વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ સાથે જોવા મળેલી આ ભારતીય મહિલા કોણ છે ખબર છે તમને?

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ સાથે જોવા મળેલી ભારતીય મહિલા કોણ છે ?

image source

ગઈકાલે વિશ્વના શક્તિશાળી દેશ એવા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં લોકોને સંબોધ્યા હતા. એરપોર્ટ પર તેમનું વડાપ્રધાન મોદી દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રમ્પ સાથે તેમના પત્ની એટલે કે યુ.એસ.એના ફર્સ્ટ લેડીએ પણ હાજરી આપી હતી. પણ આ બધામાં તેમની અત્યંત નજીક એક ભારતીય મહિલા વારંવાર જોવા મળી હતી જેની ચર્ચા હાલ લોકોમાં ચાલી રહી છે.

image source

લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે મિલેનિયા અને ટ્રમ્પ સાથે જોવા મળેલી આ ભારતીય મહીલા ખરેખર કોણ છે અને તેનું કનેક્શન શું છે.

તો તમને જણાવી દઈએ કે આ સ્ત્રીનું નામ છે ગુરદીપ કૌર ચાવલા છે. ગુરદીપ આ ઇવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અનુવાદક તરીકે કામ કરી રહી છે. તેણી અમેરિકન ટ્રાન્સલેટ એસોસિએશનની મેમ્બર છે.

image source

ગુરદીપ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે ઇન્ટરપ્રીટર તરીકે કામ કરી રહી છે

પીએમ મોદી જ્યારે જ્યારે વિદેશ પ્રવાસે જાય છે અને ત્યાંના લોકોને હીન્દીમાં સંબોધે છે ત્યારે ગુરદીપ કૌર તેમના ભાષણનું અંગ્રેજી અનુવાદ કરે છે. માત્ર ડોનાલ્ડ ટ્રમની જ મુલાકાત દરમિયાન જ નહીં પણ અન્ય વિદેશી પ્રવાસીઓની મુલાકાત દરમિયાન પણ તેણી અનુવાદક તરીકે જોવા મળી છે.

સંસદથી અનુવાદક તરીકેની શરૂઆત

image source

ગુરુદીપે ભારતની સંસદથી અનુવાદ તરીકેની શરૂઆત 1990માં કરી હતી, પણ લગ્ન થયા બાદ તેણી પોતાના પતિ સાથે અમેરિકામાં શિફ્ટ થઈ ગઈ હતી. 2010માં તેણી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે તેણી ઇન્ટરપ્રીટર બનીને ભારત આવી હતી.

image source

2014માં જ્યારે વડા પ્રધાન મોદી અમેરિકાના મોડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભાષણ આપ્યું હતું ત્યારે તેણીએ જ તેમના ભાષણનું અનુવાદન કર્યું હતું. આ પ્રવાસ દરમિયાન તેણી પી.એમ મોદી સાથે તેમની ઇન્ટરપ્રીટર તરીકે હાજર રહી હતી.

અસંખ્ય ભાષાઓનું જ્ઞાન ધરાવે છે ગુરદીપ

image source

ગુરદીપ અસંખ્ય ભાષાઓનું જ્ઞાન ધરાવે છે અને માટે જ તેની ગણતરી ઉત્તમ ઇન્ટરપ્રીટર તરીકે કરવામા આવે છે. પી.એમ મોદી વિશ્વમાં કોઈ પણ દેશનો પ્રવાસ કરે ત્યારે તેણીને અનુવાદક તરીકે પોતાની સાથે રાખે છે જેથી કરીને વડાપ્રધાન મોદી ત્યાંના રાજકીય લોકો સાથે જોડાઈ શકે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ