“ગુલકંદ ગુજીયા” – હવે બનાવો ઘૂઘરાની એક નવીન વેરાયટી..

“ગુલકંદ ગુજીયા”

ભારતમાં ઘુઘરા મહ્દ અંશે હોળી અને દિવાળીના તહેવારોમાં બનાવવામાં આવે છે. અને તેમાં પણ મેંદાની પુરી અને સાકર મિશ્રિત માવાથી બનાવાય છે. આજે તેમાં થોડા હેલ્ધી વેરીએશન સાથે શીખીએ ગુલકંદ ગુજીયા

સામગ્રી :

કણક માટે:

– 3/4 કપ ઘઉંનો લોટ,
– 2 ટેબલસ્પુન રવો,
– 2 ટેબલસ્પુન ગરમ ઘી,
– 1 ટી સ્પુન સાકર,
– 4 ટેબલસ્પુન હુંફાળુ દુધ કણક બાંધવા,
– ચપટી મીઠું,
– તેલ તળવા માટે,

પુરણ માટે:

– 100 ગ્રામ માવો,
– 1/2 કપ ખજુર બારીક સમારેલી,
– 3 ટેબલસ્પુન ગુલકંદ,
– 2 ટેબલસ્પુન કીસમીસ,
– 1 ટી સ્પુન ઘી,
– 3 ટેબલસ્પુન સુકો મેવો,

રીત:

– કણક માટેની સામગ્રી ભેગી કરી કણક બાંધો.
– ભીના કપડા વડે ઢાંકી 15 મિનિટ માટે અલગ મુકી દો.

પુરણ માટે:

– પેનમાં ઘી ગરમ કરો.
– તેમાં માવો નાખી ધીમા તાપે ઘી છુંટુ પડે ત્યાં સુધી શેકો.
– ગેસ પરથી ઉતારી એકદમ ઠંડુ કરો..
– એક વાસણમાં ખજુર, ગુલકંદ, કીસમીસ, સુકો મેવો, માવો ભેગા કરી બરાબર મિક્સ કરો.

ગુજીયા માટે:

– કણકની પુરીઓ વણી પુરણ ભરી કિનારીએ પાણી લગાડી ઘુઘરા વાળો.
– તેલ ગરમ કરી મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ઘુઘરા તળી લો.
– તૈયાર.

રસોઈની રાણી – પુનમ

સાભાર – ઉર્વી શેઠિયા (મુંબઈ)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી