જલ્સા કરોને જેંતીલાલ

આ હેર ડાયટ ફોલો કરો તમે પણ, વધી જશે વાળની સુંદરતા

શું તમારા વાળ ખરેખર યોગ્ય રીતે વધી રહ્યા છે ?

આજકાલ તમે જાહેરાતોમાં જુવો કે પછી સોશિયલ મિડિયા પર જુઓ બધે જ હંમેશા યંગ એટલે કે યુવાન રહેવાના નુસખા તેમજ કોસ્મેટીક્સનું જાણે મોજું ફરી વળ્યું છે. આપણી ચાલીસી તેમજ પચાસની ઉંમરે વટી ગયેલી હીરોઈનો પણ જાણે હજુ ત્રીસીમાં હોય તેવું લાગી રહ્યું છે. હવે તેની પાછળ ખરેખર તેમની બ્યુટી કેર અને લાઈફસ્ટાઈલ જવાબદાર છે કે પછી મેકઅપની કરામત તે તો આપણે નથી જાણતા. પણ જો તમને માત્ર તમારી ત્વચાની જ ચિંતા થઈ રહી હોય તો તમને જણાવી દઈએ કે તમારા વાળ પર પણ તમારી ઉંમરની અસર થતી જ હોય છે.

image source

તમને જણાવી દઈએ કે ઉંમર વધતાં તમારા વાળનો ગ્રોથ ઘટતો જાય છે તે આછા થતા જાય છે. અને સાથે સાથે તે ધોળા પણ થવા લાગે છે. આ પ્રક્રિયા સામાન્ય છે પણ તે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોઈ શકે છે. આ ઉપરાંત વ્યક્તિની સ્વાસ્થ્ય સ્થિતિ પણ તેના માટે જવાબદાર હોય છે જેમ કે થાયરોઈડ, ડાયાબીટીસ કે PCOS જેવી કોઈ બીમારી હોય તો તેની અસર વાળ પર સામાન્ય કરતાં વધારે જોવા મળે છે.

જેમ જેમ શરીરના હોર્મોન્સ બદલાય છે તેમ તેમ વાળ ખરવા લાગે છે અને ફરી પાછા વધવા લાગે છે. શું તમે આ સ્થિતિને સંભાળી શકો છો ખરા? તો તમને જણાવી દઈએ કે તમે તમારા વાળને થતું નુકસાન ચોક્કસ અટકાવી શકો છો.

ટ્રીકોલોજીસ્ટની મુલાકાત લો

image source

જેવું તમને એમ લાગે કે ઉંમર કરતાં વહેલાં તમારા વાળ પાતળા થવા લાગ્યા છે તમારે હેર એક્સપર્ટને મળવું જોઈએ. જેને ટ્રીકોલોજીસ્ટ કહેવાય છે જે વાળ તેમજ વાળની નીચેની ચામડી એટલે કે ખોપરીનો અભ્યાસ કરે છે. તે તમારા ખરતા વાળ પાછળના કારણ સમજી શકે છે અને તેને કેવી રીતે ફરી ઉગતા કરવા તે વિષે પણ તમને સલાહ આપી શકે છે.

આ પ્રકારના નિષ્ણાતો એનેમિયા, આયર્નની કમી, ઓટોઇમ્યુનના રોગ તેમજ કોઈ દવાઓની અન્ય સાઇડ ઇફેક્ટ્સની વાળ પર થતી અસરને શોધી લે છે.

વાળ માટે યોગ્ય ડાયેટ

જો તમે તમારા વાળની ગુણવત્તાને સુધારવા માગતા હોવ અને ખરતા વાળને અટકાવવા માગતા હોવ તો બાયોટીન તો તમારા માટે જરૂરી છે જ પણ તેની સાથે સાથે જ –

image source

– તમારે વાળને પોષણ મળે તેવો સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ. વાળને ખરતા અટકાવવા માટે સપ્લીમેન્ટ્સ લેવા પડે છે જેમાં કોપર, પેપ્ટાઇડ્સ, ઝીંક, કેલ્શિયમ પેન્ટેથેનેટ અને ખનીજતત્ત્વો રહેલા હોય. આ ઉપરાંત તમારે તમારા ખોરાકમા વિવિધ પ્રકારની દાળો, યિસ્ટ અને એવોકાડો તેમજ સુકામેવાનો પણ સમાવેશ કરવો જોઈએ.

– જો તમે નોન વેજીટેરિયન હોવ તો તમારે તમારા ખોરાકમાં ફીશનો પણ સમાવેશ કરવો જોઈએ. જો ક્યારેક કોઈ બીમારીઓ જેમ કે મેલેરીયા, ડેંગ્યુ થયા હોય તો તેવા સમયે તમે મલ્ટી વિટામીન્સ લઈને તમારા હેરલોસને રીવર્સ કરી શકો છો.

– આ ઉપરાંત તમારે તમારા વાળ માટે યોગ્ય શેમ્પુની પસંદગી કરવી જોઈએ. તેના માટે તમે નિષ્ણાતની સલાહ પણ લઈ શકો છો. જેથી કરીને તમે તમારા વાળ માટે ખોટા શેમ્પુની પસંદગી કરીને તેને ઓર વધારે નુકાસન ન પહોંચાડો.

image source

– વાળ માટે ઉત્તમ ખોરાક જો કોઈ હોય તો તે છે, ઇંડા, ચીકન, નટ્સ, કોળાના બીજ, પાલક અને વિવિધ દાળો.

વ્યાયામ અને પ્રોટીન

વ્યાયામ તમારા શરીરમાં લોહીના ભ્રમણને વધારવામાં મદદ કરે છે અને તેના કારણે લોહી તમારી ખોપરી સુધી પહોંચે છે જે તમારા વાળને પોષણ આપે છે અને તેનો ગ્રોથ વધારે છે. પણ જો તમે વધારે પડતી પરિશ્રમવાળી એક્સરસાઇઝ કરશો જેમ કે પુશઅપ્સ, સીટઅપ્સ, ચીન-અપ્સ, સ્ક્વોટ, લંજીસ વિગેરે તો તે તમારા શરીરમાંના ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારશે જે તમારા હેરલોસને પણ વધારી શકે છે.

પણ તમારે તમારા ખોરાકમાં ઉચ્ચ પ્રોટીન ધરાવતા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જો કે તેનો પણ અતિરેક થઈ જાય તો તે ઉલટી અસર કરી શકે છે.

image source

તમારા માથાને હંમેશા સૂર્યના કીરણોથી, હવામાંના પ્રદૂષણ તેમજ ગંદકીથી દૂર રાખો. તેના માટે તમે ટોપી પહેરી શકો છો છતરી ઓઢી શકો છો અને આજે જેમ બધી જ યુવતિઓ દુપટ્ટા ઓઢે છે તે પણ ઓઢી શકો છો.

વાળને શેમ્પુ કર્યા બાદ કન્ડીશનીંગ તો કરવું જ જોઈએ. આ ઉપરાંત તમારે તમારા વાળ પર ગરમીનો બને તેટલો ઓછો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને હીટ સ્ટાઇલીંગ ટૂલ્સનો. આવા ટૂલ્સનો ઉપયોગ ખાસ પ્રસંગો પર જ કરો.

હેર ટ્રીટમેન્ટ

– તમારાવાળ જો પાતળા થઈ રહ્યા હોવ તો તેની સ્પા ટ્રીટમેન્ટ કરાવો તેમા તમે પ્રોટીન માસ્કનો ઉપયોગ કરી શકો છો.

image source

વાળનો પ્રકાર જાણીને તેને સ્ટાઇલ કરો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version