વાળ ખરવા પાછળ છે આ અનેક ગંભીર કારણો જવાબદાર, જાણી લો જલદી તમે પણ

તમારા વાળ ખરવા પાછળ આ કારણો જવાબદાર હોઈ શકે છે

આ કારણોસર તમારા વાળ વધારે ખરે છે – કેટલાક છે ગંભીર

સામાન્ય રીતે બધાના વાળ ખરતા જ હોય છે. પણ જ્યારે વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે તમને ગંભીર બાબતો તરફ ઇશારો કરે છે જે સંકેતોને તમે સમજી નથી શકતા. વાળ ખરવાની સમસ્યાને આપણે સામાન્ય રીતે આપણા સૌંદર્ય સાથે જોડતા હોઈએ છે કે વાળ ખરવાથી વાળ પાતળા થઈ જશે અને તમારો દેખાવ બગડી જશે.

image source

અને ત્યાર બાદ તમે તેના માટે વિવિધ પ્રકારના ઉપાયો શરૂ કરી દો છો. બજારમાં મળતી લગભગ દરેક પ્રોડક્ટ તમે ફેંદી વળો છો. ક્યાંકથી આયુર્વેદીક જડીબુટ્ટીઓ પણ લઈ આવો છો તો વળી છેલ્લે કંટાળીને તમે ઘરેલુ ઉપાય પણ કરવા લાગો છો. પણ આ બધું કરતાં પહેલાં તમારે તમારા વાળ ખરવા પાછળનું કારણ શોધવું જોઈએ.જે વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે.

બ્લડ પ્રેશરના કારણે પણ વાળ ખરવા લાગે છે

image source

જે લોકોનું બ્લડ પ્રેશર અસંતુલિત હોય એટલે કે અનિયમિત હોય તેમનામાં વાળ ખરવાની સમસ્યા ખાસ જોવા મળે છે. કારણ કે બ્લડ પ્રેશર અનિયમિત થવાથી લોહીમાં સોડિયમનું પ્રમાણ વધી જાય છે જેનો ફ્લો શરીરમાં યોગ્ય રીતે નથી થઈ શકતો અને આમ વાળ ઝડપથી ખરવા લાગે છે.

ઇટિંગ ડિસઓર્ડર એટલે કે અપૌષ્ટિક ખોરાકની સમસ્યા પણ વાળ ખરવા માટે જવાબદાર હોઈ શકે છે

image source

આજકાલ ઇટિંગ ડિસઓર્ડર એટલે કે અપૌષ્ટિક ખોરાક એ ઘણી સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. લોકો પોતાના ખોરાક પર ઘણું ઓછું ધ્યાન આપે છે તેઓ પોતાની ભૂખને તો ધ્યાનમાં લે જ છે પણ શરીરની સ્વસ્થતાને ધ્યાનમાં નથી રાખતા. અપૌષ્ટિક ખોરાક ખાઈને તેઓ માત્ર પેટ જ ભરે છે અને શરીરને પોષણ પુરુ નથી પાડતા અને તેના કારણે પણ વાળને પુરતું પોષણ નહીં મળતા વાળ ખરવાની સમસ્યા ઉભી થાય છે.

અવસાદ – ડીપ્રેશનથી વાળ ખરવા લાગે છે

image source

જો તમે સતત નિરાશા, ચિંતા કે માનસિક તાણમાં કે પછી અવસાદમાં રહેતા હોવ તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર થાય છે અને આ જ અસરોમાંની એક છે વાળ ઉતરવાની પ્રક્રિયા. કારણ કે તમે ડીપ્રેશનમાં હોવ છો ત્યારે તમારા શરીરમાં હોર્મોન્સ ઉત્પન્ન નથી થઈ શકતા અને તમારું પાચનતંત્ર પર તેની માઠી અસર થાય છે. માટે વાળ ખરતા અટકાવવા માટે તમારે તમારી ચિંતાનું કારણ શોધીને તેને ઘટાડવી જોઈએ અને પ્રસન્નચિત રહેવું.

કેન્સરની બિમારીમાં પણ વાળ ખરે છે

image source

કેન્સરનો રોગ થવાથી પણ તેની અસર તમારા વાળ પર થાય છે અને ઝડપથી તમારા વાળ ખરવા લાગે છે. કેન્સરના રોગનું આ એક સામાન્ય લક્ષણ છે. વાળ ઝડપથી ખરવાની સમસ્યા સાથે કેન્સર જેવા જીવલેણ રોગની સમસ્યા પણ હોઈ શકે છે.

થાયરોઇડમાં પણ વાળ ખરવાની સમસ્યા રહે છે

image source

થાયરોઇડ પણ વાળ ખરવા માટે જવાબદાર હોઈ શકે છે. થાયરોઇડની યોગ્ય સારવાર તમારા વાળ ખરવાની સમસ્યાને પણ દૂર કરી શકે છે અને તે સારવાર તમને નવા વાળ ઉગાડવામાં પણ મદદ કરે છે. માટે તમારે આ બન્ને સમસ્યાને દૂર કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ