ગુણકારી મુખવાસ… હવે બહારથી તૈયાર મુખવાસ લાવવાની જરૂરત નથી…ઘરે જ બનાવો !!

ગુણકારી મુખવાસ

ગુજરાતીઓ હોય અને જમીને મુખવાસ ખાવાની આદત ના હોય આવું તો કેમ બને !! મુખવાસ તો દરેક જાત ના માર્કેટ માં સરળતા થી મળી જતા હોય છે. પરંતુ ટેસ્ટ સાથે તેના ફાયદાઓ જોઈ ને તે મુખવાસ ઘરે જ કેમ ના બનાવી એ ? તો આજે હું લઇ ને આવી છુ એક ગુણકારી મુખવાસ જેના અનેક ફાયદાઓ પણ છે. મુખવાસ તો અનેક વસ્તુઓ થી બનાવી સ્કાય છે. પરંતુ મુખવાસ બનાવતી વખતે એક વસ્તુ ધ્યાન માં રાખવી કે તેમાં કઈ કઈ વસ્તુ ઉમેરીએ છે અને તેના શું ફાયદા છે. આ મુખવાસ માં મેં લીધા છે…

સામગ્રી:

૫૦ગ્રામ અજમા,

૫૦ ગ્રામ સુવાડાના,

૧૦૦ ગ્રામ તલ,

૧૦૦ ગ્રામ વળીયારી,

નમક, હળદળ અને પાણી જરૂર મુજબ.

આ બધી સામગ્રી નો ઉપયોગ કરવાથી આપડે બનાવી શકીએ છીએ એક ગુણકારી મુખવાસ જેના ફાયદા છે. તે ગેસ, અપચો જેવી વસ્તુઓમાં રાહત આપે છે.

રીત:

સૌપથમ આપડે બધી જ વસ્તુઓને માપ પ્રમાણે અલગ અલગ બાઉલમાં કાઢી લઈશું. જેટલું પણ વસ્તુ ઓ લો એમાં વડીયારી અને તલ કરતા સુવાદાના અને અજમા અડધા જ માપના લેવાના છે.

હવે ચાર એઈ બાઉલ માં અલગ અલગ નમક ઉમેરવાનું છે. વળીયારી અને તલ માં એક એક ચમચી અને અજમા અને સુવાડાના માં અડધી ચમચી નમક ઉમેરીસું.

હવે બધા બાઉલમાં નમક નખાય ગયા બાદ બધામાં પાણી ઉમેરવાનું છે તલ અને વળીયારીમાં ચાર ચમચી અને અજમા અને સુવાડાનામાં બે ચમચી જેટલું પાણી ઉમેરીસું.

હવે બધા બાઉલમાં નમક અને પાણી ઉમેરાય ગયા બાદ બધાને અલગ અલગ ચમચીથી મિક્ષ કરી લઈશું. અને પાણી અને નમક પ્રોપર મિક્ષ થઇ જાય.

હવે તેને અપડે અડધો કલાક એટલે કે ૩૦ મિનીટ સુધી એમનેમ રેહવા દઈસુ . કે જલ્દી કરવું હોય તો તેને તડકામાં પણ સુખવી સ્કાય છે.

હવે સુકાય ગયા બાદ અપડે તેને સેકી લઈશું. શેકવા માટે પેહલા સુવાડાના અને અજમા લીધ છે અને તેમાં ૧ ચમચી જેટલી હળદળ ઉમેરી છે.

હવે તલ અને વળીયારી ઉમેર્યા છે, શેકવા માટે જેમાં પણ અપડે જરૂર મુજબ હળદળ ઉમેરીસું. બધી વસ્તુઓ એકી સાથે પણ સેકી સ્કાય અને અલગ અલગ પણ સેકી શકો છો.

હવે ગેસ બંદ કરી બધું પ્રોપર મિક્ષ કરી લો જો અલગ અલગ સેક્યુ હોય તો એક પેન અથવા બાઉલ માં કાઢી તેને મિક્ષ કરી લેવું.

હવે તૈયર છે આપડો ગુણકારી મુખવાસ જેને અપડે મુખવાસની બારણીમાં ભરી સ્ટોર પણ કરી શકીએ છીએ. અને  મુખવાસ જેટલો ગુનાકરી છે એટલો જ પણ છે.

નોંધ: મુખવાસ બનાવવા માટેના માપમાં તમને જેમનો પણ ટેસ્ટ વધારે ગમતો હોય તેમ વધારો ઘટાડો કરી શકો છો. અને તેને પોસીબલ હોય તો સેક્યાં પેહલા તડકામાં સૂકવવી દેવા. જો ટાઇમનાં હોય તો એમનેમ પણ ચાલે.

રસોઈની રાણી : મેઘના સચદેવ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
 
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી