હડ્ડી જોડ હનુમાન તરીકે ઓળખાતા આ મંદિરમાં જોડાઈ જશે તમારા તૂટેલા હાડકાં, વાંચો ક્યાં આવેલ છે આ મંદિર…

શું આપ કોઈ એ વી જગ્યાની કલ્પના કરી શકો જ્યાં ફક્ત જવાથી આપના તૂટેલા હાડકા સંધાય જાય.જો આપ ન માનતા હોય તો આપને માનવુ પડશે.જી હા સાંભળવામાં ભલે આપને અજુગતું લાગતું હોય આપને ભરોસો ન આવે પણ આ હકીકત છે.ભારતની અંદર હનુમાનજીનું એ ક એ વું મંદિર આવેલું છે કે ત્યાં દર્શન કરવા માત્રથી ભક્તોની મનની મુરાદ પૂરી થઇ જાય છે.હનુમાનજીનું આ ચમત્કારી મંદિર જબલપુરનાં કટની જિલ્લાનાં રાઠી તાલુકામાં સ્થિત છે.જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો પોતાના તૂટેલા હાંડકાઅોને સાજા કરાવવા માટે વીર હનુમાનજી મહારાજમાં દરબારમાં આવે છે.અહી આ પરંપરા ઘણા વર્ષો જૂની છે.અહી દૂર દૂરથી ભક્તો પોતાનાં તૂટી ગયેલા હાંડકાનો ઉપચાર કરાવવા આવે છે.

આમ તો રોજ આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે પણ મંગળવાર અને શનિવારે અહી મેળો ભરાય છે.આ દિવસોમાં ત્યાં હજારો માણસો ભગવાનનાં ચરણોમાં તેમની અરજ પેશ કરે છે.સ્થાનિક લોકો અનુસાર દુખાવાથી કણસતા માણસોને અહીં આવ્યા બાદ ખૂન રાહત મળે છે.અહી ભક્તોને વિશેષ રૂપથી આંખો બંધ કરાવી એ ક દવા પીવડાવવામાં આવે છે.દવા આપતા સમયે રામ નામના જાપ કરવાનું જણાવવામાં આવે છે.પોતાના ચમત્કારીક ગુણોને કારણે આ મંદિર ખૂબ દૂર સુધી પ્રસિદ્ધ થઈ ચૂક્યુ છે.અહી યૂપી,બિહાર,રાજસ્થાન તથા એ મપી સિવાયનાં અન્ય રાજ્યોમાંથી પણ માણસો ઉપચાર કરાવવા આવતા હોય છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારે આ મંદિર વિશે જાણ્યું તો એ મને પહેલા તો ભરોસો ન આવ્યો.પરંતુ જ્યારે લોકો અહીયા આવે છે અને વીર હનુમાનજીનાં ચમત્કારો પોતાની નજરે જુએ છે તો ભગવાનનાં ચરણોમાં મસ્તક નમાવે છે.અહી આવનાર બધા ભક્તનો ઉપચાર તદન મફતમાં કરવામાં આવે છે.જો કે અહી આવનાર દરેક ભક્ત પોતાની શ્રધ્ધા પ્રમાણે કાંઈને ક્રાંતિ દાન ધર્માદો અવશ્ય કરે છે.અહી મળવાવાળા ચમત્કારી તેલથી સાંધાનાં દુખાવામાં ઘણી રાહત મળે છૈ.