પહેલા ચકાસી લો વાળની પોરોસીટીને, અને પછી કરો તમારા હેરમાં નવા અખતરા

વાળ પર નવા ઉત્પાદન વાપરતા પહેલાં તમારે તમારા વાળની છિદ્રાળુતાને ચોક્કસ ધ્યાનમાં લેવી જોઈએ.

image source

વાળ પર કોઈ પણ નવું ઉત્પાદન કે નવી ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં વાળની પોરોસીટીને પણ ધ્યાનમાં લેવી જોઈએ.

તમને એટલી તો ખબર જ છે કે તમારા વાળના પ્રકાર પ્રમાણે તેના માટેના ઉત્પાદનો તેમજ તેની ટ્રીટમેન્ટ પસંદ કરવાની હોય છે જેથી તમે તેને ફ્રીઝ ફ્રી, વધારે શાઈની બનાવી શકો, પણ તમારા હેરસ્ટાઇલીસ્ટ તમને કહે છે કે બીજું એક પરિબળ પણ આ ટ્રીટમેન્ટ કે ઉત્પાદન પસંદ કરતા પહેલાં તમારે ધ્યાનમાં લેવું જોઈએ અને તે છે…

હેર પોરોસીટી એટલે કે વાળની છીદ્રાળુતા

image source

વાળની છીદ્રાળુતા એટલે કે હેર પોરોસીટી એટલે શું તે જાણવા માટે તમારે સૌ પ્રથમ તો તમારા વાળના સ્ટ્રક્ચરને સમજવું પડશે. તમારા 90% વાળ કેરાટીનના બનેલા હોય છે, જે એક પ્રકારનું ઇનસોલ્યુબલ હેલીકલ પ્રોટીન છે જે તમારા વાળને બહારના તત્ત્વોથી અભેદ્ય બનાવે છે આમ તે તમારા વાળનું રક્ષણ કરે છે.

આ ઉપરાંત વાળમાં ઘણા બધા પ્રકારના જરૂરી નોન એસેન્શિયલ એમીનો એસિડ પણ સમાયેલા હોય છે, જેમ કે પ્રોલાઇન, લ્યુસાઇન અને એગ્રીનાઇન. આ બધામાં સીસ્ટેઇન ડીસલ્ફાઇડ તમારા મોલેક્યુલ્સ વચ્ચે બનાવે છે, જે તમારા વાળને મજબૂતી પ્રદાન કરે છે.

image source

વાળના સ્ટ્રક્ચરમાં કેટલી નબળાઈ પણ રહેલી હોય છે જે હાઇડ્રોજન બોન્ડ્સથી બનેલી હોય છે. મેડુલા કરીને વાળનું સૌથી અંદરનું લેયર સંપૂર્ણ મુલાયમ હોય છે. કોર્ટેક્સ લેયર જાડું હોય છે, જેમાં લાંબી કેરાટીન સાંકળો રહેલી છે જેને મેક્રો અને માઇક્રોફાઇબ્રીલ્સ કહે છે જે વાળને તેની લવચીકતા આપે છે. અને વાળનું સૌથી બહારનું સ્તર કેરાટીનથી ભરેલું હોય છે. વાળના સ્ટ્રક્ચરનું સૌથી બહારનું લેયર તમારી પોરોસીટી નક્કી કરે છે.

image source

હેર પોરોસીટી એટલે કે વાળની છીદ્રાળુતા દર્શાવે છે કે તમારા વાળની મોઇશ્ચર શોષવાની તેમજ તેને સાંચવી રાખવાની ક્ષમતા કેટલી છે. પોરોસીટીની ત્રણ કેટેગરી છે, ઉચ્ચ, નોર્મલ અને નીમ્ન.

ઉચ્ચ છીદ્રાળુતા ધરાવતા વાળના ક્યુટીકલ લેયરમાં ગેપ હોય છે. માટે આવા વાળ શુષ્ક અને ઓછા લસ્ટરવાળા લાગે છે અને માટે તે દેખાવે ડલ હોય છે.

image source

ઓછી છીદ્રાળુતા ધરાવતા વાળમાં ક્યુટીકલ સેલ્સ વચ્ચે કોઈ જ ગેપ નથી હોતો, માટે તેના પર જે ઉત્પાદન લગાવવામાં આવે છે તે ઓછા પ્રમાણમાં વાળની અંદર શોષાય છે. આવા વાળ માટે તો પાણી શોષવું પણ મુશ્કેલ રહે છે. અને માટે આ પ્રકારના વાળને એર ડ્રાઈ કરવામાં પણ વધારે સમય જાય છે.

હવે નોર્મલ છીદ્રાળુતા ધરાવતા વાળની વાત કરીએ તો વાળના સૌથી ઉપરના સ્તરના ક્યુટીકલ સેલ્સ વધારે જોડાયેલા નથી હોતા કે વધારે પડતા છુટ્ટા હોતા. આવા વાળ દેખાવે હેલ્ધી અને લસ્ટ્રસ લાગે છે. અને આવા વાળને સ્ટાઇલ કરવા પણ સરળ રહે છે.

વાળની ઉચ્ચ અને નીમ્ન છીદ્રાળુતા પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે છે.

image source

વારંવાર વાળને કેમીકલ પ્રોડક્ટથી કે પછી ગરમી આપીને સ્ટાઇલ કરવાથી તેમજ અવારનવાર બ્લો-ડ્રાઈ કરીને વાળ ઓળવાથી, વાળને સ્ટ્રેઇટનીંગ, પર્મિંગ, કલરીંગ વિગેરે તેમજ પોલ્યુશનમાં વાળને સતત રહેવું પડે અને સૂર્યના પારજાંબલી કીરણોના એક્સપોઝરમાં વાળ સતત રહેતા હોય તો વાળના ક્યુટીકલ સેલ્સ વચ્ચેનું બોન્ડ નબળુ પડે છે અને આ રીતે તેમની વચ્ચેનો ગેપ વધે છે.

અને તેના કારણે વાળમાં મોઇશ્ચર લાંબો સમય નથી રહી શકતું, તેમ તેની અસર વાળના લસ્ટર અને તેની મજબુતી પર પણ થાય છે.

image source

તમારા વાળની પોરોસીટી તપાસવા માટે તમારે તમારા વાળ જ્યારે કોઈ પણ પ્રોડક્ટ વગરના હોય તે વખતે તેમાં તમારા હાથની આંગળીઓને તમારા વાળમાં ફેરવવી. જો તેને અડતા તે સ્મુધ લાગે તો સમજવું કે તેની પોરોસીટી નીચી એટલે કે લો છે.

આવી જ રીતે જો તમને તમારા વાળ દેખાવે ડ્રાય, ફ્રીઝી અને શુષ્ક તેમજ રફ લાગે તો સમજવું કે તેની પોરોસીટી ઉચ્ચ છે. આવા વાળને તમે હેલ્ધી ઇનગ્રેડીયન્ટ, નિયમિત ડીપ કન્ડીશનીંગ, મોઇશ્ચરાઇઝીંગ અને વાળને ગરમીથી બચાવી રાખશો તો તમારા વાળની પોરોસીટી નોર્મલ થઈ જશે.

ઉચ્ચ છીદ્રાળુતા ધાવતા વાળ માટે તમારે કેવા પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ.

image source

જો તમારા વાળ ઉચ્ચ છીદ્રાળુતા ધરાવતા હોય અને રફ હોય તો તમારે તેને ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઈએ કારણ કે તેનાથી તમારા ક્યુટીકલ સેલ્સ વચ્ચેનો ગેપ વધી જશે. જે તમારા વાળને વધારે ડ્રાય અને રફ બનાવશે.

આવા વાળ માટે તમારે હુંફાળુ અથવા થો ઠંડુ પાણી વાપરવું જોઈએ. તેમજ જ તમારે તેલ આધારીત હેર પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને તેને પૂરતા પ્રમાણમાં મોઇશ્ચરમળી રહે અને તે તમારા વાળમાં જ અકબંદ રહી શકે.

image source

તમારા વાળને સ્વસ્થ રાખવા માટે તમારા શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત તમારે ડીપ કન્ડીશનીંગ પ્રોડક્ટ્સ તેમજ ટ્રીટમેન્ટ જેમ કે હાઇડ્રેશન માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. આ પ્રકારના વાળ માટે તમે એપલ સિડર વિનેગર અને એલોવેરાના મિશ્રણનો ઉપયોપ પણ કરી શકો છો. તે તમારા વાળને કન્ડીશન કરશે.

image source

આ પ્રકારના વાળ ધરાવતી વ્યક્તિએ વાળને વારંવાર કલર ન કરાવવા જોઈએ કે પછી હીટ સ્ટાઇલીંગ ટુલ્સનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. અને તેમ છતાં તમારે કોઈ હીટીંગ ટુલનો ઉપયોગ કરવો હોય તો તે પહેલાં તમારે હીટપ્રોટેક્ટન્ટ પ્રોડક્ટનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ.

નીમ્ન છીદ્રાળુતા ધરાવતા વાળ માટે તમારે કેવા ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ.

image source

ઓછી છીદ્રાળુતા ધરાવતા વાળ માટે તેવા પ્રકારનું શેમ્પુ વાપવું જોઈએ જે વાળમાં પોતાના અવશેષો ન છોડે. જે પ્રોડક્ટમાં મધ અથવા ગ્લીસરીન હોય તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે તે તમારા વાળના ક્યુટીકલ્સની અંદર સરળતાથી પહોંચી શકશે.

આ પ્રકારના વાળમાં ઉત્પાદન ત્યારે લગાવવું જ્યારે તે ભીના હોય. ગરમી આવા વાળના ક્યુટીકલ્સને ઉંચકીને તેમાં ઓઇલ તેમજ મોઇશ્ચર પ્રવેશવા દેવામાં મદદ કરે છે. માટે તમારા લો પોરોસીટી ધરાવતા વાળને તમારે ઠંડા નહીં પણ હુંફાળા પાણીથી ધોવા જોઈએ.

image source

કંડીશનીંગ કર્યા બાદ, તમારા વાળને ઠંડા પાણીથી ધોવાનું રાખો જેથી કરીને ખુલેલા ક્યુટીકલ્સ સીલ થઈ જાય અને મોઇશ્ચર વાળની અંદર જ લોક થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ