જલ્સા કરોને જેંતીલાલ

હજીરા-ઘોઘા વચ્ચેની રો રો ફેરી આ દિવસથી થશે શરૂ, જાણી લો જલદી આ વિશે તમે પણ

હજીરા – ઘોઘા વચ્ચેની રો રો ફેરીને લઈને મહત્ત્વના સમાચાર – આ દિવસથી શરૂ થશે

સૌરાષ્ટ્રના હજારો લોકો સુરત જઈને રોજગાર મેળવવા માટે વસ્યા છે. અને વતનમાં પણ તેમના ઘરો તેમજ જમીનો હોવાથી તેમનું વર્ષમાં ઘણીબધી વાર સુરતથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી સુરત આવવા જવાનું થતું હોય છે. પણ હવે આ લોકો માટે એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. સુરતના હજીરાથી – ઘોઘા સુધીની ફેરી સેવા હવે ફરી શરૂ કરવામા આવી રહી છે. સુરતથી બાય રોડ સૌરાષ્ટ્ર જવા માટે ઘણી લાંબી મુસાફરી ખેડવી પડતી હોય છે. પણ હવે જ્યારે આ ફેરી સેવા શરૂ થશે ત્યારે મુસાફરોના સમયનો ઘણો બધો બચાવ થશે.

image source

મળેલી માહિતી પ્રમાણે હજીરા – ઘોઘા વચ્ચે રોરો ફેરી શરૂ થવાના સમાચાર મળી રહ્યા છે. અને આ સેવા લગભગ ડિસેમ્બરના અંત સુધીમાં શરૂ કરી દેવામા આવશે. હવે જ્યારે આ ફેરી શરૂ થવાના સમાચાર મળ્યા છે ત્યારે સુરતમાં રહેતા સૌરાષ્ટ્રના વેપારીઓ માટે એક મોટી સગવડ ઉભી થશે તેવું કહી શકાય. સુરતના હિરા ઉદ્યોગમાં તેમજ ટેક્સટાઇલ ઉદ્યોગમાં સૌરાષ્ટ્રના હજારો વેપારીઓ જોડાયેલા છે. તેમની સાથે તેમનો પરિવાર પણ વસે છે અને બીજી બાજુ તેમનું વતન તેમજ તેમની જમીનો સૌરાષ્ટ્રમાં હોવાથી તેમના માટે આ શોર્ટ કટ ઘણો સમય બચાવનાર સાબિત થશે. આ રોપેક્ષ સેવા શરૂ થતાં વેપારીઓને ઘણી અનુકુળતા રહેશે.

image source

થોડા સમય પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘોઘા-હજીરા વચ્ચેની રોપેક્ષ સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. અને હવે જે સમાચાર મળી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે ઘોઘા-હજીરા વચ્ચેની રોપેક્ષ સેવા થોડાક જ સમયમાં શરૂ થઈ શકે છે. આ બાબતે એક ફેરીમાં પેસેન્જરોની સંખ્યા શું રહેશે, ફેરીના ટીકીટ દર શું રહેશે. તે વિષેના નિર્ણયો કંપનીએ લઈ લીધા છે. આ રો-રો ફેરીની મદદથી ભાવનગરથી સુરત અને સુરતથી ભાવનગર માત્ર 4 કલાકમાં જ પહોંચી શકાશે. જો માર્ગ દ્વારા ભાવનગરથી સુરત કે સુરતથી ભાવનગર જવામાં આવે તો તેમાં 7 થી 7.30 કલાકનો સમય લાગે છે. આમ આ રોરો ફેરીના કારણે લોકોનો લગભગ અરધો સમય બચી જશે.

image source

થોડા સમય પહેલાં કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણને જોડવાની વાત પણ કરી હતી. અને તેના ભાગ રૂપે દીવ અને દમણ વચ્ચે ફેરી સેવા શરૂ કરવામા આવશે તેવી જાહેરાત કરી હતી.

image source

આ પહેલાં ઘોઘા-દહેજ વચ્ચે પણ રોરો ફેરી શરૂ કરવામાં આવી છે. તે વખતે એવી જાહેરાત કરવામાં આવી હતી કે 2020ના મે મહિનામાં દીવથી દમણની ફેરી સેવા શરૂ કરવામાં આવશે. પણ આપણે બધા જાણીએ છીએ કે હાલ કોરોના વાયરસની મહામારીએ આખીએ દુનિયા અને આપણા દેશને ભરડામાં લીધું છે ત્યારે તે સેવા હજુ સુધી શરૂ કરી શકાઈ નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version