હેલ્ધી રહીને ઝડપથી પેટની ચરબી ઓગાળવી છે? તો ઘરે કરો આ એક્સેસાઇઝ.

જીમમાં જઈ કલાકોનો સમય બગાડવો નહીં પડે, આ સરળ કસરતો ઘરે કરી રહો ફીટ

image source

સવારની કસરત વ્યક્તિને સ્ફુર્તિથી ભરી દે છે અને દિવસભરની દોડાદોડી માટે એક્ટિવ કરી દે છે. પરંતુ દોડધામ ભરેલી લાઈફસ્ટાઈલમાં દરેક વ્યક્તિ પાસે સમય હોતો નથી કે તે રોજ સવારે ઓફિસ જતાં પહેલા કે ઘરના કામ પડતાં મુકી કસરત માટે કલાકનો પણ સમય કાઢી શકે.

જો કે ખાણીપીણીની આદતો અને બેઠાડુ જીવનના કારણે લોકોમાં સ્થૂળતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સમયના અભાવે લોકો કસરત કરી શકતાં નથી અને પરીણામે વજન વધવાથી પણ તેના સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

image source

જો કે કેટલીક કસરતો એવી પણ છે જેને કરવા માટે જીમ જવું કે વધારે સમય ફાળવવો પડતો નથી. માત્ર 10 મિનિટનો સમય ફાળવીને ઘરે જ તમે આ કસરતો કરી શકો છો.

image source

આ કસરત છે હાઈ ઈંટેસિટી ઈંટરવલ ટ્રેનિંગ એટલે કે ‘હિટ’, આ એક એવી કસરત છે જેને તમારે ઝડપથી કરવાની હોય છે. આ કસરત એટલા માટે જ વધારે લાભ કરે છે. જો આવી કસરતો તમે રોજ કરો તો કાર્ડિયો અને સ્ટ્રેંથ ટ્રેનિંગ બંનેનો લાભ થાય છે.

હિટ એક્સરસાઈઝ

image source

કાર્ડિયો એક્સરસાઈઝ કરવામાં વધારે સમય લાગે છે અને તેનાથી ઓછા પ્રમાણમાં કેલેરી બર્ન થાય છે. જ્યારે ટબાટા એટલે કે હિટ એક્સરસાઈઝ કરવાથી 1 મિનિટમાં ઓછામાં ઓછી 13.5થી વધારે કેલેરી બર્ન થાય છે. આ એક્સરસાઈઝ તમારી ઈંટેંસિટીના લેવલ પ્રમાણે લાભ આપે છે. હિટમાં તમારે રોજ 2થી 4 એક્સરસાઈઝ જ કરવાની હોય છે. તેના માટે તમારે કેટલીક એક્સરસાઈઝ સાથે કરવી પડે છે.

1. સિંગલ લેગ સ્કેટ્સ

image source

જમણા પગ માટે : સામાન્ય રીતે એક જ પગનો ઉપયોગ કરવાનો હોય છે. સૌથી પહેલા જમણા પગથી સ્કૈટ્સ કરો. તેના માટે ડાબા પગને હવામાં સ્થિર કરો અને બંને હાથને આગળ તરફ નીચે ઝુકાવો. આ કરતી વખતે સંતુલન ખાસ જાળવવું. તેનાથી ડાબા પગના સ્નાયૂ મજબૂત થશે. હવે આ જ રીતે જમણા પગ માટે ડાબા પગની સાથે કસરત કરવી.

2. ચાર્લીઝ એંજેલ્સ એક્સરસાઈઝ

image source

જમણા પગને આગળ કરો અને ડાબા પગને પાછળની તરફ વાળો. 30 સેકન્ડ સુધી અટકો અને ફરીથી પહેલાની સ્થિતિમાં આવી જાઓ. આ ક્રિયા ફરીવાર કરો. તેનાથી ઘુંટણ મજબૂત થાય છે. આ એક્સરસાઈઝ બોલ હાથમાં પકડીને પણ કરી શકાય છે. જમણા અને ડાબા બંને પગ સાથે આ કસરત કરવી

3. પ્રિજનર સ્કૈટ્સ

image source

આ કસરત માટે સીધા ઊભા રહો અને બંને હાથને સીધા કરી માથાની પાછળ લઈ જાઓ અને નીચે ની તરફ શક્ય હોય તેટલું ઝુકો. 30 સેકન્ડ બાદ ફરીથી સીધા થઈ જવું અને 2 મિનિટ સુધી આ કસરત કરવી.

4. પ્લૈંક

image source

સૌથી પહેલા એક મેટ પાથરો અને તેના પર સીધા સુઈ જાઓ. પછી એક હાથ અને એક પગને ઉપર તરફ લઈ જાઓ અને ત્યારબાદ પગ સાથે હાથની જેમજ કસરત કરો.

5. સ્વીમિંગ

image source

આ કસરત મજેદાર છે. તેનાથી કાર્ડિયો જેવા જ લાભ મળે છે. સ્વીમિંગ કરતી વખતે શરીરની ઉપર અને નીચેના સ્નાયૂ મજબૂત થાય છે. આ કસરતમાં સ્વિમ સ્ટ્રોક લગાવવાના હોય છે. દર 20 સેકન્ડમાં 4 સ્ટ્રોક લગાવવા. તેને 4 મિનિટ સુધી કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ