જલ્સા કરોને જેંતીલાલ

ગુંદા નું શાક – કાચી કેરી, ટામેટા અને શીંગદાણાના ટ્વીસ્ટ સાથે બનાવો આ ગુંદાનું શાક…

આ ઉનાળા માં બનાવો એકદમ જુદું અને ટેસ્ટ માં મસ્ત એવું “ગુંદા નું શાક

સામગ્રી:

રીત:

સૌથી પેહલા તો ગુંદા માંથી બી કાઢી અને તેને ખાતી છાસ માં મીઠું નાખી અને ૧૦-૧૫ મિનીટ માટે પાલડી ને રાખો.

ગુંદા છાસ માં પલળે ત્યાં સુધી મસાલો બનાવી લઇએ જેના માટે એક બાઉલ માં ગાઠીયા નો ભૂકો, શીંગ દાણા નો ભૂકો, અને કાજુ નો ભૂકો અને તલ લો હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ, લસણ ની પેસ્ટ, કાચી કેરી નું છીણ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું નાખો અને આ મસાલા ને બરાબર મિક્ષ કરી લો અને તેને સાઈડ પર રાખો.

૧૦ મિનીટ બાદ ગુંદા ને છાસ માંથી નીતરી ને કાઢી લઈશું.

હવે એક પેન માં તેલ લો. તેલ ગરમ થઇ એટલે તેમાં રાઈ, જીરું, તમાલપત્ર, આખી ઈલાયચી જવીન્ત્રી નું ફૂલ અને હિંગ એડ કરો

અને તેમાં ગુંદા નાખી દો સાથે જ તેમાં ગુંદા ના ભાગ નું મીઠું એડ કરો અને એને ૪-૫ મિનીટ માટે મીડીયમ ગેસ એ ચડવા દો.

૫ મિનીટ બાદ તેમાં ટામેટું એડ કરો અને તેને ફરી થી ૨-૩ મિનીટ માટે ચડવા દો.

૨-૩ મિનીટ બાદ હવે જે મસાલો આપડે સાઈડ પર રાખ્યો હતો તે એડ કરો સાથે જ થોડા ધાણા પણ એડ કરી અને બરાબર મિક્ષ કરી લો અને તેને ૩-૪ મિનીટ માટે ચડવા દો.

૨-૩ મિનીટ બાદ તેલ છુટવા લાગશે

એટલે તેમાં દહીં એડ કરો અને બરાબર મિક્ષ કરો

અને ૨ કપ પાણી એડ કરો અને આ મસાલા ને ૫-૭ મિનીટ માટે ચડવા દો.

૫-૭ મિનીટ બાદ શાક માં લીલા ધાણા એડ કરો

અને શાક ને રોટલી, રોટલા અથવા ખીચડી સાથે સર્વ કરો.

વિડીયો માટે ની લીંક:

રસોઈ ની રાણી: દર્શિતા પટેલ (અમેરિકા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version