બરછટ વાળને એકદમ સિલ્કી કરવા આજથી જ કરો આ રીતે ચોખાના પાણીનો ઉપયોગ

ચોખાના પાણીની મદદથી વધારો વાળની ચમક

image source

ચોખાના પાણી એટલે કે ઓસામણને લોકો બેકાર સમજીને ફેંકી દે છે પરંતુ ચોખાનું પાણી આપણા વાળ માટે કોઈ રામબાણ ઈલાજથી ઓછો નથી. આનાથી માત્ર વાળ ઉતરતા ઓછા નહીં થાય પરંતુ વાળ જડમૂળથી મજબૂત થાય છે. ચાલો આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે ચોખાના પાણીનો ઉપયોગ કરીને લાંબા,ઘટ્ટ અને ચમકદાર વાળ કરીએ.

image source

ચોખાના પાણીની મદદથી મેળવો ચમકદાર,સિલ્કી અને મજબૂત વાળ…..

સ્ટેપ:1

image source

સૌથી પહેલા વાળની લંબાઈ પ્રમાણે ચોખા લો અને એને સરખી રીતે ધોઈ લો. હવે એક બાઉલમાં ચોખાને 24 કલાક માટે પલાળી રાખો.

સ્ટેપ:2

image source

હવે વાળને સારી રીતે શેમ્પૂ કરો ,એટલે એમાંથી તેલ અને ગંદકી બરાબર નીકળી જાય.

સ્ટેપ:3

image source

હવે સ્પ્રે બોટલમાં ચોખાનું પાણી નાખો અને એને વાળ પર છાંટો. તમે ઈચ્છો તો કોટનની મદદથી એને વાળના મૂળમાં લગાડો. આને લાગયા પછી હળવા હાથેથી મસાજ કરો. આને ઓછામાં ઓછું 1 કલાક સુધી એમ જ રહેવા દો.

સ્ટેપ:4

image source

પછી વાળને સારી રીતે શેમ્પુથી ધોઈ દો. પછી વાળમાં કંડિશનર કરવું ભૂલશો નહીં.

કેટલી વખત કરવો આનો ઉપયોગ?

image source

આને અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 વખત ઉપયોગ કરો. જો તમે વ્યસ્ત રહેતા હોય તો અઠવાડિયામાં 1-2 વખત જરૂરથી લગાવો.

કેમ ફાયદાકારક છે ચોખાનું પાણી?

image source

ચોખાના પાણીમાં એન્ટીઓક્સિડન્ટ , ફેરુલિક ઍસિડ, મીનરલ્સ, અને વિટામીન્સ પણ હોય છે, જેના કારણે માત્ર વાળનો ગ્રોથ જ નથી થતો પરંતુ વાળ તૂટતાં પણ ઓછા થાય છે. આનાથી વાળના મૂળને પણ પોષણ મળે છે અને સ્કાલ્પ પર પણ નરમાશ આવે છે. આનાથી વાળનો ગ્રોથ સારો થાય છે અને સાથે જ વાળ સિલ્કી, સ્મૂથ, મજબૂત અને ચમકદાર પણ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ