મોટાભાગના લોકો શિયાળામાં કરે છે આ 5 ભૂલો, જેના કારણે વાળ થઇ જાય છે બરછટ અને સાથે થવા લાગે છે હેર ફોલ

તમે અજાણતાં તમારા વાળ નબળા કરી રહ્યા છો, જાણો શું કામ શિયાળામાં વાળ નિર્જીવ બને છે… મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં વાળની શુષ્કતાથી પરેશાન રહે છે. પરંતુ વાળમાં વધુ શુષ્કતા હવામાનને કારણે થાય છે, આપણી કેટલીક ભૂલોને કારણે શુષ્કતા વધે છે. ભલે આપણાથી આ ભૂલો અજાણતાં થઈ જાય છે, પણ તે આપણા વાળને ઘણું નુકસાન પહોંચાડે છે. દિનપ્રતિદિન જીવન સાથે સંકળાયેલઈ ભૂલો આપણા વાળ સુકા અને નિર્જીવ બનાવે છે. જો આપણે આ ટેવો બદલીશું, તો આપણા વાળની શુષ્કતા દૂર થશે. તેમજ માથામાં ખંજવાળ અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર કરી શકાય છે.

વાળ પર પહેરતી ઉનની ટોપી

image source

– આપણામાંના મોટાભાગના લોકો શિયાળાથી બચવા માટે ઉનની ટોપી પહેરે છે, જે આપણને ઠંડીથી બચાવે છે પણ આપણા વાળને શુષ્ક બનાવે છે. કારણ કે ઉનના રેસા આપણા માથાની ત્વચામાંથી ભેજ શોષી લે છે. જેથી વાળમાં શુષ્કતા વધે છે. આ સમયમાં આપણે ઠંડીથી બચવું પણ જરૂરી છે અને વાળની શુષ્કતા પણ અટકાવવી જરૂરી છે. તો આ સમસ્યાનું સમાધાન એ છે કે માથા પર ઉનની ટોપી પહેરતા પહેલા, ટોપીની અંદર કોટનનો રૂમાલ મૂકો. પછી તેને તમારા માથા પર એવી રીતે રાખો કે વાળ પર પેહલા કોટનનો રૂમાલ આવે તેનાથી તમારા વાળમાં શુષ્કતાની સમસ્યા ઓછી થશે અને ખંજવાળ પણ નહીં આવે.

સુતરાઉ રજાઇમાં સૂવું

image source

હવે શિયાળો છે, તો રજાઇમાં તો સૂવું જ પડશે. પરંતુ સુતરાઉ તમારા વાળમાં શુષ્કતા વધારવાનું કામ પણ કરે છે. તેથી વાળ નિર્જીવ અને નબળા દેખાવા લાગે છે. તેથી રજાઇમાં સુતા પહેલા તમારા વાળને કોટનના દુપટ્ટા અથવા સ્ટોલથી બાંધી દો અને પછી સૂઈ જાઓ. જો આ કરવામાં કોઈ સમસ્યા આવી રહી છે, તો પેહલા કોટનની ચાદર લો અને તેના પર સુતરાઉ રજાઇ ઓઢીને સુઈ જવું. આ ઉપાય અપનાવવાથી તમે ઠંડીથી બચશો અને તેનાથી વાળમાં પણ ઝડપથી શુષ્કતા આવશે નહીં.

ગરમ પાણીથી વાળ ધોવા

image sourde

શિયાળાની ઋતુમાં સ્નાન અને વાળ ધોવા એ ખરેખર ખૂબ જ મુશ્કેલ કાર્યો છે. ખાસ કરીને જેમના વાળ લાંબા છે. તેથી, મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરતી વખતે ગરમ પાણીથી વાળ ધોવે છે. પરંતુ આ પાણી તમારા વાળને ઘણું નુકસાન પહોંચાડે છે. વાળ ધોવા માટે હંમેશા તાજા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. તેથી તમે ઠંડા પાણીમાં ગરમ ​​પાણી મિક્સ કરો અને તેને સામાન્ય તાપમાને લાવો અને પછી એ પાણી વાળ ધોવો. આનાથી તમારા વાળમાં ​​પ્રાકૃતિક ભેજ રહેશે અને વાળ ચમકશે.

વાળ ઘસવા

image source

વાળને ઝડપથી સુકાવા માટે શેમ્પૂ કર્યા પછી, મોટાભાગના લોકો તેને ટુવાલથી ઘસતા- ઘસતા સાફ કરે છે. પરંતુ આ કરવાથી, તમને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. આ એટલા માટે થાય છે કારણ કે પાણી અને શેમ્પૂને કારણે માથા પરની ચામડીની ત્વચા ખૂબ નરમ થઈ જાય છે. ત્યારબાદ જ્યારે ઝડપી વાળ ઘસવાથી વાળ તૂટી જાય છે. તેથી, શેમ્પૂ પછી તરત વાળને ક્યારેય ઘસીને સાફ ના કરવા જોઈએ. તેના બદલે, તમે તમારા માથા પર કોટનનો પાતળો ટુવાલ થોડા સમય માટે લપેટી શકો છો. ફક્ત 2 થી 3 મિનિટમાં, તે વાળના બધા જ પાણીને શોષી લેશે. પછી તમે કુદરતી રીતે સુકાવા માટે વાળ ખુલ્લા છોડી શકો છો.

વાળ ખૂબ ઓછા ધોવા

image source

મોટાભાગના લોકો શિયાળાને કારણે વાળ ક્યારેક જ ધોવે છે. ખાસ કરીને જેમના વાળ લાંબા છે. જો તમે પણ આવું કરો છો, તો આ ન કરો. કારણ કે આનાથી તમારા વાળ નબળા પડે છે. જો તમારે ઠંડીથી બચવું હોય તો બપોરે શેમ્પૂથી વાળ ધોઈ લો, જેથી તમને ઠંડી ના લાગે અથવા શેમ્પૂ પછી, ગરમ ચા અથવા કોફી પીવો. પરંતુ અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર શેમ્પૂ કરો. પણ, ભીના વાળથી ઠંડી હવામાં જવાનું ટાળો. આનાથી વાળમાં શુષ્કતા વધે છે અને વાળ બેજાન પણ બને છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત