ગુવારની કાંચરી – ગવારની સુકવણી દેશી જમણ સાથે જો આવી સુકવણી મળી જાય તો મોજ આવી જાય…

હેલો ફ્રેન્ડસ હું અલ્કા જોષી આજ ફરીથી એકવાર હાજર થઈ છુ.વિવિધ પ્રકારની કાંચરીઓ મા થી એક નવી કાંચરી ની રેસીપી લઈ ને.એ છે ગુવારની કાંચરી.આ કાંચરી દેશી જમણ સાથે સોને પે સુહાગા જેવી લાગે છે.કાઠિયાવાડી જમણ જેમ કે રોટલા શાક ખીચડી રીંગણ ના ઓળા સાથે ખૂબ જ સરસ લાગે છે. તો ચાલો આની સામગ્રી અને બનાવવાની રીત જોઈ લઈએ.

સામગ્રી–

500 ગ્રામ લીલો તાજો ગુવાર.

એક લીટર ખાટું પાણી (અથાણા બનાવતી વખતે કેરીને હળદર મીઠા મા પલાળતા નિકળેલ હોય એ પાણી )

નમક જરુર હોય તો જ.

રીત–


1) પ્રથમ ગુવારને ધોઈને સાફ કરી લો.


2) ત્યાર બાદ તેને એક મોટા વાસણમાં લઈ સરખી રીતે ડૂબે એટલુ ખાટું પાણી ઉમેરી દો.


3) ખાટું પાણી ચાખીને જો જરુર હોય તો જ થોડુ મીઠુ ઉમેરીને મિક્સ કરી લો. તેને ઢાંકીને 10 થી 12 કલાક રાખી દો.


4) બીજા દિવસે સવારે તેને ચારણી મા કાઢી લઈને ખાટું પાણી નિતારી લો.


5) હવે તેને કપડા પર અથવા ચારણી મા જ તડકે સૂકવી દો.લગભગ બે થી ત્રણ દિવસ સૂકવી લેવી.


બસ તૈયાર છે ગુવારની કાંચરી.આને એર ટાઈટ બરણીમા ભરી લો.કાંચરીને એકદમ ધીમા તાપે સોનેરી તળીને ઉપર લાલ મરચાનો પાવડર છાંટી ખાવાના ઉપયોગમા લેવી.


નોંધ —તમારી પાસે જો કેરી નુ ખાટુ પાણી ના હોય તો તેને ખાટી છાશ મા હળદર અને મીઠું નાખીને તેમાં પલાડી ને પણ કરી શકો છો
તો મિત્રો તમે પણ જરુર બનાવો.અને હા મને ફીડબેક આપવાનુ ભૂલતા નહી.તો ફરીથી આવીશ એક નવી ઈન્ટરેસ્ટિંગ વાનગી લઈને.બાય.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)