વાળમાં તેલ નાખતી વખતે તમારી આ ભૂલો વાળને કરી નાખે છે ખરાબ, જાણો શું હેર ઓઇલ કરતી વખતે શું રાખશો ખાસ ધ્યાન

વાળના ગ્રોથ માટે તમારે કેટલીક મૂળ વાતોનું પાલન કરવાની જરૂર છે. ઓઇલિંગ વાળની દેખભાળ કરવા માટે દિનચર્યાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. વાળમાં તેલ લગાવવાથી વાળને મજબૂતી મળે છે. તેના વિકાસ માટે, તમારા વાળ અને માથાને યોગ્ય પોષણની જરૂર હોય છે. તેલ લગાવવાથી તમારા વાળને પોષણ મળી શકે છે. કેટલાય તેલ છે જેને પોતાના વાળના વિકાસ માટે યોગ્ય માનવામાં આવે છે. વાળના વિકાસ માટે તેલના મિશ્રણ વિશે જણાવવામાં આવે છે. વાળને તૂટતા, ખરતા બચાવવા અને યોગ્ય પરિણામ માટે નિયમિત અંતરાલ પર પોતાના વાળ પર રેલ લગાવવાની સલાહ આપવામાં આવે છે. જો તમે પણ વાળના વિકાસ માટે તેલ લગાઓ છો તો અહીં કેટલાક એવા ઉપાય છે, જેનું તમારે પાલન કરવું જોઇએ.વાળની માવજત માટે તેનું જતન કરવું ખૂબ જરૂરી છે. વાળ લાંબા કરવા માટે, તેનો ગ્રોથ વધારવા માટે વાળની દેખભાળ ખૂબ જરૂરી છે.

image source

તે માટે મોટેભાગે આપણને મમ્મી કે દાદી તરફથી એક જ સલાહ મળતી હોય છે કે વાળમાં તેલ નાખવું જોઇએ. વાળમાં તેલ નાખવાથી વાળની ક્વોલીટી સુધરે છે તેમજ તેને જોઇતું મોઈશ્ચર પણ મળી જાય છે. વાળમાં તેલ નાખવું ખૂબ જરૂરી છે તે વાત સાચી પરંતુ તેલ નાખતી વખતે થોડું ધ્યાન પણ રાખવું જોઇએ. તેલ નાખતી વખતે જો અમુક ભૂલ થાય તો વાળ ડેમેજ થઇ શકે છે. તેથી વાળમાં તેલ નાખતી વખતે શું શું ધ્યાન રાખવું જોઇએ તે વિશે આજે આપણે વાત કરીએ

તેલને વધારે ગરમ ન કરવું

image source

તેલને હુંફાળુ કરીને માથામાં માલીશ કરવામા આવે તો તે ખૂબ જલદી વાળના મૂળ સુધી પહોંચી જાય છે. અને વાળને પોષણ મળે છે, પણ તેલ વધારે પડતું ગરમ ન થઇ જાય કેમ કે તેલ જો વધારે ગરમ થઇ જશે તો તેની અંદર રહેલાં પોષક તત્વો નાશ પામે છે. તેથી તે વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું.

જોરથી માલીશ ન કરવું

તેલને વાળના મૂળ સુધી પહોંચાડવા માટે વાળમાં સરખું માલીશ કરવું જરૂરી છે. પણ માલીશ હળવે હાથે કરવું વધારે પડતું જોર આપીને માલીશ કરવાથી વાળ તૂટી જાય છે તેમજ વાળના મૂળને પણ નુક્સાન પહોંચે છે. તેથી હળવા હાથે આંગળીના ટેરવાને માથામા ગોળાકારમાં ફેરવી માલીશ કરવું.

તેલ હંમેશા ગૂંચ કાઢીને જ લગાવવુ

image source

તેલ માલીશ કરતાં પહેલાં વાળને સરખા ઓળી લેવા. વાળને ઓળ્યા વગર તેલ નાખશો તો વાળ વધારે ગૂંચવાઇ જશે અને વધારે ગૂંચવાતા તે વધારે તૂટશે.

વાળના મૂળમાં તેલ લગાવવું

ઘણી સ્ત્રીઓ માત્ર વાળની લંબાઇમાં જ તેલ લગાવે છે. આ રીતે ખોટી છે. વાળને પોષણ આપવા માટે હંમેશા તેલને વાળના મૂળમાં લગાવવું જોઇએ. જો તેલને વાળના મૂળમાં લગાવશો તો જ વાળને જરૂરી પોષણ મળશે. અલબત્ત વાળની લંબાઇમાં પણ થોડું તેલ લગાવવુ જેથી ડ્રાયનેસ ઓછી થાય પણ મૂળમાં તેલ લગાવવુ ખૂબ જરૂરી છે.

વાળને ટાઇટ ન બાંધવા

લગભગ દરેક મહીલાને વાળમાં તેલ નાખ્યાં બાદ તેને ખૂબ ટાઇટ બાંધી લેવાની ટેવ હોય છે, આ ખોટી ટેવ છે. વાળ ટાઇટ બાંધતા તેના મૂળ ડેમેજ થાય અને તે નબળા પડી જાય છે. તેથી વાળને ટાઇટ ન બાંધવા જોઇએ.

વાળના ગ્રોથ માટે તેલનો ઉપયોગ કેવી રીતે કરશો?

image source

વાળમાં તેલ લગાવતી સમયે શું કરશો?

 તમારા વાળને જ નહીં, તમારા સ્કૈલ્પને પણ પોષણની જરૂર હોય છે.

 વાળ પર તેલ લગાવતી વખતે, પહેલા પોતાની ખોપડી પર તેલની સારી રીતે માલિશ કરો.

 ત્યારબાદ વાળના મૂળથી લઇને છેડા સુધી લગાઓ.

 વાળમાં નિયમિત રીતે તેલ લગાઓ.

 વાળના ગ્રોથ માટે તેલ લગાવવાનું ન છોડશો.

 વાળના તેલને નિયમિત રીતે લગાવવા માટે એક દિનચર્યાનું પાલન કરો.

 સારા પોષણ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર ચોક્કસપણે લગાઓ. વાળમાં તેલ લગાવતી વખતે શું ન કરવું?

 પોતાના વાળમાં વધુ સમય સુધી તેલ ન રાખો.

 વાળમાં તેલ લગાવવાના 3-4 કલાક પછીથી લઇને 10-12 કલાક સુધી પોતાના વાળને ધોઇ શકો છો.

 વાળમાં તેલ લગાવ્યા બાદ કોઇ પણ અન્ય પ્રોડક્ટનો ઉપયોગ ન કરશો.

image source

 જેથી તમારા વાળ તેલને યોગ્ય રીતે શોષી લે.

 તેલ લગાવ્યાના ઠીક બાદ પોતાના વાળમાં કાંસકો ન ફેરવશો.

 ખૂબ જ વધારે તેલ ન લગાવશો.

વાળને ખરતાં અટકાવવાનો ઉપાય

image source

વાળના વિકાસ માટે ઘરેલૂ નુસ્ખા અજમાવો જેવા કે કરી પત્તા, મેથીના બીજ, નારિયેળનું તેલ, એલોવેરા જેલ. જ્યારે વાળ ભીના હોય ત્યારે તે સમયે વાળ તૂટવાનું જોખમ વધારે હોય છે એટલા માટે હેરવૉશ કર્યા બાદ તરત જ તેને ઓળશો નહીં. વાળની સ્ટાઇલિંગ માટે ડ્રાયર વગેરેનો ઉપયોગ ન કરશો. આ તમારા વાળને નુકશાન પહોંચાડી શકે છે અને વાળના ખરવાનું કારણ બની શકે છે. યોગ્ય પોષણ, ચમકદાર અને સિલ્કી વાળ માટે કન્ડીશનરનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ