અમેરિકાના ટોચના સંક્રામક રોગ વિશેષજ્ઞ ડૉ. એન્થની ફાઉચીએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં હજી વધુ દર્દ અને પીડાનો સામનો કરવો પડી શકે છે કારણ કે કોવિડ 19માં કેસ ફરી એકવાર વધી રહ્યા છે. સાથે જ એમને એ નાગરિકોને વેકસીન લગાવવાનો અનુરોધ કર્યો છે જેમને હજી સુધી વેકસીન નથી લીધી.

ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું છે કે એમને અમેરિકામાં હજી વધુ લોકડાઉનની આશા નથી કારણ કે ગઈ ઠંડીની સિઝનના પુનરાવર્તનથી બચવા માટે પૂરતા પ્રમાણમાં લોકોને વેકસીન આપવામાં આવી છે..જો કે એમનું એવું પણ કહેવું છે કે હજી કોરોના મહામારીને સંપૂર્ણ રીતે ખતમ કરી શકાય એટલું વેકસીનેશન નથી થયું

ડૉ. એન્થની ફાઉચીએ રવિવારે એક મીડિયા ચેનલ પર કહ્યું કે મને વિશ્વાસ છે, હજી વધારે લોકડાઉનની જરૂર નહીં પડે પણ અમે ભવિષ્યમાં વધારે દર્દ અને પીડા જોઈ રહ્યા છે કારણ કે અમે કોવિડ 19 કેસને વધતા જોઈ રહ્યા છે. એ જ કારણ છે કે અમે વારંવાર કહેતા રહીએ છીએ કે એનું સમાધાન વેકસીનેશન છે.

જોનસ હોપકિન્સ વિશ્વવિદ્યાલયના 30 જુલાઈના આંકડા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણના રોજ નવા કેસ 16 જુલાઈ 2021ના રોજ 30 887થી વધીને 30 જુલાઈ 2021ના રોજ 77 827 થઈ ગયા છે અને આ સમયમાં મૃતકોની સંખ્યા પણ વધી છે જે 16 જુલાઈ 2021ના રોજ 253 હતી જે વધીને 30 જુલાઈ 2021ના રોજ 358 થઈ ગઈ છે.

રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી)ના આંકડા અનુસાર વર્તમાનમાં 12 વર્ષ અને એનાથી વધુ ઉંમરના 58 ટકા અમેરિકનોને સંપૂર્ણ રીતે વેકસીન લગાવવામાં આવી છે. સીડીસીએ વેકસીનેશન છતાં દેશભરની સ્કૂલના બધા શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને આંગતુકો માટે માસ્ક પહેરવાની ભલામણ પણ કરી છે

તમને જણાવી દઈએ કે ડૉ એંથની ફાઉચી અમેરિકન ફિઝિશિયન અને ઇમ્યુનોલોજીસ્ટ એટલે કે પ્રરતીરક્ષાવિજ્ઞાની છે. એમની જન્મ 24 ડિસેમ્બર 1940માં થયો હતો. ડૉ એન્થની ફાઉચીએ વર્ષ 1984માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેકશિયસ ડીસીઝ (NIAID)ના નિર્દેશક તરીકે કાર્ય કર્યું છે. પછી જાન્યુઆરી 2020થી એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં 2019 -2020 કોરોના વાયરસ મહામારીને સંબોધિત કરનાર વ્હાઇટ હાઉસ કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય છે.

ડૉ એન્થની ફાઉચીના પિતા એક ફાર્માસિસ્ટ હતા ત્યાંથી જ ફાઉચીને દવાઓ પ્રત્યે રુચિ જાગી. ડૉ. એનથનીની ઉપલબ્ધીઓની વાત કરીએ તો અત્યાર સુધી એ ઘણા વૈજ્ઞાનિક અવલોકન કરી ચુક્યા છે જે માનવ પ્રતિરક્ષા પ્રતિક્રિયાના નિયમનની દિશામાં મોટું યોગદાન છે. એમને ભૂતકાળમાં ઘાતક બીમારીઓ જેવી કે પોલીઆર્થરાઈટીસ નોડોસા, પોલીઓનજાઇટીસની સાથે ગ્રેનુલોમેટોસીસ અને લીંફોમાટોઇડની સારવાર વિકસિત કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong