ગુરુવારના દિવસે કરો આ કામ, તો તરત જ દૂર થઇ જશે આર્થિક તંગી…

ગુરુવારએ આ 4 કામ કરવાથી બચશો તો આર્થિક તંગી થઈ જશે દૂર

જીવનમાં અનેક કામ એવા હોય છે જેનો પ્રભાવ અશુભ હોય છે અને તેને કરવાથી નકારાત્મકતા ફેલાય છે. પૌરાણિક કથાઓમાં પણ તેનો ઉલ્લેખ મળે છે કે નાની નાની વસ્તુઓ અને રોજીંદા જીવનમાં કરેલા કેટલાક કામો જીવનને પ્રભાવિત કરે છે.

જેમકે ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. તેની સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ છે જે અનુસાર કેટલાક કામ ગુરુવારે કરવા જોઈએ નહીં. આવા કામ ગુરુવારે કરવામાં આવે તો દરિદ્રતા આવે છે.

image source

માન્યતાઓ અનુસાર આવા કેટલાક કામ ગુરુવારે કરવાથી ઘરમાં ક્લેશ, દરિદ્રતા અને સંકટ આવે છે. તો ચાલો જાણીએ કયા કયા છે આવા કામ જેને ગુરુવારે કરવાનું ટાળવું જોઈએ.

આ કામ કરવાથી બચો

જેવી રીતે આપણા શરીર સાથે સંબંધિત કામ કરવાથી બૃહસ્પતિ ગ્રહ પ્રભાવિત થાય છે. તેવી જ રીતે કપડા ધોવા, પોતા કરવા, ભંગાર બહાર કાઢવા જેવા કામ કરવાથી બૃહસ્પતિ પ્રભાવિત થાય છે.

image source

વાસ્તુ અનુસાર માનવામાં આવે છે કે આપણા ઘરનો ઈશાન ખૂણો જે બૃહસ્પતિ ગ્રહનો ગણાય છે, તેનો સંબંધ પરિવારના બાળકો, શિક્ષા અને ધર્મ સાથે હોય છે. એટલા માટે આ કામ ગુરુવારે કરવા જોઈએ નહીં. આ કામ કરવામાં આવે તો સંતાનની શિક્ષા અને ધર્મ પર અશુભ પ્રભાવ પડે છે.

મહિલાઓએ ન ધોવા વાળ

image source

શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ નહીં. કારણ કે મહિલાઓની જન્મકુંડળીમાં બૃહસ્પતિ પતિનો કારક હોય છે.

આમ કરવાથી શુભ કામમાં અડચણ આવે છે અને હંમેશા બીમારી થાય છે. આ દિવસે વાળ પણ કપાવવા નહીં કારણ કે તેની અસર સંતાન અને પતિના જીવન પર પડે છે. તેનાથી તેમની ઉન્નતિ બાધિત થાય છે.

પ્રાણી પર હિંસા ન કરો

image source

અનેક લોકો એવા હોય છે જેઓ પ્રાણીઓને તુચ્છ સમજે છે. પરંતુ આવા લોકોએ એક વાત ધ્યાનમાં રાખવી કે પ્રાણી કે પક્ષીને પણ ભગવાને જ બનાવ્યા છે. તેમને મારવાથી પાપ લાગે છે અને તેને મારનાર અપાર કષ્ટ ભોગવે છે. એટલા માટે જ પ્રાણીઓને મારવા જોઈએ નહીં. તેના કરતાં ગુરુવારે પ્રાણીઓને રોટલી ખવડાવવી જોઈએ.

કાળા વસ્ત્ર ન પહેરો

image source

આ દિવસે પ્રયત્ન કરો કે કાળા રંગના કપડા પહેરવા નહીં. આ દિવસે પીળા રંગના વસ્ત્ર પહેરવા શુભ ગણાય છે. તેનાથી સકારત્મકતા વધે છે. કાળા વસ્ત્ર પહેરવા જ હોય તો શનિવારે પહેરવા પરંતુ ગુરુવારે કાળા કપડા પહેરવાથી બચવું.

ગુરુવારની પૂજા વિધિ

image source

ગુરુવારે સ્નાનાદિ કર્મ કર્યા બાદ પૂજા કરવી. પૂજામાં પીળી વસ્તુઓ જેવા કે પીળા ફૂલ, ચણાની દાળ, પીળી મીઠાઈ, પીળા ચોખા અને હળદરનો ઉપયોગ કરવો. આ દિવસે કેળની પૂજા કરવી પણ શુભ ગણાય છે. આ દિવસે ગુરુવારના વ્રતની કથા વાંચવી અને પૂજા કરી મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરવી.

આ દિવસે પાણીમાં હળદર ઉમેરી ઝાડ પર ચઢાવો. કેળના ઝાડમાં ચણાની દાળ ચઢાવો અને ઘીનો દીવો કરો. ગુરુવારનું વ્રત કરવું અને એક જ સમયે ભોજન કરવું. પૂજા બાદ આરતી અચૂક કરવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ