તમને જાણીને નવાઈ લાગશે પણ હેર ડાયના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે. વાંચો બીજી બીમારીઓ વિષે..

આજકાલ હેર કલર કરાવો એક સામાન્ય બાબત થઈ ગઈ છે. કેટલાંક લોકો સફેદ વાળને કાળા કરવા માટે હેર ડાઈનો ઉપયોગ કરતા હોય છે. તો કેટલાં લોકો સ્ટાઈલિશદેખાવા માટે વાળને અલગ અલગ કલર કરાવતા હોય છે. વાળને કલર કરાવાથી વ્યક્તિ સુંદર દેખાય છે. પરંતુ તે વાત બહુ ઓછા લોકોને ખબર હશે કે કેમિકલ યુક્ત કલર કરાવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ થાય છે. આજે અમે તમને જણાવીશું કે હેર કલર કરવાથી થતી બીમારી વિશે.

  1. એલર્જી રિએક્શન 

કેટલાંક લોકોને વાળ પર કલર કરાવ્યા પછી ખંજવાળ, બળતરા થવા લાગે છે. આવું એટલાં માટે થાય છે કે કેમ કે, કલરમાંપેરાફેલેલેનેયડાઈન હોય છે. જેના કારણે સ્કિનએલર્જી થાય છે.

  1. આંખને ઈનફેક્શન થાય છે.

વાળને કલર કરતી વખતે કલર જો આંખમાં જતો રહે તો તેનાથી આંખ પર સોજા આવી જાય છે. તેમજ આંખો લાલ થઈ જાય છે અને આંખમાંથી પાણી નીકળવા લાગે છે. તેના કારણે હેર કલરનાંપેકિંગ પર લખેલું હોય છે કે હેર કલર આંખમાં ન જાય તેની સાવધાની રાખવી.

  1. સ્કીન એલર્જી

વાળમાં કલર કરવાથી કેટલાંક લોકોનાચહેરા પર ડાઘ પડી જાય છે. જો તમને પણ વાળમાં કલર કર્યા પછી આવું થતું હોય તો તરત ડોક્ટર પાસે જઈને તેનું નિદાન કરાવવું.

  1. શ્વાસ લેવામાં તકલીફ પડવી

હેર ડાયમાં કેમિકલ હોય છે. તેને લગાવવાછી શરીરને નુકસાન થાય છે. કેટલીંક વાર વાળમાં કલર કરવાથી શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય છે. જે લોકોને અસ્થમાની બીમારી હોય તે લોકોએ કલર કરાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

  1. કેન્સર જેવી ગંભીર સમસ્યા થઈ શકે છે

તમને જાણીને નવાઈ લાગશે પણ હેર ડાયના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી થાય છે. કેમ કે, હેર ડાયમાં એક એવું કેમિકલ હોય છે જેના કારણે કેન્સર થાય છે. જ્યારે વાળમાં ડાયલગાવો છો ત્યારે તે શરીરની અંદર જાય છે. તેનાથી કેન્સર જેવી ગંભીર સમસ્યા થાય છે.

ગર્ભવતી મહિલાએ ક્યારે પણ હેર કલરનો ઉપયોગ ન કરવો જોઈએ. આવું કરવાથી તેમની હેલ્થ પર ખરાબ અસર થાય છે. તેમજ ગર્ભમાંરેહલાંબાળકનાં સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ડોક્ટરની સલાહ મુજબ જ્યારે મહિલા ગર્ભવતી હોય તે દરમિયાન તેને ક્યારે પણ હેર કલર ન કરવો જોઈએ કેમ કે, તેનાથી બાળકને ત્વચા સંબંધિત રોગ થઈ શકે છે.

વાળને કલર કરવાથી વાળની ચમક જતી રહે છે. તેથી બને ત્યાં સુધી હેર કલર કરાવાથી દૂર રહેવું. તમને જણાવી દઈએ કે, હેર કલર કરવાથી તમારા વાળ કમજોર થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યા થઈ જાય છે. તેમજ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે હેર કલર હંમેશા પ્રોફેશનલ વ્યક્તિ પાસે કરાવો જોઈએ કેમ કે, જો તમે આવું નહીં કરો તો તમારી સમસ્યા વધી શકે છે. તે સિવાય જો તમે ઘરે હેર કલર કરવા માંગતાહોવ તો હંમેશા બ્રશનો ઉપયોગ કરવો જોઈએ, કેમ કે આવું કરવાથી તમે હંમેશા સુરક્ષિત રહેશો. તેમજ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે હેર કલરમાંજીવાણું હોય છે.

લેખન સંકલન : પ્રિયંકા પંચાલ

તો મિત્રો દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી