જો તમારા વાળને આ રીતે પંપાળશો, તો થશે સિલ્કી અને શાઇની

તમારા વાળને આ રીતે પંપાળો, હંમેશા રહેશે સુંદર

image source

આપણને હંમેશા સુંદર, મેનેજીબલ, વાળની ચાહના રહેતી હોય છે. અને ખાસ કરીને તેવા પ્રસંગે જ્યારે તમારે રોજ કરતાં પણ વધારે સુંદર દેખાવાનું હોય. આવા દીવસે તમે મેકઅપ કરીને તમારા ચહેરા પરની ખામીઓ તો દૂર કરી લેશો પણ તમારા ઝાંખા પડી ગયેલા વાળને કેવી રીતે સુંદર બનાવશો.

જો તમારા વાળ સુંદર રીતે ઓળેલા હશે, સ્વસ્થ હશે, શાઈની હશે તો વાળ ખુલ્લા રાખીને સાદા વસ્ત્રોમાં પણ તમે બહાર નીકળશો તો પણ તમે છવાઈ જશો.

image source

તો આજે અમે તમારા વાળને કુદરતી રીતે સુંદર કેવી રીતે બનાવવા તે વિષેની કેટલીક એક્સપર્ટ ટીપ્સ લઈને આવ્યા છે.

તમારા વાળ પર નિયમિત તેલનું મસાજ કરો

image source

જ્યારે તમે વાળની સામાન્ય સમસ્યાઓની વાત કરતા હોવ ત્યારે તમારે એક સારા હુંફાળા તેલના મસાજને ક્યારેય ભૂલવું ન જોઈએ. તે તમારી હેર ફોલની સમસ્યાને લગભગ સદંતર દૂર કરી શકે છે. તમારી વાળ ઉતરવાની સમસ્યાને તમે કેટલાક ખાસ બીજો દ્વારા દૂર કરી શકો છો. જેમાં મેથીના દાણા, રાઈના દાણા, નાઇજેલા, દૂધીનો સમાવેશ થાય છે.

આ સામગ્રીઓથી તમે માત્ર હેરલોસની સમસ્યાને જ નથી દૂર કરી શકતાં પણ વાળને લગતી ઘણી બધી સમસ્યાઓને દૂર કરી શકો છો. તે ચમત્કારીક રીતે તમારા વાળના મૂળિયાને મજબૂત બનાવે છે, તમારા ખરતા વાળને અટકાવીને તેનો ગ્રોથ વધારે છે. ઉપર જણાવેલા બીજોને જો કોપરેલ તેલમાં સાંતળવામાં આવે તો તે તમારા વાળને કુદરતી કન્ડીશનર પણ પુરુ પાડે છે.

હેર માસ્ક તમારા વાળને ભરપૂર પોષણ આપે છે

image source

તમે તમારા વાળને ઘરે જ બનાવેલા માસ્કથી પંપાળી શકો છો, જે તમારા વાળ નીચેની ચામડી એટલે કે તમારી ખોપરી તેમજ ગ્લોસી મેનને પણ લાભ પહોંચાડે છે. લોકો મોટા ભાગે એડવર્ટાઇઝમેન્ટમાં આવતી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે જે તમને જોઈતું પરિણામ આપે અને ન પણ આપે.

તેના કરતાં તમે દહીં, મધ, એલોવેરા, નાળિયેરનું દૂધ, ઇંડા, આમળાનો જ્યૂસ, વિનેગર, ડુંગળીનો જ્યુસ, કેળા, જાસૂદનું ફૂલ અને મીઠા લીમડાના પાનનો જો હેર પેક બનાવો તો તે પણ તમારા વાળને ભરપૂર લાભ પોહંચાડે છે.

image source

ઉપર જણાવેલી બધી જ સામગ્રીઓ વ્યાજબી ભાવે તમને મળી રહે છે આ ઉપરાંત તે તમારી આસપાસ સરળ રીતે ઉપલબ્ધ પણ હોય છે અને તેને તમે નિયમિત રીતે ઉપયોગમાં પણ લઈ શકો છો. આ સામગ્રીઓમાંથી બનાવવામાં આવેલા માસ્ક તમારા વાળને થયેલા નુકસાનને દૂર કરી તેને પોષણ આપે છે તેને મોઇશ્ચર આપે છે.

વાળને સ્વસ્થ રાખવા યોગ્ય ખોરાક લો

image source

એક સંતુલીત આહાર તમારા વાળના સ્વાસ્થ્યની ચાવી છે. તમારા ખોરાકમાં તમારે બાયોટીન માટે ઇંડા, પ્રોટીન, વીટામીન એ માટે પાલક, વિટામીન ઈ માટે એવોકાડો, ઓમેગા 3 માટે ફીશ અને વીટામીન સી માટે વિવિધ જાતની બેરીઝ ખાવી જોઈએ. અઢળક પાણી પીવું જોઈએ જે તમારા વાળને અને તમારા શરીરને હાઇડ્રેટ રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ