હાર્દિક પાંડયાએ દિકરાને માથામાં માલિશ કરીને કરી નવી હેર સ્ટાઇલ, અને કહ્યું… “આજા પ્યારે પાસ હમારે…”

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પાંડયા જેવી રીતે ક્રિકેટમાં છવાયેલા રહે છે એવી જ રીતે હાર્દિક પાંડયા પોતાની પર્સનલ લાઈફને કારણે પણ સતત લાઈમલાઈટમાં બન્યા રહે છે. હાર્દિક પાંડયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે અને એ થોડા થોડા દિવસે પોતાના દીકરા અગસ્ત્ય અને વાઈફ નતાશા સાથે પણ ફોટા શેર કરતા રહે છે. તો બીજી બાજુ એમના આ ફેમીલી ફોટો પણ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થતા રહે છે

image source

એવામાં હવે હાર્દિક પાંડયાનો એમના 7 મહિનાના દીકરા અગસ્ત્ય સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ ફોટામાં હાર્દિક પાંડયા તેમના દીકરા અગસ્ત્યની તેલ માલિશ કરતા દેખાઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હાર્દિક પાંડયા અને એમના દિકરા અગસ્ત્યનો આ સુંદર ફોટો લોકોને ખૂબ જ ગમી રહ્યો છે. ફોટામાં હાર્દિક પાંડયા અગસત્યને તેલ માલિશ કરી રહ્યા છે અને એ ખૂબ જ ખુશ પણ લાગી રહ્યા છે. તો અગસ્ત્ય પણ આ ફોટામાં ખૂબ જ મસ્તી કરતા દેખાઈ રહ્યા છે આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. હાર્દિકના ફેન્સ આ ફોટા પર પોતપોતાના રિએક્શન આપી રહ્યા છે. લાઈકસની સાથે સાથે ફેન્સ આ ફોટા પર ઘણી બધી કૉમેન્ટસ પણ કરી રહ્યા છે

તો આ પહેલા હાર્દિક પાંડયા અને એમના દીકરા અગસત્યનો અન્ય એક ફોટો પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફોટામાં હાર્દિક પાંડયા પોતાના દીકરા અગસ્ત્યને ખોળામાં લીધેલા દેખાઈ રહ્યા છે તો બીજી બાજુ પપ્પાના ખોળામાં અગસ્ત્ય ખૂબ જ ખુશ લાગી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હાર્દિક પાંડયા અને નતાશાએ 31 મેંના રોજ લોકડાઉનમાં લગ્ન કર્યા હતા. તો 30 જુલાઈએ હાર્દિક પાંડયા અને નતાશાએ પોતાના બાળકના જન્મની ગુડ ન્યૂઝ આપી હતી. એ પહેલાં 1 જાન્યુઆરી 2020ના રોજ હાર્દિક અને નતાશાની સગાઈ થઈ હતી. બંનેની સગાઈ અને લગ્નના અચાનક જ સામે આવેલા ફોટાએ એમના ફેન્સને ચોંકાવી દીધા હતા.।

image source

તમને જણાવી દઈએ કે હાર્દિક પાંડયા હાલના સમયમાં અમદાવાદમાં છે. જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 12 માર્ચથી 20 માર્ચ સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ ટી 20 મેચ રમવાની હતી. એ પછી મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં 23 માર્ચથી 28 માર્ચ સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન ડે મેચ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ