

ગુજરાતના યુટ્યુબર્સેની એક આગવી પહેલ, લોકડાઉનમાં કંટાળાને દૂર કરીને મનોરંજન પૂરું પાડવા શરૂ કરી ‘મોજીલી બેઠક’, VIDEO ‘મોજીલી બેઠક’માં ગુજરાતના 6 વર્ષથી માંડી 26 વર્ષ સુધીના યુટ્યુબર્સ જોડાયા, શું તમે જોયો આ વિડીયો? મોજીલી બેઠક’માં યૂટ્યુબર્સ પોતાના ઘરે બેસીને જ બનાવે છે કન્ટેન્ટ, અને પૂરું પાડી રહ્યા છે લોકોને મનોરંજન, જોઇ લો વિડીયોમાં


કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ સમયમાં અનેક લોકો ઘરમાં બેસીને હવે કંટાળી ગયા છે. આમ, તમારો કંટાળો દૂર કરવા માટે હવે ગુજરાતના યૂટ્યુબર્સે એક આગવી પહેલ શરૂ કરી છે. જો કે બધા લોકોનુ મનોરંજન પૂરું પાડવા માટે ‘મોજીલી બેઠક’ શો ખાસ તમારી માટે જ છે.

આ શોમાં બધા યૂટ્યુબર્સ પોતાના જ ઘરે બેસીને કન્ટેન્ટ બનાવે છે અને તે બધા યૂટ્યુબર્સ લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યાં છે. આ શોમાં ગુજરાતના 6 વર્ષથી માંડી 26 વર્ષ સુધીના સૌ યુટ્યુબર્સ જોડાયા છે.






તમને જણાવી દઇએ કે, આ શોમાં ગુજરાતની લાડકી યુટ્યુબર ધ્યાની પણ જોડાઈ છે. આ સાથે ધ્રુમિલ પોશિયા, એન.કે.લાઠીયા, ભાવિન વારીયા, રોહિત પટેલ વગેરે યુટ્યુબર્સ જોડાયા છે. ‘મોજીલી બેઠક’ શોને યશ ધાનાણી હોસ્ટ કરે છે. જ્યારે આ શોને રિશી શેલડિયા મેનેજ કરે છે. તમને જાણીને આનંદ થશે કે, આ શો તેમની જ ચેનલ એટલે કે ‘ગુજ્જુ મોજીલે’ પર લોન્ચ કરવામાં આવ્યો છે.

જો કે આ શો બનાવવનો મુખ્ય હેતુ એ છે કે લોકડાઉનમાં કંટાળેલા ગુજરાતી લોકોને થોડું હસી મજાકભર્યું મનોરંજન આપી તણાવમુક્ત કરવાનો છે. ઉલ્લેખનીય છે કે, આ શોનો પ્રથમ એપિસોડ ‘ગુજ્જુ મોજીલે’ યુટ્યુબ ચેનલ પર લોન્ચ થઈ ગયો છે.
આમ, શોના બીજા એપિસોડમાં ગુજરાતના નામી યુટ્યુબર્સ પ્રિયંકા ચુડાસમા, ધરતી ગઢિયા, અંકિત કંસાગરા, યો યો જેવી અને પારુ અને ગુરુ જોવા મળશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ