જો તમને પણ બહુ સેલ્ફી લેવાની આદત હોય તો વાંચી લો પહેલા ‘આ’, નહિં તો બગડી જશે સ્કિન અને…

મિત્રો, હાલ દિન-પ્રતિદિન સમય અત્યંત આધુનિક બનતો જઈ રહ્યો છે. સમય આધુનિક થવાના કારણે હાલ અનેકવિધ એવા નવા સંશોધન થયા છે જે માનવજીવનને સરળ બનાવવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે પરંતુ, આ આધુનિક સંસાધનો આપણા સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ સાબિત થઇ શકે છે. આજે આ લેખમા આપણે સૌથી વધુ ઉપયોગમા લેવામા આવતું આધુનિક સંસાધન મોબાઈલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

image source

મોબાઈલ એ હાલ પ્રવર્તમાન સમયમા લોકોના જીવનનુ એક અભિન્ન અંગ બની ગયુ છે. સવારે ઉઠતાની સાથે જ લોકોના હાથમા આ આધુનિક સંસાધન આવી જાય છે અને રાત્રે સુવાના સમય સુધી તે તેમના હાથમા જ રહે છે. આ સંસાધન માનવીય જીવન સાથે એવુ સંકળાઈ ગયુ છે કે, નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકો પણ આ સંસાધનના વ્યાસની બની ગયા છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા મોબાઈલ ફોન સ્માર્ટ બનતા સોશિયલ મીડિયાનો ક્રેઝ પણ લોકોમાં ખુબ જ વધ્યો છે અને આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની જાતને આકર્ષક દેખાડવા માટે હાલ મોબાઈલમા સેલ્ફી લેવાનો ટ્રેન્ડ પણ ખુબ જ વધી રહ્યો છે. લોકો સેલ્ફી લેવા માટે એટલી હદ સુધી પાગલ બન્યા છે કે, તે ગમે ત્યા મોબાઈલ કાઢીને સેલ્ફી લેવ લાગે છે અને આ કારણોસર ઘણા લોકો સેલ્ફી લેતી વખતે અકસ્માતનો ભોગ પણ બન્યા છે અને કેટલાક લોકો સેલ્ફી લેવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે, સામાજિક જીવન વિશે તેમને કોઈ ખ્યાલ જ નથી.

image source

વૈજ્ઞાનિકોનુ માનવુ એવુ છે કે, જો કોઈ વધુ પડતી સેલ્ફી લે તો તેનાથી તમારી ત્વચા પર અનેકવિધ પ્રકારની આડઅસર થાય છે. તેમનુ માનવુ એવુ છે કે, ફોનમાંથી ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની ત્વચા પર ખુબ જ ખરાબ અસર થાય છે. તેના કારણે તમારે ત્વચા સાથે સંકળાયેલ અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

જો તમે વધુ સેલ્ફી લેશો તો તમારી ત્વચા પર એકાએક તમને કરચલીઓ દેખાવા લાગશે અને તમે ખુબ જ નાની ઉંમરે વૃદ્ધ દેખાવા લાગશો. વધુ પડતી સેલ્ફીઓ લેવાના કારણે તમારી ત્વચાની પ્રાકૃતિક ચમક ગુમ થઇ જશે. ઘણા સ્કિન નિષ્ણાતોએ પણ આ વાત પર ભાર મુક્યો છે અને જણાવ્યુ છે કે, ફોનની લાઇટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન આપણી ત્વચા માટે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે.

image source

જો તમે લાંબા સમય સુધી મોબાઈલ ફોનની લાઈટ સામે રહો છો તો તમારા ચહેરા પર કરચલીઓનું પ્રમાણ વધી શકે છે. લોકો પરફેક્ટ સેલ્ફી લેવા માટે એક હજાર સેલ્ફી લે છે પરંતુ, આ લોકો એ વાતથી સાવ અજાણ છે કે, વધુ પડતી સેલ્ફી લેવાને કારણે તેમના ચહેરાનો રંગ ઊડી રહ્યો છે, માટે જો તમને પણ આવી કોઈ આદત હોય તો હવેથી સાવચેત રહેજો.