અપનાવો આ ઘરગથ્થુ ઉપાયો, અને માત્ર 1 Weekમાં જ ખોડાની સમસ્યાને કહી દો BYE-BYE

વાળ આપણી પર્સનાલિટી નિખારવામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. વાળને સારા અને સુંદર બનાવી રાખવા માટે પૌષ્ટિક ભોજનની સાથે જરૂરી છે વાળની યોગ્ય દેખરેખ રાખવી, પણ જો તમે સમયસર વાળની કાળજી નથી રાખતા તો તમારા વાળમાં ખોડો થવાના ચાન્સિસ ખૂબ જ વધી જાય છે.

image source

જો કે વાળમાં ખોડો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. આમ, ઘણી વખત લોકો વાળમાં થયેલા ખોડાને દૂર કરવા માટે અનેક ઘણી નવી-નવી પ્રોડક્ટસનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે, તેનાથી વાળમાં ખોડો તે સમયે દૂર તો થઇ જાય છે પરંતુ પાછી એ જ સમસ્યા થાય છે જેનાથી તમે હેરાન-પરેશાન થઇ ગયા હતા.

image source

વાળની સમસ્યા માત્ર મહિલાઓમાં જ નહીં, પુરુષોમાં પણ જોવા મળે છે. ખોડો વધી જવાને કારણે ચહેરા, માથા, ગળા અને પીઠ વગેરે પર ખીલની સમસ્યા પણ સર્જાઇ શકે છે. શરૂઆતમાં આ સમસ્યા સ્કાલ્પની ઉપરની સપાટી પર થાય છે પણ ધીમેધીમે આ અંદર પણ ફેલાવા લાગે છે. વાસ્તવમાં ખોડો આપણા માથાની ત્વચાના મૃત કોષોમાંથી પેદા થાય છે. તો જાણી લો તમે પણ એવા ઘરગથ્થુ ઇલાજ વિશે જે તમારા માથાનો ખોડો દૂર કરવામાં મદદ કરે.

એપલ સાઇડર વિનેગર

image source

સૌ પ્રથમ એક ઘરમાં પડેલી સ્પ્રે બોટલ લો અને તેમાં બરાબર માત્રામાં એપલ સાઇડર વિનેગર અને પાણી મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને વાળના સ્કાલ્પ પર સ્પ્રે કરો અને પછી ટુવાલથી તમારા હેરને 15 મિનિટ માટે બાંધી દો. પછી કોઇ માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ પ્રયોગને જો તમે અઠવાડિયામાં બે વાર કરશો તો તમારા હેરમાંથી ખોડો દૂર થઇ જશે અને તમે રાહત અનુભવશો. જો કે આ પ્રયોગ કર્યા પછી એક વાતનુ ખાસ ધ્યાન એ રાખજો કે વાળમાં કન્ડિશનર કરવાનુ નથી.

નારિયેલ તેલ

image source

સૌ પ્રથમ થોડુ નારિયેળ તેલ લો. ત્યારબાદ તેને થોડુ ગરમ કરો. ધ્યાન રહે કે, તેલ વધારે પ્રમાણમાં ગરમ ના થઇ જાય. હવે આ તેલથી વાળમાં 10 મિનિટ સુધી મસાજ કરો અને 1 કલાક પછી હેર ધોઇ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે.

મધ

image source

સૌ પ્રથમ એક મોટી ચમચી મધ લો. ત્યારબાદ તેમાં 2/3 પાણી મિક્સ કરો. હવે વાળમાં અને સ્કેલ્પ પર આંગળીઓની મદદથી મસાજ કરો. પછી ટોવેલની મદદથી હેરને પેક કરી લો. આમ, આ પ્રયોગને અઠવાડિયામાં તમારે 3 વાર કરવાનો રહેશે. આમ, જો તમે આ પ્રોસેસ સતત 1 મહિના સુધી કરશો તો વાળમાંથી ખોડો દૂર થઇ જશે અને સાથે-સાથે હેર પણ સિલ્કી થશે.

લસણ

image source

સૌ પ્રથમ લસણની કળિઓને ક્રસ કરી લો. ત્યારબાદ તેમાં 1 મોટી ચમચી મધ મિક્સ કરીને તેને હેરમાં મસાજ કરો. પછી તેને 15 મિનિટ સુધી રહેવા દો અને 8 કલાક બાદ હેર વોશ કરી લો. આમ, આ પ્રયોગને અઠવાડિયામાં બે વાર કરો.

એલોવેરા

image source

સૌ પ્રથમ એલોવરા લઇને સ્પૂનની મદદથી તેની જેલ કાઢી લો. ત્યારબાદ તેને સ્કેલ્પ પર 10 મિનિટ સુધી મસાજ કરો અને 1 કલાક સુધી વાળને રૂમાલથી બાંધી લો. હવે માઇલ્ડ શેમ્પૂથી હેર વોશ કરી લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં ત્રણ વાર કરવાનો રહેશે. આમ, જો તમે આ ઘરગથ્થુ ઉપાયોનો ઇલાજ કરશો તો તમારા વાળમાંથી ખોડો પણ દૂર થઇ જશે અને સાથે-સાથે તમારા વાળને પોષણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ