લીલા અને કાચા ગુંદાની કાચરી – ગુંદાને બારેમાસ ખાઈ શકાય એ માટે બનાવો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને આ કાચરી….

લીલા અને કાચા ગુંદાની કાચરી

હેલો ફ્રેન્ડ, હું અલ્કા જોષી આજ પબ્લિક ડીમાન્ડ પર ફરી એકવાર એક નવી કાંચરી ની રેસીપી લાવી છું. આ પહેલા મે કારેલા ની કાચરી બનાવવાની શીખવેલી જેનો પ્રતિસાદ ખુબ સારો એવો મળ્યો હતો. તો આજે હું શીખવાડીશ લીલા અને કાચા ગુંદા ની કાચરી. ગુંદા ફક્ત ઉનાળાની ઋતુમાં મા જ ઉપલબ્ધ હોય છે, તો અત્યારે જ બનાવી ને બારેમાસ તેના સ્વાદ નો આનંદ લઈ શકાય છે. આ કાચરી કેરી ના રસ સાથે ખુબ સરસ લાગે છે, અને રોટલો અને શાક, ખીચડીમાં, ભાખરી શાક સાથે કે રોજ ના જમણ સાથે સરસ લાગે છે.

તો ચાલો નોંધી લો સામગ્રી..

.આપણે અથાણાં બનાવતી વખતે જે ખાટુ પાણી સાચવી રાખ્યુ હોય છે તેનો ઉપયોગ અહી કરવામાં આવે છે.

○1 કિલો લીલા કાચા ગુંદા ,
○1લીટર કેરી નુ ખાટુ પાણી, 
○2-3ચમચી મીઠુ ,

રીત : 

○1-સૌ પ્રથમ ગુંદાને ધોઈ લેવા અને કોરા કરી લેવા .ત્યારબાદ એક થાળીમા થોડુ મીઠું લેવુ ○ત્યારબાદ ન્યુઝ પેપરમાં અેક એક ગુંદા ને દસ્તા વડે તોડી ને ચપ્પુ વડે તેના ઠળિયા કાઢી ને બે ફાડા કરી લો.આ રીતે બધા જ ગુંદા તૈયાર કરી લો ○2-હવે તે ગુંદા ના ફાડા પર થોડુ થોડુ મીઠું છાંટીને એને અડધો કલાક માટે સાઈડ પર મૂકી દો.○3-અડધો કલાક બાદ તેમા મીઠા નુ પાણી થઇ ગયું હશે તેને નિતારી લઈ એક મોટા વાસણ મા લઇને તેની ઊપર ખાટુ પાણી રેડી દો, તેને 10-12 કલાક સુધી ઢાંકી ને રાખવુ ○4- 10-12 કલાક બાદ ગુંદા ને એક ચારણી મા નાખી તેનુ ખાટુ પાણી નિતારી લો. ત્યારબાદ તે ગુંદા ને એક કપડાં પર અથવા ચારણી મા જ તડકા મા લગભગ 3-4 દિવસ માટે સુકવી દો ○5- તમે જોઈ શકશો કે ગુંદા એકદમ કડક થઈ ને ચીમડાઇ જશે ○6-તો ચાલો તૈયાર થઈ ગઈ છે ગુંદા ની કાચરી તેને એરટાઇટ ડબામાં પેક કરીને ને મૂકી દો
○7- જયારે ઉપયોગ મા લેવી હોય ત્યારે તેને ધીમા તાપે તેલ મા તળીને ઉપર લાલ મરચાંનો પાવડર ભભરાવી ને ખાવા ના ઉપયોગ મા લેવી ○તો ચાલો મે તો બનાવી લીધી છે હવે તમે પણ જરૂર બનાવજો અને કેવી લાગી એ જરુર જણાવશો. ફરી એક વાર નવી વાનગી લઇ ને આવુ ત્યા સુધી તમે બનાવી લો આ સ્વાદિષ્ટ ગુંદા ની કાચરી

રસોઈની રાણી : અલ્કા જોશી (મુંબઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી