ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર, આગામી IPLમાં આ શહેરની ટીમ લઈ શકે છે ભાગ

ભારતીય ક્રિકેટ બોર્ડે કોરોના મહામારી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સિઝન સફળ રીતે પૂર્ણ કરી. આઈપીએલ 2020 ના પૂરા થયા બાદ હવે બીસીસીઆઈ આઈપીએલની 14 મી સીઝનને સફળ બનાવવા તરફ નજર ફેરવી રહી છે. આ દરમિયાન, એવા અહેવાલો પ્રાપ્ત થયા છે કે બીસીસીઆઈ આઈપીએલ 2021 માં 8 ની જગ્યાએ 9 ટીમોને રમાડવાનું વિચારી રહ્યું છે. જો ખરેખર આમ થશે તો આપણને આવતા વર્ષે મેગા આઈપીએલ નિલામી જોવા મળશે.

image source

આઈપીએલમાં 9 મી ટીમ ગુજરાતની હોઈ શકે છે

આગામી આઈપીએલમાં 9 મી ટીમ ગુજરાતની હોઈ શકે છે. આ અગાઉ ગુજરાત લાઈન્સ નામની ટીમ IPLની 2016 અને 2017ની સીઝનમાં રમી હતી. રાજકોટ બેઝની આ ટીમના માલિક ઈન્ટેક્સ ટેક્નોલોજીના કેશવ બંસલ હતા. આ બન્ને વર્ષ માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઈઝીને સસ્પેન્ડ કરાઈ હતી. આ ટીમોના માલિક પર ગેરકાયદેસર સટ્ટો રમવાનો આરોપ મૂકાયો હતો.

image source

નવ ટીમો સાથે રમવા પાછળ બોર્ડનો હેતુ લોકડાઉનના કારણે થયેલી આર્થિક ક્ષતિને સંતુલીત કરવાનો છે. નોંધનિય છે કે લોકડાઉનના કારણે ઘણી મેચો કેન્સલ કરવી પડી હતી ઉપરાંત આ વર્ષે આઈપીએમાં પણ પ્રેક્ષકો વગર મેચ રમાઈ હતી અને તેનું આયોજન ભારતમાં બદલે દુબઈમાં કરવામાં આવ્યું હતું.

ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર

image source

આ અંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશને તાજેતરમાં જ અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર કર્યું છે. મોટેરાનું પુન:નિર્માણ કરીને દર્શકોની ક્ષમતા 1 લાખ 10 હજાર કરી દેવાઈ છે. બોર્ડના સેક્રેટરી જય શાહ પણ ગુજરાતના છે, આથી અનુમાન લગાવી શકાય છે કે નવમી ફ્રેન્ચાઈઝી અમદાવાદ હશે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે સૌરવ ગાંગુલી પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે 2021ની IPL ટૂર્નામેન્ટ ભારતમાં જ યોજાશે. ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પછી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડના પ્રવાસથી ભારતમાં ક્રિકેટની સીઝન શરૂ થશે. પછી એપ્રિલમાં એટલે કે પાંચ મહિના પછી IPL ફરી શરૂ થશે. જો આમ થશે તો ગુજરાતના ક્રિકેટપ્રેમીઓ માટે ખુશીના સમાચાર કહેવાશે. આમ ઘણા સમયથી ગુજરાતના ક્રિકેટપ્રેમીઓની માગ હતી કે ગુજરાતની એક ટીમ આઈપીએલમાં હોવી જોઈએ.

આગામી સીઝનની હરાજી 2021માં થશે

image source

આમ તો IPLમાં ઓક્શન ડિસેમ્બર મહિનામાં થાય છે. પરંતુ આ વખતે કોવિડના કારણે IPLના આયોજનમાં મોડું થયું હતું. એટલા માટે આગામી સીઝનની હરાજી 2021માં થશે. જોકે આ વાતને સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી. તમને જણાવી દઈએ કે 2016 અને 2017માં ગુજરાત લાયન્સ ટીમ આઈપીએલમાં રમી હતી ત્યારે તેમનો કેપ્ટન સુરેશ રૈના હતો. 2016માં ટીમ ક્વાલીફાયર-2 માં પહોંચી હતી અને 2017માં 7 માં નંબર પર રહી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ