ગુંદા નો કડક સંભારો – બનાવવા માં બહુ જ સરળ અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ એવો આ સંભારો આજે જ ટ્રાય કરો…

ગુંદા નો કડક સંભારો

ગુજરાતીઓ ને જમવા માં સંભરા નું મહત્વ કાંઈક આગવું હોય છે. દરેક ને રોટી, શાક , દાલ અને ભાત ની સાથે કાંઈક સાઈડ ડીશ તો જમવા ની મજા ડબલ થઇ જાય છે.

આજે અહીં બતાવીશ કાચા ગુંદા નો કડક સંભારો. આ સંભારો આપ રોટી શાક કે દાળ ભાત કે પરાઠા કે થેપલા સાથે પીરસી શકો. બનાવવા માં બહુ જ સરળ અને સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ એવો આ સંભારો આપ પણ જરૂર થી ટ્રાય કરજો.

સામગ્રી ::

• 200gm લીલા ગુંદા

• મીઠું

• 4 થી 5 ચમચી તેલ

• 1 ચમચી રાઈ

• 1.5 ચમચી મેથી નો અધકચરો ભૂકો

• 1/2 હળદર

• 1 ચમચી લાલ મરચું

• 1 ચમચી ધાણાજીરું

• 1 ચમચી ટોસ્ટ નો ભૂકો

• 1.5 ચમચી લીંબુનો રસ

રીત ::

આ સંભારો બનાવવા કાચા , લીલા અને કડક ગુંદા લેવા. અત્યારે માર્કેટમાં હજુ સરસ મળે છે. પાકા ને પીળા પડેલા ગુંદા નો સંભારો કડક નહિ થાય ને સારો નહીં લાગે.


સૌ પ્રથમ ગુંદા ને કપડાં થી સાફ કરી ઉપરના ડિટીયા કાઢી લેવા. દસ્તા ની મદદ થી ગુંદા ના 2 ભાગ કરવા અને ઠળિયા ને કાઢી લેવા..


ગુંદા પર થોડું મીઠું છાંટી રાખી લેવા. 2 થી 5 મિનિટ સુધી રાખવા. આમ કરવા થી ગુંદા ની ચીકાશ થોડી ઓછી થઈ જશે.


કડાય માં તેલ ગરમ કરો. ત્યારબાદ એમાં રાઈ અને મેથી નો ભૂકો ઉમેરો. મેથી ના કુરિયા પણ ચાલે. કડાય માં મેથી નો ભૂકો અને રાઈ સરસ લાલ થઈ જાય ત્યારબાદ જ રીત માં આગળ વધવું.


મેથી નો ભૂકો સરસ લાલ થઈ જાય પછી હિંગ અને હળદર ઉમેરી ગુંદા ના ટુકડા ઉમેરો. સરસ મિક્સ કરો.


કડાય ને ઢાંકી લો. ઉપર થોડું પાણી મૂકી , ધીમી આંચ પર ગુંદા ને કડક થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા જાઓ. ગુંદા ને કડક થતા 8 થી 10 મિનિટ લાગશે.

ગુંદા કડક થાય એટલે એમાં હળદર , મરચું , ધાણાજીરું, ટોસ્ટ નો ભૂકો ઉમેરો. સાથે લીંબુ નો રસ પણ ઉમેરો..સરસ મિક્સ કરો. ટોસ્ટ નો ભૂકો optional છે.

ફરી 1 થી 2 મિનિટ માટે પકાવો. તૈયાર છે ગુંદા નો કડક સંભારો ..

આશા છે પસંદ આવશે.

નોંધ ::

• આપ લીંબુ ના રસ ના બદલે કાચી કેરી ના ટુકડા પણ ઉમેરી શકો છો.

• ગુંદા કડક થશે તો જ ભાવશે તો ધીરજ રાખવી.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ