જલ્સા કરોને જેંતીલાલ

ગુંદા નું લોટવાળું શાક – ગુંદાનું અથાણું તો બનાવતા જ હશો હવે બનાવો આ શાક…

ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વળી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે.

“ગુંદા નું લોટવાળું શાક “

ગુંદાને બરાબર ધોઈને સાફ કરો. ત્યાર પછી એક તપેલીમાં પાણી ગરમ મુકો. તેમાં ગુંદા નાખી ૫ મિનિટ થવા દો.

મૂકી ઉપર ચાળણી મૂકી તેમાં ગુંદા નાંખો અને તેને દસેક મિનિટ ઢાંકી રાખી વરાળથી સીજવા દો.

ગુંદા થાય ત્યાં સુધી ચણાના લોટમાં કાચી કેરીનું છીણ, ગોળ, હળદર, મરચુ, મીઠુ ,લીલા ધાણા, બધો મસાલો સ્વાદાનુસાર કરીને બરાબર મિક્સ કરો

ગુંદા બફાય જાય પછી તેમાં થી ઠડિયા કાઢી નાખો.

આંગળીને મીઠું લગાવી ગુંદા માં ફેરવી નાખો જેથી તેની ચીકાશ નીકળી જશે.

હવે તેમાં મસાલાવાળો લોટ ભરી દો. બાકી બચેલો લોટ રાખી મૂકો.

તેલનો વઘાર મૂકી રાઈ, તલ તતડાવો, હીંગ નાંખ્યા બાદ લોટ ભરેલા ગુંદા નાંખો અને બરાબર હલાવો.

થોડી વાર બાદ બાકી બચેલો લોટ શાક ઉપર ભભરાવી ફરી હલાવો. ધીમા તાપે દસેક મિનિટ શાક ચડવા દો.

તૈયાર છે ગુંદાનું ટેસ્ટી લોટવાળું શાક.

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version