ગુરુ નાનક જન્મ જયંતી પર વાંચી લો તેમને આપેલા ઉપદેશાત્મક સુત્રો…

શીખ ધર્મના પહેલા ધર્મ ગુરુ નાનકજીની ૫૫૦મી પ્રકાશ વર્ષ જન્મજયંતિ નિમિત્તે આજે વાંચો તેમના કેટલાંક જાણીતા ઉપદેશાત્મક સૂત્રો…

image source

શીખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવજીનો જન્મ કાર્તિક પૂર્ણિમાના દિવસને પ્રકાશ પાર્વ તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ નાનકના જન્મોત્સવ નિમિત્તે ગુરુદ્વારામાં અનેક ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અન્ય ધર્મોના લોકો પણ આ દિવસને ખૂબ ધામધૂમ સાથે ઉજવે છે. આ વર્ષે આ પર્વ તિથિ ૧૨મી નવેમ્બર, ૨૦૧૯ના દિવસે આવે છે.

ગુરુ નાનકે ૫ વર્ષની ઉંમરે આપ્યો હતો સંદેશ…

image source

માત્ર પાંચ જ વર્ષની ઉંમરે ગુરુ નાનક દેવજીએ પોતાનો પહેલો સંદેશ આપ્યો હતો. ગુરુનાનક દેવજીએ સમાજને એકતામાં બાંધવાના ઘણા સંદેશા આપ્યા છે. ચાલો જાણીએ ગુરુ પર્વ નિમિત્તે ગુરુ નાનક દેવજીની વાણીએથી આવેલા અમૂલ્ય ઉપદેશો જેને માનવ મૂલ્યોને વધુને વધુ પ્રેરણાદાયક જીવન જીવવા માટે છે ખૂબ ખાસ…

ગુરુ નાનકજી દ્વારા કહેવાયેલા ઉપદેશાત્મક સૂત્રો જોઈએ…

  • ગુરુ નાનક દેવજી માનતા હતા કે ભગવાન એક છે અને તે સર્વત્ર વ્યાપેલા છે.
  • ગુરુ નાનક દેવજી કહેતા હતા કે આપણે હંમેશાં લોભનો ત્યાગ કરવો જોઈએ અને મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ.
  • આપણે હંમેશાં જરૂરતમંદોને મદદ કરવા તત્પર રહેવું જોઈએ.
  • પૈસાને ક્યારેય તમારા હૃદયમાં ન રાખવા જોઈએ, યાદ રાખો તેમનું સ્થાન હંમેશા માત્ર તમારા ખિસ્સામાં હોવું જોઈએ.
  • ગુરુ નાનક દેવજીએ સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ફરક નહોતો કર્યો, તેમના કહેવા મુજબ આપણે ક્યારેય પણ મહિલાઓનો અનાદર ન કરવો જોઈએ.
  • આપણે આપણું કર્મ સતત કરતા રહેવું જોઈએ અને તાણ મુક્ત રહેવા માટે ખાસ પ્રયત્નો કરવા જોઈએ. તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ.
  • સૌથી પહેલાં પોતાના અંદર રહેલી દુષ્ટતા અને ખોટી ટેવોને દૂર કરવાનો પ્રયાસ કરવો જ જોઇએ.
  • આપણે હંમેશાં જીવનમાં સારી રીતે અને નમ્રતા સભર સ્વભાવ અને સેવા કાર્યો સાથે જીવવું જોઈએ કારણ કે અહંકાર એ મનુષ્યનો સૌથી મોટો દુશ્મન છે, તેથી ક્યારેય અહંકાર ન કરવો જોઈએ.

માનવ મૂલ્યોને ગુરુ નાનક આપતા હતા મહત્વ…

image source

બધા માનવોએ એકબીજા પ્રત્યે પ્રેમ, એકતા, સમાનતા, સદાચાર અને ભાઈચારોનો સંદેશ આપવો જોઈએ. એમના ઉપદેશાત્મક સૂત્રોમાં સૌથી મહત્વની વાત એપણ છે કે જ્યારેકોઈનું મન પાપ અને શરમથી પ્રદૂષિત થઈ જાય છે, ત્યારે ભગવાનના નામનો ઉપયોગ કરવાથી તે શુદ્ધ થઈ જાય છે.

ઓમકાર મંત્રના પ્રણેતા, ગુરુ નાનકની ૫૫૦મી જન્મ જયંતિ છે…

image source

એક ઓમકારનો મંત્ર પણ ગુરુ નાનકે જ આપ્યો હતો. તેઓ માને છે, કે જગતપિતા એક છે અને સૃષ્ટિના પાલનહારાની શરણમાં સૌએ એકબીજા પ્રત્યે પ્રેમપૂર્વક રહીને જીવન જીવવું જોઈએ.

image source

શીખ ધર્મની સાથે જોડાયેલી અનેક રોચક વાતોમાં એવું પણ છે કે તેઓ ધર્મ ગ્રંથને પણ ગુરુ માને છે. તમામ ગુરુઓના વચનો અને તેમના ઉપદેશો શીખ ધર્મ ગ્રંથ સાહેબમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાંથી માનવીય જીવનને સારી રીતે જીવવાના સંદેશાઓનો ઉલ્લેખ કરાયેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ