જાણો હેર વોશ ગરમ પાણીથી કરવા જોઇએ કે ઠંડા પાણીથી..

વાળ ધોવા માટે ગરમ કે ઠંડુ કયું પાણી યોગ્ય છે ?

image source

વાળ એ કોઈ પણ વ્યક્તિના સૌંદર્યમાં વધારો ઘટાડો કરી શકે છે. તમારા વાળ ઘેરા, લાંબા અને સુંવાળા હોય તો તમારા સૌંદર્યમાં ચારચાંદ લાગી જાય છે પણ જો તમારા વાળ રુક્ષ હોય, ઝાંખા હોય અને આજકાલ ઘણા બધા પુરુષોની સાર્વત્રિક સમસ્યા થઈ ગઈ છે તેમ જો તમારા વાળ જ ના હોય તો તમે કલ્પના કરી શકો છો કે તમારા સૌંદર્યમાં કેટલો ફરક પડી શકે છે.

image source

ગરમ અને ઠંડુ પાણી તમારા વાળને નુકસાન પણ કરી શકે છે અને લાભ પણ પહોંચાડી શકે છે. ખાસ કરીને જ્યારે શિયાળાનો સમય હોય ત્યારે તો આપણને ઠંડા પાણીમાં આંગળી નાખતા પણ બીક લાગે તેવા સમયે ઠંડા પાણીએ માથુ ધોવાનો તો આપણે વિચાર પણ ન કરી શકીએ.

પણ તેમ છતાં આપણને આપણા વાળની ચિંતા હોવાથી આપણને એ પ્રશ્ન થાય છે કે શું આપણે ગરમ પાણીથી વાળ ધોઈ શકીએ ? શું પાણીનું ગરમ તાપમાન આપણા વાળની ગુણવત્તા માટે યોગ્ય છે. તો તમને જણાવી દઈએ કે પાણીનું તાપમાન ચોક્કસ તમારા વાળની ગુણવત્તા પર અસર કરે છે.

image source

આપણે આ બન્ને પ્રકારના પાણીનો સંતુલિત રીતે ઉપયોગ કરીને તેમાંથી લાભ મેળવી શકીએ છે, ચાલો જાણીએ કેવી રીતે.

ઠંડુ પાણી

ગરમ પાણી

ગરમ પાણીના લાભો

image source

– ગરમ પાણી વાપરવાથી તમારી વાળ નીચેની ચામડી એટલે કે ખોપરીની ચામડીમાંના છીદ્રો ખુલે છે અને તેમાંથી ગંદકી, પરસેવો તેમજ વધારાનું તેલ દૂર કરવામાં મદદ કરે છે. હુંફાળુ પાણી પણ તમારા વાળના ક્ટુટીકલ્સ ખુલ્લા કરે છે, તેમ થવાથી તેમાં મોઇશ્ચર પ્રવેશી શકે છે અને આ રીતે તે તમારા વાળને સુંવાળા અને શાઈની બનાવે છે.

ગરમ પાણી વાપરવાના નુકસાન

image source

– વાળ ધોવા માટે સતત ગરમ પાણી વાપરવાથી તમારા વાળનું જે કુદરતી તેલ અને મોઇશ્ચર છે તે દૂર થઈ જાય છે અને તેના કારણે તે શુષ્ક બની જાય છે.

– અને વાળમાં કુદરતી તેલનું પ્રમાણ ઘટવાથી તે તમારા વાળને રુક્ષ તેમજ ઓછા શાઇની દેખાડશે અને તે પાતળા પણ બનતા જશે.

– વધારામાં ગરમ પાણી તમારા વાળના મૂળિયાને પણ નબળા બનાવે છે. એટલે તમારા વાળ મૂળથી જ નબળા બની જાય છે, જે તમારા વાળના સ્વાસ્થ્ય માટે જરા પણ યોગ્ય નથી.

ક્યારે ક્યારે તમે ગરમ પાણી વાપરી શકો

image source

– સૌ પ્રથમ તો તમારે એ જાણી લેવું કે તમે ગરમ નહીં પણ હુંફાળુ પાણી વાપરી શકો છો. કારણ કે ગરમ પાણી તમારી ખોપરીની ચામડીને બાળી શકે છે.

– માત્ર હુંફાળા પાણીનો જ વપરાશ કરી શકાય છે.

ઠંડુ પાણી વાપરવાના લાભ

image source

– ઠંડુ પાણી તમારી વાળ નીચેની ચામડીના ખુલી ગયેલા છીદ્રોને બંધ કરે છે, અને આમ કરીને તે તમારા વાળના મોઇશ્ચરને સાંચવી રાખે છે અને માટે તમારા વાળ ફ્રીઝી પણ નથી થતા. ઠંડા પાણી સાથે વાળનું કન્ડીશનીંગ કરવાથી, તે શાઈની બને છે અને વાળનું ટેક્શ્ચર પણ સુધરે છે.

– ઠંડુ પાણી વાપરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. અને સાથે સાથે તમે જે પોષણયુક્ત ખોરાક આરોગો છો તેના પોષણને તે તમારા વાળ સુધી પહોંચાડવામાં મદદ કરે છે.

image source

– યોગ્ય બ્લડ સર્ક્યુલેશન તમારા શરીરમાંથી કચરો દૂર કરવામાં પણ મદદ કરે છે, અને તમને જણાવી દઈએ કે શરીરમાં ઝેરી તત્ત્વોનો ભરાવો તમારા વાળને પણ વધવા નથી દેતાં અથવા તો તેની વધવાની ગતિ ધીમી કરી મૂકે છે.

ઠંડા પાણી વાપરવાના ગેરફાયદા

– ઠંડુ પાણી વાપરવાથી તમરા વાળ ફ્લેટ થઈ જાય છે ખાસ કરીને તેવા લોકો જેના વાળ પાતળા અને કોમળ હોય છે. માત્ર આ જ કારણસર ઠંડુ પાણી યોગ્ય નથી. બાકી ઠંડુ પાણી તમારા વાળ માટે બિલકુલ યોગ્ય છે.

ઠંડા પાણીનો ઉપયોગ ક્યારે ક્યારે કરી શકાય ?

image source

આમ તો તમે સંપૂર્ણ વાળ ધોવાની પ્રક્રિયા ઠંડા પાણીથી કરી શકો છો પણ શિયાળામાં ઠંડી લાગતી હોવાથી હુંફાળા પાણીથી વાળ ધોયા બાદ જ્યારે તમે કન્ડીશ્નર લગાવો ત્યાર બાદ તમારે ઠંડા પાણીથી તે કન્ડીશ્નરને સાફ કરવું જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ