પહેલા જાણી લો તમારી હેર સાઇકલ કેવી રીતે કરે છે કામ, અને પછી રાખો વાળનુ ખાસ ધ્યાન

તમારા ખરતા વાળ માટે તમારી માનસિક તાણ, તમારો આહાર અને વારંવાર લેવાતી પેઈનકીલર જવાબદાર હોઈ શકે છે.

image source

ખરતા વાળની સમસ્યા માત્ર આપણા દેશ પુરતી જ મર્યાદીત નથી પણ તે વૈશ્વિક છે. જ્યારે જ્યારે આપણે વાળ ઓળીએ અને કાંસકામાં ઢગલા બંધ વાળ ભરાઈ જાય અને વાળ ધોયા બાદ ગટરના ઢાંકણા પર ઢગલા બંધ ઉતરેલા વાળની લટો જોવા મળે ત્યારે આપણું હૃદય બેસી જતું હોય છે. આપણે ઘણા બધા ઉપાયો અજમાવ્યા બાદ છેવટે આ સ્થિતિથી હાર માની લઈએ છે અને તેનો સ્વિકાર કરી લઈએ છે.

તમારી હેર સાઇકલ આ રીતે કામ કરે છે

image source

મનુષ્યના વાળ ત્રણ સ્ટેજમાંથી પસાર થાય છે એનેજન, કેટેજન અને ટોલેજન. એનેજન ફેઝ બેથી ચાર વર્ષ ચાલે છે, આ સ્ટેજમા તમારા વાળનો વિકાસ થાય છે. ત્યાર બાદ આવે છે ટ્રાન્ઝિશનલ પિરિયડ જેને કેટેજન કહે છે અહીં તમારા વાળમાં કોઈ જ ફેરફાર નથી થતો. કેટેજન બાદ આવે છે ટેલોજન ફેઝ અહીં તમારા વાળ ઉતરે છે. તમને જણાવી દઈએ કે દરેક વ્યક્તિ દીવસ દરમિયાન 100 વાળ ખોઈ બેસે છે. જે એક સાવજ સામાન્ય બાબત છે.

યુવાન ઉંમરે વાળ ઉતરવા પાછળના કારણો

અપુરતું પોષણઃ

કેટલાક કિસ્સાઓમાં શરીરને યોગ્ય પોષણ નહીં મળવાથી પણ વધારે પડતાં વાળ ખરવા લાગે છે. જે લોકોનું ખુબ જ ઓછો ખોરાક આરોગતા હોય તેમજ જે સ્ત્રીઓને માસિક ખૂબ આવતું હોય તેમનામાં પ્રેટીન, તેમજ આયર્ન અને ઝિંક જેવા ખનીજ અને વિટામીન બી7ની ઉણપ રહે છે અને માટે તેમના વાળ અસામાન્ય રીતે ખરે છે.

આનુવંશિકતાઃ

image source

ઉંમર સાથે વાળ ઉતરવા એ સામાન્ય છે, પણ તમારી વીસી અને ત્રીસીમાં તમે વધારે પડતા વાળ ગુમાવા લાગો તો તે તમારી આનુવંશિક – પેટર્ન દર્શાવે છે. જે તમને વારસામાં મળી હોય. પુરુષોમાં આ સ્થિતિને મેલ પેટર્ન બાલ્ડનેસ કરે છે, અને સ્ત્રીઓમાં સામાન્ય રીતે તે અસામાન્ય હેરફોલ મેનોપોઝ બાદ જોવા મળે છે.

ટેલોજન ફ્લુવિયમઃ

image source

ઉપર જણાવ્યું તેમ વાળ ત્રણ ફેઝમાંથી પસાર થાય છે. એનેજન ફેઝમાં બેથી ચાર વર્ષ તમારા વાળ ઉગે છે, ત્યાર બાદ ટેલોજન ફેઝમાં તે વિકાસ અટકી જાય છે જે સામાન્ય રીતે બેથી ચાર મહિના હોય છે અને ત્યાર બાદ વાળ ઉતરે છે અને ત્યાર બાદ તેની જગ્યાએ નવા વાળ આવે છે. પણ શરીરમાં આવેલા કેટલાક તફાવત કે કોઈ બીમારીના કારણે ટેલોજન ફેઝ બાદ વાળ ઉગવાની જગ્યાએ તે સીધા જ રેસ્ટીંગ સ્ટેટમાં પહોંચી જાય છે. જેના કારણે વાળ વધતા નથી કે નવા વાળ આવતા નથી.

image source

આ સ્થિતિ માટે નીચેના કારણો જવાબદાર હોઈ શકે છે

– ગંભીર માનસિક તાણ

– લાંબા સમયનો તાવ

– મોટી સર્જરી

– થાયરોઇડની બીમારી

image source

– અપોષણયુક્ત ખોરાક, જેનાથી વજનમાં ધરખમ ઘટાડો થયો હોય

– ટ્રોમાના કારણે લોહીમાં ઘટાડો થવો

– કોઈ ગંભીર ઇન્ફેક્શન

બીમારીઃ

image source

કેટલાક પ્રકારની તબીબી સ્થિતિ સિસ્ટેમેટિક લુપસ ઇરેથેમેટોસસ જે એક પ્રકારનો ઓટોઇમ્યુન રોગ છે, સિફિલીસ ( સેક્શ્યુઅલી ટ્રાન્સમીટેડ રોગ), હાઇપોથાઈરોડીઝમ અને સેક્સ હોર્મોન્સમાં ઉભો થયેલો અસામાન્ય તફાવત. આવા સંજોગોમાં પણ જુવાનીમાં વાળ ખરવા લાગે છે.

કેટલીક માનસિક બીમારીમાં વ્યક્તિને સતત પોતાના વાળને ખેંચવાની તેમજ તેને વારંવાર વાળવાની ટેવ હોય છે જે વાળને નબળા પાડી શકે છે અને તેના કારણે પણ તેમના માથામાં ટાલ પડેલી જોવા મળે છે.

ખોપરીની કોઈ બીમારીઃ

image source

કેટલીક બીમારીઓ તમારા વાળ નીચેની ચામડી એટલે કે તમારી ખોપરીને અસર કરે છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે

– એલોપેશિયા એરિયાટાઃ આ એક ઓટોઇમ્યુન રોગ છે જેમાં વાળ ઉતરે છે અને તેના કારણે માથામા ટાલ પડે છે. તેના લક્ષણો નાનપણથી જ દેખાવા લાગે છે. તેમાં વાળ ખરે છે અને નખમાં દુખાવો પણ થાય છે.

– ટીનીયા કેપીટીસઃ એક પ્રકારનું ફુગનું ઇન્ફેક્સન છે જે તમારી ખોપરીમાં ટાલ પાડી દે છે. અને તમારી ખોપરીને શુષ્ક અને પોપડાવાળી બનાવી દે છે.

image source

– ટ્રોમેટિક એલોપેશિયાઃ જો તમને વાળ ટાઈટ બાંધવાની ટેવ હોય તો તમારા વાળ ખરી શકે છે. આ પ્રકારની બીમારી તેવા લોકોમાં જોવા મળે છે જેઓ અવારનવાર વિવિધ હેરસ્ટાઇલનો ઉપયોગ કરતા હોય છે. અથવા તો જેઓ પોતાના વાળ પર વધારે પડતી હીટ વાપરતા હોય તેને વાળતા હોય અથવા તો સ્ટ્રોંગ કેમિકલથી વાળને નુકસાન પહોંચવાથી પણ આ બીમારી થઈ શકે છે.

દવાઓઃ

image source

કેટલીકે દવાઓના ઉપોયગથી પણ લોકોના વાળમાં ઘટાડો થઈ શકે છે અને તેમના વાળ સામાન્ય કરતાં વધારે પ્રમાણમાં ઉતરે છે. આ દવાઓમાં એન્ટીહાઇપરટેન્સિવ સમાયેલું હોય છે જે બેટા બ્લોકર અને કેલ્શિયમની ચેનલોને બ્લોક કરી દે છે. આવી દવાનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરને અંકુશમાં લાવવા માટે કરવામાં આવે છે.

કેટલીક પેઈન કીલર જેમ કે આઈબ્રુફેન તેમજ બર્થ કંટ્રોલ માટેની ગોળીઓ પણ તમારા વાળના ખરવા પાછળ જવાબદાર હોઈ શકે છે.

image source

હવે તમે નાની ઉંમરે અસામાન્ય રીતે વાળ ખરવાના કારણો વિષે જાણી લીધું છે. ગયા વર્ષે આવેલી બન્ને બોલીવૂડ ફિલ્મ ઉજડા ચમન અને બાલા વાળની આ સમસ્યા પર જ આધારીત હતી. માટે આ એક સર્વસામાન્ય સમસ્યા છે તેનાથી વધારે ચિંતિત ન થવું પણ તેના સ્વસ્થ ઉપાયો શોધવા. તમારા શરીરને પૂર્ણ પોષણ આપવું. થોડું ધ્યાન રાખવાથી તમે તે સમસ્યામાંથી છૂટકારો મેળવી લેશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ