જલ્સા કરોને જેંતીલાલ

ગુજરાતમાં એસ.એસ.બી.ની પરિક્ષા પાસ કરના પહેલો વિદ્યાર્થી બન્યો, છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો…

અમદાવાદનો યુવાન ગુજરાતમાં ૧૦ વર્ષમાં પહેલો છે જેણે આ પરિક્ષા પાસ કરી, એસ.એસ.બી.ની આ સરકારી પરિક્ષા વિશે વધુ માહિતી લેવા જેવી છે… ગુજરાતમાં એસ.એસ.બી.ની પરિક્ષા પાસ કરના પહેલો વિદ્યાર્થી બન્યો, છેલ્લાં દસ વર્ષનો રેકોર્ડ તોડ્યો…


આપણાં દેશમાં સુરક્ષા દળોમાં ભરતી થવા માટે બહુ ઓછા લોકોની માનસિક તૈયારી હોય છે. તેની પાછળ કેટલાંક કારણો પણ હોય છે, જેમ કે જીવને જોખમમાં રાખીને સરહદે જવું, શહિદી પણ વહોરવી પડે, આવક અને પારિવારિક સુરક્ષા વિશે પણ યોગ્ય માહિતી સામાન્ય વર્ગના લોકોને નથી હોતી. તેમ છતાં, આર્મી, નેવી કે એરફોર્સમાં સામેલ થવા માટે કેટલીક કડક પરિક્ષાઓ અને તાલિમ હોય છે જેમાંથી પસાર થઈને જ દેશની સુરક્ષાદળમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે.


લોકોમાં એક ખાસ પ્રકારનો ડર કે અણસમજ પણ હોય છે કે કઈરીતે ઉચ્ચ હોદ્દે પહોંચવું, કેવી પરિક્ષાઓ આપવી અને કઈરીતે આ ક્ષેત્રમાં પણ આગળ વધીને કારકિર્દી મેળવી શકાય. સામાન્ય રીતે, આપણે આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ જેવી ત્રણમાંથી એક લાઈન પસંદ કરીને કોઈ એક ક્ષેત્રમાં સ્નાતક અનુસ્નાતકનો અભ્યાસ કરીએ છીએ, પરંતુ જો કોઈ વ્યક્તિને પહેલેથી જ ડિફેન્સમાં જવાની ઇચ્છા હોય તો શું કરવું કેવી પરિક્ષાઓ આપવી એની પણ જાણકારી હોવી જોઈએ.

અમદાવાદનો આ યુવક એક એવી પરિક્ષામાં પહેલા રેન્ક ઉપર આવ્યો છે જે છેલ્લા એક દાયકામાં ગુજરાતમાંથી એક પણ વિદ્યાર્થી ઉત્તિર્ણ નથી થઈ શક્યો. આ પરિક્ષા અભિમન્યુના સાત કોષ્ઠકની જેમ પાંચ તબક્કામાં પસાર કરવાની હોય છે. ઉચ્ચ પદના આર્મી અધિકારી બનવા માટે કહી શકાય કે આ વિદ્યાર્થીએ ખૂબ મોટી સફળતા હાંસલ કરી છે.


પાંચ તબક્કાવાળી પરિક્ષા પાસ કરીને મેળવી સફળતા…

અમદાવાદના આ યુવાન રોહિત કારેણાએ તેના પિતાની વાત માનીને આર્મીની ગ્રેડ ૧ ઓફિસરની એક્ઝામ આપવાની તૈયારીઓ શરૂ કરી. સિલેક્સન બોર્ડમાંથી જ્યારે આ પરિક્ષાનું પરિણામ આવ્યું ત્યારે જાણ થઈ કે રોહિત છેલ્લા ૧0 વર્ષમાં એવો પહેલો વિદ્યાર્થી છે જેણે આ પરિક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. જ્યારે આર્મી જેવી સુરક્ષાદળની સેનામાં જોડાવવાની વાત આવે ત્યારે માનસિક અને શારીરિક રીતે કેટલીક કઠોર યાતનાઓમાંથી પણ પસાર થવું પડે છે. કેટલાંક એવા કોપ્રોમાઈઝ પણ કરવા પડે છે, જેમ કે પરિવારથી દૂર રહેવું, મિત્રો – સ્વજનો વિનાનું જીવન જીવવું. ડિસિપ્લિનમાં રહીને જમવા, સૂવા અને ઊઠવાનો સમય નિશ્ચિત કરવો વગેરે.

આ બધી જ બાબતોને પસાર કરીને ડિફેન્સની પરિક્ષા પાસ કરવામાં એસ.એસ.એબી.ની પરિક્ષા આપવી અને તેમાં પાસ થવું ખૂબ જ ગર્વની વાત કહેવાય છે. આ વર્ષે આ પરિક્ષામાં દેશમાંથી કુલ પાંચ જ પરિક્ષાર્થીઓ પાસ થયા છે. એમાંનો એક ગુજરાતનો રોહિત કારેણા છે. રોહિતના પિતા પણ દેશસેવા કરી ચૂક્યા છે તેઓ પણ આર્મીમાં હતા તેથી તેમણે પણ દીકરાને આર્મી જોઈન કરવાની પ્રેરણા આપી હતી. કર્તવ્ય નિષ્ઠા અને દેશદાઝની ભાવના સાથે રોહિત ઉપર તેમને ખૂબ જ અપેક્ષા પણ છે.


કઈરીતે અપાય છે આ પરિક્ષાઓ, શું હોય છે તેની પ્રક્રિયા જાણીએ…

આર્મીમાં જોડાવવા માટે સિવિલ સર્વિસ બોર્ડની આકરી પરિક્ષામાંથી પસાર થવાનું રહે છે. જાણીએ રોહિતે એવી પરિક્ષા કઈરીતે પાસ કરી. સૌ પ્રથમ તો આ પરિક્ષામાં પહેલા દિવસે સ્ક્રિનિંગ ટેસ્ટ લેવાય છે જેમાં સ્ટેજ વનની વર્બલ અને નોન-વર્બલ ઈન્ટેલિજન્સ ટેસ્ટ લેવાય છે જેમાં કુલ મળીને ૫૦ પ્રશ્નો હોય છે. ત્યારબાદ પિક્ચર પર્સેપ્શન એન્ડ ડિસ્ક્રિપ્શન ટેસ્ટ જેને PPDT કહેવાય છે તેમાં કેન્ડિડેટને માત્ર ૩૦ સેકન્ડ માટે એક ઝાંખુ અને ક્લિયર દ્રશ્ય બતાવવામાં આવે છે, જેને જોઈને કેન્ડિડેટે તેને ઓબ્ઝર્વ કરીને આગામી નેક્સ્ટ મિનીટમાં તે દૃશ્યમાં દર્શાવવામાં આવેલ નંબરને યાદ રાખવાના રહેતા છે. ત્યારબાદ દ્રશ્યને જોઈ ચાર મિનીટમાં ૭૦ શબ્દોની એક સ્ટોરી લખવાની રહે છે.

તેમજ એ પછી લખેલ સ્ટોરીને કેન્ડિડેટે એક મિનીટમાં પ્રસ્તૂત કરવાની રહે છે. ત્યારબાદ ગ્રૂપમાં તેમની આ લખેલી સ્ટોરીને ડિસ્કસ કરાય છે. બીજા દિવસની ટેસ્ટમાં સાયકોલોજી ટેસ્ટ સ્ટેજ ટુમાંથી પસાર થવાનું રહે છે જેમાં થેમેટિક એપ્રિસિયેશન ટેસ્ટ પ્રયોજાય છે. જે ઘણાં અંશે PPDT જેવી જેવી હોય છે પરંતુ તેમાં કેન્ડિડેટને ૩૦ સેકન્ડ માટે એક સ્પસ્ટ ચિત્ર બતાવવામાં આવે છે અને આગામી ૪ મિનીટમાં તેને અનુરુપ સ્ટોરી લખવાની હોય છે. આ પ્રકારના ૧૨ દ્રશ્ય કેન્ડિડેટ્સને બતાવાય છે અને કેન્ડિડેટે તે દ્રશ્યમાં દેખાતા નંબર અને કેરેક્ટર યાદ રાખવાનાં હોય છે. જેમાં આ તબક્કે કોઈ પ્રકારનું ગૃપ ડિસ્કશન નથી કરાતું હોતું.


તે પછી યોજાનારી વર્ડ એસોસિયેશન ટેસ્ટમાં કેન્ડિડેટને રોજિંદા ૬૦ ઉપયોગમાં લેવાતા શબ્દોને ફકત ૧૫ સેકન્ડ માટે દેખાડવામાં આવે છે. તે દર્શાવેલ નંબરને જોયા પછી જે કંઈ પણ બાબત તેના માઇન્ડમાં આવે તે રજૂ કરી દેવાનું હોય છે. ત્રીજા અને ચોથા દિવસે ગૃપ ટેસ્ટિંગ ઓફિસર દ્વારા સ્ટેજ ટુની જ પ્રક્રિયા રૂપે ગૃપમાં જ ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં મિલિટરીના અનુસાર ગૃપ પ્લાનિંગ એક્સર્સાઇઝ, પ્રોગ્રેસિસ ગૃપ ટાસ્ક, સ્મોલ ગૃપપ ટાસ્ક, વ્યક્તિગત રીતે અને ગૃપમાં પણ ઓબ્સ્ટેકલ, કમાન્ડ ટાસ્ક, લેક્ચરેટ અને અંતે ફાઇનલ ગૃપ ટાસ્ક પર ચર્ચા પરામર્શ કરવામાં આવે છે.


ત્યારબાદ આ તબક્કામાં એક ઈન્ટર્વ્યૂઈંગ ઓફિસર દ્વારા ઈન્ટર્વ્યૂ લે છે. જેમાં કેન્ડિડેટ્ જે જવાબો આપે છે તેમાં તેની પર્સનલ ઈન્ફોર્મેશન અંગેની પ્રશ્નોત્તરી કરાતી હોય છે. એ પછી વ્યક્તિ સાથેના ઇન્ટરવ્યૂ બાદ ટેસ્ટના છેલ્લા એટલે કે પાંચમા દિવસે ફાઇનલ અસેસમેન્ટ તેમજ એ સાથે પરિણામ પણ જાહેર કરી દેવામાં આવે છે જેમાં બોર્ડ પસંદગીકારો દ્વારા કેન્ડિડેટના બોલવાના હાવભાવ, પોઝિટિવ એટિટયૂડ, સત્યનિષ્ઠતા તેમજ તેનાં કોન્ફિડન્સનું પણ નિરિક્ષણ કરેલું છે. જેમાંથી પાસ થયેલ કેન્ડિડેટને અંતે મેડિકલ એક્ઝામિનેશ માટે ત્રણથી પાંચ દિવસ સુધી મિલીટરી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવે છે.

કોલેજ દ્વારા વિદેશમાં પણ અભ્યાસ કરી આવેલ રોહિત ઈન્ડિયન આર્મીમાં ટેક્નિકલ ઓફિસર તરીકેની ફરજ બજાવશે…


સંસ્કારી નગરી વડોદરાની પારૂર યુનિવર્સિટીમાંથી આ યુવકે ઇલેક્ટ્રોનિક ઇન્જિનિયરીંગ કર્યું છે. તેને કોલેજ તરફથી ખાસ વિષયને લઈને યુરોપ સ્ટડી કરવા પણ મોકલાયો હતો. ભારત પરત ફરીને તેણે માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. આ હોનહાર યુવક કોલેજમાં જોડાયા બાદ મહારાષ્ટ્ર એન.સી.સી. ગૃપમાં પણ જોડાયા હતા. પિતા પણ રિટાયર્ડ આર્મી મેન હોવાથી તેમની સલાહ મુજબ રોહિતે તેની તૈયારીઓ શરી કરી ધીધી હતી. હવે તે નેશનલ ડિફેન્સમાં ટેક્ટિકલ ઓફિસર તરીકે સેવા આપશે. અમદાવાદના આ તેજસ્વી અને સાહસિક યુવાન ઉપર આપણને ગર્વ છે, જે દેશસેવાના કામે પોતાનું અને રાજ્યનું નામ રોશન કરશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version