદમ trasnparent થઈ જશે. અને ધીમે ધીમે લોટ ની જેમ જામતું જશે. સતત હલાવતા રહેશો.

જ્યારે લાગે કે ઘી છૂટું પડે છે ત્યારે કાજુ ના ટુકડા , મનપસંદ કલર ના થોડા ટીપા અને ઈલાયચી નો ભૂકો ઉમેરો. મિક્સ કરી લો. આપ જોશો કે હલવો એકદમ કડાય ની સાઈડ્સ છોડવા માંડશે. ગેસ બંધ કરી લો.

ઘી લગાવેલ વાસણ માં આ હલવા ને લઈ લો. ઉપર થી બદામ ની કતરણ થી સજાવો. તરત જ ચમચી કે ચમચા ના પાછળ ના ભાગ થી હલવા ને સમથળ બનાવો . ઠંડો થઈ ગયા પછી નહીં થઈ શકે. 1 થી 2 કલાક ઠરવા દો. ત્યારબાદ મનપસંદ આકાર ના ટુકડા કરો અને પીરસો. હલવો ફ્રીઝ માં સ્ટોર કરવો.

નોંધ ::

• હલવો 20 થી 25 મિનિટ સુધી ધીમી આંચ પર હલાવવો તો જ એ પ્રોપર બનશે.

• મકાઈ નો લોટ સફેદ અને પીળો 2 પ્રકાર ના આવે છે . આ મીઠાઈ માટે એકદમ સ્મૂધ એવો સફેદ લોટ જ વાપરવો.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.