ગુજરાતના દરેક ઘરમાં સવારે ભાત બનતા જ હશે, આજે જાણો કયો ભાત ખાવો વધારે ફાયદાકારક છે…

“ચોખા વગરનું ભોજન ભોજન જ નથી હોતું”

આ એક જાપાનીઝ કહેવત અરધા કરતા પણ વધારે પૃથ્વીવાસીઓનું પેટ ભરતી ખાધ્ય ચીજ માટે સંપૂર્ણ બંધ બેસે છે. ના એક વાટકી સફેદ ચોખા માટેનો પ્રેમ માત્ર એશિયનો સુધી જ મર્યાદીત નથી, સામાન્ય માન્યતા તો એવી જ છે, પણ ચોખા દુનિયામાં ફેલાયેલા વિવિધ પ્રદેશો તેમજ દેશો ના ત્રણ અબજ લોકોનો ખોરાક છે.

ઘણા બધા ચોખા પ્રેમીઓ માત્ર રોટલી કે બ્રેડ ખાઈને સંતોષ નથી માનતા પણ તેમને સંતોષ ત્યારે જ થાય છે જ્યારે તે એક વાટકી ચોખા ખાય છે. પણ આજકાલ વિશ્વ જરા વધારે હેલ્થ કોન્શિયસ બની ગયું છે. સફેદ ચોખાને એક દુશ્મન તરીકે જોવામાં આવી રહ્યા છે. જ્યારે બ્રાઉન રાઈસ- ‘સ્વસ્થ અને શુદ્ધ’ માનવામાં આવે છે – આ સમાચારે વિશ્વ પર જોર પકડી લીધું છે. સફેદ ચોખાની વિશ્વાસપાત્રતા અને પોષકત્ત્વો પરિબળો પર હંમેશા પ્રશ્નો ઊભા થતાં રહ્યા હતા અને થતાં રહ્યા છે. એટલે કે બ્રાઉન રાઇસ તમને સ્વસ્થ અને ચુસ્ત રાખે છે જ્યારે સફેદ ચોખા તમને અસ્વસ્થ બનાવે છે.
તો શું તમે વાસ્તવિકતા જાણવા માગો છો ? ચાલો તો જાણીએ બ્રાઉન રાઇસ v/s વ્હાઇટ રાઇસ.

વ્હાઇટ રાઇસ અને બ્રાઉન રાઇસ વચ્ચેનો તફાવત

શું બ્રાઉન રાઇસ આટલા સમ્માનને લાયક છે ?

શું આપણે વધારે સ્વસ્થ વિકલ્પ માટે વ્હાઇટ રાઇસનું સેવન છોડી દેવું જોઈએ ?

બ્રાઉન રાઇસ શા માટે વધારે હેલ્ધી છે ?

તે ખરેખ અર્થપૂર્ણ છે ?

સાચું કહું તો આ જે ધોળા ચોખા અને બ્રાઉન ચોખાની હવા ઉભી કરવામાં આવી છે તે મારી તો જરા પણ સમજમાં નથી આવતી. બ્રાઉન રાઇસ બ્રાઉન રાઇસ છે અને વ્હાઇટ રાઇસ વ્હાઇટ રાઇસ છે. પણ શું બ્રાઉન રાઇસ વ્હાઇટ રાઇસ કરતા સારા છે ? આજે ઘણા બધા લોકો બ્રાઉન રાઇસના જ વખાણ કરતાં જોવા મળે છે. પણ જો મને તેનો સ્વાદ ના ગમતો હોય તો ?

બ્રાઉન રાઇસ તેના હરીફ વ્હાઇટ રાઇસ કરતા કેવી રીતે અલગ છે ? તમારા મગજને વધારે કસરત નહીં કરતાવતા મેં બન્ને વચ્ચેના તફાવતોને મુદ્દાસર દર્શાવ્યા છે. તો ચાલો જાણીએ તે બન્નેના તફાવતો વિષે.

1. ભૌતિક ગુણો

બ્રાઉન રાઇસ

બ્રાઉન રાઇસ એક આખું અનાજ છે. એનો અર્થ એ થાય કે તેમાં તેની સંપૂર્ણ અસર સમાયેલી છે. આ ચોખામાં તેના છોતરા સહીત તેના અંતર્બીજ સુધીનું બધું જ સાબુત રાખવામાં આવ્યું હોય છે. ચોખાના માત્ર ઉપરના છોતરાને જ કાઢવામાં આવે છે તેના પર બીજી કોઈ જ પ્રોસેસ કરવામાં નથી આવતી. તેનો અર્થ છે કે તેમાં પોષકત્ત્વો, વિટામિન્સ અને ફાઇબર પ્રચૂર પ્રમાણમાં સમાયેલા હોય છે.

ચોખાના દાણાનું જે બહારનું પડ હોય છે તેમાં પ્રચૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ, ફાઇબર, અને વિટામિન બી સમાયેલા હોય છે. વચ્ચેના પડમાં જરૂરી પ્રોટિન, કેટલાક બિ વિટામિન્સ, ખનીજ તત્ત્વો અને હેલ્ધી ફેટ સમાયેલા હોય છે જ્યારે તેના સૌથી અંદરના પડ એટલે કે અંતરબીજમાં કાર્બોહાઇડ્રેટ્સ, કેટલાક પ્રોટિન્સ અને કેટલાક વિટામિન્સ અને ખનીજત્ત્વો હોય છે. બ્રાઉન રાઇસમાં આ બધા જ પડોની હાજરી હોય છે, જે આશિર્વાદરૂપ અને શ્રાપરૂપ પણ છે.

કેવી રીતે ?

1. ભૌતિક ગુણો

વ્હાઇટ રાઇસ

જ્યારે વ્હાઇટ રાઇસમાં તેના ઉપરના છોતરાની સાથે ત્યાર બાદના આવરણને પણ તેના પરથી કાઢી નાખવામાં આવે છે અને માત્ર અન્તર્બિજને જ રાખવામાં આવે છે. આ ચોખા પ્રોસેસ્ડ થયેલા હોય છે, પોલીશ થયેલા હોય છે અને તેની આ પ્રક્રિયાના કારણે જ તેનો કલર વ્હાઇટ હોય છે. માટે આ કારણ સર તેમાંના મોટા ભાગના પોષકત્ત્વો, પ્રોટિન અને એન્ટિઓક્સિડન્ટ નાશ પામે છે. આ પરિબળ પણ વ્હાઇટ ચોખાને અનહેલ્ધી બનાવે છે. માટે જ્યારે એક સાઇડ ડીશ તરીકે વ્હાઇટ રાઇસની કોઈ વાનગી ખાતા હોવ ત્યારે તમારે યાદ રાખવું કે તેમાંથી ઘણા ખરા અંશનું પોષણ દૂર થઈ ગયું છે. જેમ કે જરૂરી વિટામિન્સ અને ખનીજત્ત્વો, એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબર.

પણ આ પ્રક્રિયા ચોખાનું ઉપરનું પડ દૂર કરે છે જેના કારણે ફિટિક એસિડનું જેખમ ટળે છે. સૌથી મહત્ત્વનું એ છે કે વ્હાઇટ રાઇસ પચવામાં સરળ હોય છે કારણ કે તેની પ્રક્રિયાના કારણે અનાજ આધારીત જે રેશા હોય છે તે ઘણા ઓછા થઈ જાય છે જેના કારણે તમારા આંતરડાને નુકસાન નથી પહોંચતું. જોકે તે પાચન પ્રક્રિયા પણ અવરોધી શકે છે.

2. ન્યૂટ્રીશન ડેન્સિટી (પોષકત્ત્વ ઘનતા)

એવું માનવામાં આવે છે કે 1 કપ બ્રાઉન રાઇસમાં એક કપ વ્હાઇટ ચોખા કરતાં બે ગણા પ્રમાણમાં પોષકતત્ત્વો હોય છે. તેમાં આયર્નનું પ્રમાણ સફેદ ચેખા કરતાં અઢી ગણું વધારે હોય છે, વિટામિન બી3 ત્રણ ગણું, વિટામિન બી1 ચાર ગણું અને વિટામિન બી6 દસ ગણું વધારે હોય છે. માત્ર આટલા પ્રમાણમાં જ દીવસ દરમિયાન જરૂરી 80 ટકાની મેન્ગેનિઝની જરૂરીયાત પૂરી થઈ જાય છે. સારા કોલેસ્ટેરોલના બંધારણ, ઉર્જા અને સેક્સ હોર્મોન ઉત્પાદન માટે આ ખનીજ ખુબજ જરૂરી છે. બ્રાઉન રાઈસમાં 27.3 ટકા સેલેનિયમ, 209 ટકા મેગ્નેશિયમ, 83.85 મિલિગ્રામ પોટેશિયમ અ 18.7 ટકા ટ્રાઇપ્ટેફેન હોય છે. જે એક ખુબ જ અદભુત ગુણવત્તા છે.

તફાવત નાના પ્રમાણમાં હોય તો પણ બ્રાઉન રાઇસમાં વ્હાઇટ રાઇસ કરતાં વધારે પ્રમાણમાં કેલરી હોય છે. રાંધેલા બ્રાઉન રાઇસના એક વાટકામાં 216 કેલરી હોય છે જ્યારે વ્હાઇટ રાઈસમાં 206 કેલરી હોય છે.

જો કે તે પણ ન ભૂલવું જોઈએ કે બ્રાઉન રાઇસમાં ફિટિક એસિડ જેવું નુકસાનકારક તત્ત્વ પણ હોય છે. તે એન્ટિ ન્યૂટ્રિઅન્ટને જરૂરી ખનીજો જેવા કે આયર્ન, મેન્ગેનિઝ, પોટેશિયમ અને મેગ્નેશિયમ શોષી લેવાની અસરના કારણે જાણીતું છે.

2. ન્યૂટ્રીશન ડેન્સિટી (પોષકત્ત્વ ઘનતા)

આ પક્ષે વ્હાઇટ રાઇસ ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. વ્હાઇટ રાઇસ જે પ્રક્રિયાઓમાંથી પસાર થાય છે તેના કારણે તેમાંનું 80 ટકા આયર્ન, 80 ટકા વિટામિન બી3, અને અરધોઅરધ મેન્ગેનિઝ, ફોસ્ફરસ અને પ્રત્યક્ષ ફાયબર જે મૂળ અનાજમાં સમાયેલી હોય છે તે દૂર થઈ જાય છે. એક કપ ધોળા લાંબા ભાતમાં લગભગ .5 મિ.ગ્રા મેન્ગેનિઝ, 9.7 માઇક્રો ગ્રામ સેલેનિયમ, 8.7 મિ.ગ્રા મેગ્નેશિયમ, 17.4 મિ.ગ્રા પોટેશિમય અને 206 કેલેરી હોય છે. વ્હાઇટ રાઇસની સારી વાત એ છે કે તેમાં ફિટિક એસિડ નથી હોતું જેના કારણે તેમાં બચેલા બધા જ ખનીજો જળવાઈ રહે છે.

3. ડાયાબિટીસ

બ્રાઉન રાઇસમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ નીચું હોય છે ડાયાબિટિસ ધાવતા લોકો માટે સારો વિકલ્પ છે. એશિયનો પર મેદસ્વિતાને લઈને કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે જે લોકો બ્રાઉન રાઇસનું સેવન વધારે કરે છે તેમનામાં વ્હાઇટ રાઇસનું સેવન કરતા લોકો કરતા શુગર લેવલ ઓછું હોય છે. તે ઇન્સ્યુલીનની અસર પણ ઓછી કરે છે. જો કે સરખામણી બ્રાઉન અને વ્હાઇટ રાઇસના પ્રકાર પર પણ આધાર રાખે છે.

3. ડાયાબિટીસ

કાર્બોહાઇડ્રેટ્સના ઉંચા પ્રમાણના કારણે વ્હાઇટ રાઇસમાં ગ્લાસેમિક ઇન્ડેક્ષ ઉચ્ચા પ્રમાણમાં હોય છે. તે કારણસર ડાયાબિટિક્સ માટે તે ખુબ જ નુકસાનકારક છે.

જો તમને વ્હાઇટ રાઇસ ગમતા હોય અને તમે તેના વગર એક દિવસ પણ ન રહી શકતા હોવ તો તમે આ નુકસાનની ભરપાઈ ચોખાના પ્રમાણમાં ઘટાડો કરીને અથવા ઓછા ગ્લાસેમિક ઇન્ડેક્ષ ધરાવતી ચોખાની જાતી જેમકે વ્હાઇટ બાસ્મતિ રાઇસનો વિકલ્પ અપનાવી કરી શકો છો.

4. વજન ઘટાડવા

જે લોકો પોતાનું વજન ઘટાડવા માગતા હોય તેમના માટે બ્રાઉન રાઇસ એક સ્વસ્થ વિકલ્પ છે. આગળ સમજાવ્યું છે તે પ્રમાણે બ્રાઉન રાઈસમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન્સ, ખનીજતત્ત્વો, હેલ્ધી ફેટ્સ અને પ્રોટિન હોય છે જે હૃદય માટે ખુબ જ લાભપ્રદ છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર પણ હોય છે જે તમારી પાચનક્રિયા નિયમિત રાખે છે અને તે રીતે તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.

જે લોકો ભુખ્યા ન રહી શકતા હોય તે લોકો માટે બ્રાઉન રાઇસ એક સારો વિકલ્પ છે. તે તમારું પેટ લાંબા સમય માટે ભરેલું રાખશે અને તમારી કેલરીની જરૂરિયાતને પણ અંકુશમાં રાખશે. આ ઉપરાંત બ્રાઉન રાઇસ આંતરડા સ્વસ્થ રાખવા માટેના ગુડ બેક્ટેરિયાને પણ સુધારે છે. એક માત્ર નકારાત્મક બાબત આ અનાજની એ છે કે તે જાડા હોય છે અને તેનો સ્વાદ વ્હાઇટ રાઇસ જેટલો લલચામણો નથી હોતો. આ ઉપરાંત તેના પર ઘણા બધા કૂદરતી પડો હોવાના કારણે તે પાચન માટે ભારે છે. આ ઉપરાંત ફિટિક એસિડ કે જે ખનીજતત્ત્વોને શોષિ લે છે તે પણ હોવાથી તેની કોઈ ખાતરી નથી કે તમને સંપૂર્ણ ન્યૂટ્રિઅટ્સ મળી જ રહે.

4. વજન ઘટાડવા

રિફાઇન્ડ વ્હાઇટ રાઈસમાં આ એક ખોટ કાયમી રહેવાની અને તે છે ઉચું કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ અને લો ફાઇબર કન્ટેન્ટ. તે પોષક તત્ત્વોમાં પણ મર્યાદિત હશે, પણ એ વાતની ખાતરી છે કે બ્રાઉન રાઇસની વિરુદ્ધ જેટલા પણ પોષકતત્ત્વો વ્હાઇટ રાઇસમાં સમયેલા હશે તે તમને ચોક્કસ મળશે. કારણ કે સદંતર બધા જ વ્હાઇટ રાઇસ ફીટિક એસિડ ફ્રી હોય છે, અને સરળતાથી પચી જાય છે. અને સૌથી વધારે મહત્ત્વની વાત એ કે તે ખુબ જ સ્વાદિષ્ટ હોય છે.

વધારામાં વ્હાઇટ રાઈસની કેલરી બ્રાઉન રાઇસની સરખામણીએ ઓછી હોય છે પછી તેના કરતાં થોડાક ઓછા પ્રમાણમાં કેમ ન હોય તો પણ. આ બધું દર્શાવે છે કે વ્હાઇટ રાઇસ વજન ઓછું કરનારાઓ માટે કંઈ એટલું બધું ખરાબ ઓપ્શન નથી. પણ શરત એટલી કે મર્યાદીત માત્રામાં આરોગવા.

5. પાચનશક્તિ માટેના પરિબળો

એ તો પાક્કું જ છે કે પોષક તત્ત્વો અને ફાઈબરથી ભરપુર બ્રાઉન રાઇસ પચવામાં તો જરા પણ સરળ નથી. તે માટેનું મુખ્ય કારણ ચોખા પરનું પડ જેમાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર અને ફીટીક એસિડ સમાયેલું હોય છે.

5. પાચન શક્તિ માટેના પરિબળો

બીજી બાજુ વ્હાઇટ રાઇસ પચવામાં ખુબ જ હળવા છે. તેમાં મર્યાદીત પ્રમાણમાં ફાઇબર હોય છે અને બધા જ પોષકતત્ત્વો પણ ખુબ જ મર્યાદિત પ્રમાણમાં હોય છે. આ બધા જ પરિબળો વ્હાઇટ રાઇસને તેવા લોકો માટે ખુબ જ સારા ગણાવે છે જેમને પાચનશક્તિની સમસ્યા હોય.

6. આર્સેનિક કન્ટેન્ટ (સોમલ ખારનું પ્રમાણ)

અનાજના બધા જ પડ સાથે હોવાથી બ્રાઉન રાઇસમાં વ્હાઇટ રાઇસની સરખામણીએ પુષ્કળ પ્રમાણમાં આર્સેનિક હોય છે. માટે બ્રાઉન રાઈસને અવારનવાર ન ખાવા જોઈએ અને વધારે પ્રમાણમાં પણ ન ખાવા જોઈએ. વાસ્તવમાં ઘણી બધી એવી બ્રાઉન રાઇસની વેરાયટી છે જેમાં જોખમી પ્રમાણમાં આર્સેનિક હોય છે એટલે કે 50 ટકા કરતા વધુ.

માટે ભલે તેમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્ત્વો, મિનરલ્સ, વિટામિન્સ સમાયેલા છે તેમ છતાં તેમાં ઉચ્ચ આર્સેનિકનું જોખમ તો રહેલું જ હોય છે. તે માટે તમારી પાસે માત્ર એક જ ઓપ્શન છે કે તમે તેને ખુબ જ મર્યાદિત પ્રમાણમાં ખાઓ.

વધારે લાંબા સમય સુધી આર્સેનિક લેવાથી તે તમને ક્રોનિક ડિસિઝ તરફ જેમ કે કેન્સર, ટાઇપ બી ડાયાબિટીસ અને હૃદયરોગ તરફ દોરી જાય છે. 6. આર્સેનિક કન્ટેન્ટ (સોમલ ખારનું પ્રમાણ)

બીચારા ‘અસ્વસ્થ’ વ્હાઇટ રાઇસ ખાસ કરીને જાસ્મીન અને બાસ્મતી વેરાઇટી,માં સૌથી ઓછા પ્રમાણમાં ઝેરી આર્સેનિક હોય છે. ચોખા વ્યવસ્થીત ધોઈ લેવા તે એક સારો વિકલ્પ છે. તેમ કરવાથી માત્ર ગંદકી જ દૂર નહીં થાય પણ તેનું આર્સેનિક લેવલ પણ ઓછું થશે.

7. કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ

બ્રાઉન રાઇસમાં ભલે પુષ્કળ પ્રમાણમાં પોષકતત્ત્વો સમાયેલા હોય છે પણ જેને આપણે હેલ્ધી કાર્બ કહીએ છે તેનો તેમાં અભાવ હોય છે. તેનું કારણ છે ચોખાના દાણા પરના અન્ય પડ. જો કે ઓપ્ટિમમ કાર્બ તે માણસના શરીરના યોગ્ય તંત્ર માટે જરૂરી છે. તે તમને પુષ્કળ ઉર્જા આપે છે અને તે સ્ત્રીના હોર્મોન ઉત્પાદનને અંકુશમાં રાખવામાં પણ નિર્ણાયક રીતે મદદ કરે છે.

7. કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ

વ્હાઇટ રાઇસ પરના બધા જ પડ ઉતારી નાખવામાં આવ્યા હોય છે માટે તેમાં સારું કાર્બ હોય છે. પણ એ વાતનું ધ્યાન રાખવું કે તમારે ઉચ્ચ ગુણવત્તાના વ્હાઇટ રાઇસનું સેવન કરવાનું છે. જેમ કે જાસ્મિન, બાસ્મતિ, તે પણ એક મર્યાદિત પ્રમાણમાં જેથી કરીને તમારી દિવસ દરમિયાનની કાર્બોહાઇડ્રેટની જરૂરિયાત સંતોષાય. એક કપ રાંધેલા લાંબા વ્હાઇટ ચોખા એક યોગ્ય પ્રમાણ છે.

8. મજબુત દાત અને હાડકા

જો આપણે પોષકત્ત્વોની ગણતરી કરવા બેસીએ તો વ્હાઇટ રાઇસની સરખામણીએ બ્રાઉન રાઇસમાં ચાર ગણું વધારે મેગ્નેશિયમ હોય છે. તે દર્શાવે છે કે ક્યારેક ક્યારેક બ્રાઉન રાઇસનું સેવન કરવાથી આપણા દાંત તેમજ હાડકાની મજબુતી જળવાઈ રહે છે.

8. મજબુત દાત અને હાડકા

બ્રાઉન રાઇસની સરખામણીએ વ્હાઇટ રાઇસમાં ખનીજતત્ત્વો ઓછા પ્રમાણમાં હોવાથી જે લોકો મજબુદ દાત અને હાડકા ઇચ્છતા હોય તેમના માટે એક સારો વિકલ્પ નથી.

9. ચરબીનું પ્રમાણ

આમ તો ચોખાના આ બન્ને પ્રકારમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે પણ જો સરખામણી જ કરવી હોય તો બ્રાઉન રાઈસમાં ફેટનું પ્રમાણ વધારે હોય છે.
એક કપ રાંધેલા બ્રાઉન રાઇસમાં લગભગ 3 ગ્રામ ફેટ હોય છે જ્યારે વ્હાઇટ રાઈસમાં માત્ર 1 ગ્રામ ફેટ હોય છે.

9. ચરબીનું પ્રમાણ

શું વ્હાઇટ રાઇસ તમને મેદસ્વી બનાવે છે ? વ્હાઇટ રાઇસ, ને ભલે ‘અસ્વસ્થ અને મેદસ્વિતા વધારતા’ ગણવામાં આવ્યા હોય પણ તેમાં બ્રાઉન રાઇસની સરખામણીમાં ઓછી ચરબી હોય છે.

10. ફોલેટનું પ્રમાણ (ફોલિક એસિડ અને વિટામિન બી9)નો સંકુલ હેલ્ધી રાઇસની આ રેસમાં ફરી બ્રાઉન રાઈસ માર ખાઈ રહ્યો છે.

બ્રાઉન રાઇસ ભલે વિટામિન્સ બીનું ઉંચુ પ્રમાણ ધાવતા હોય પણ તેમાં ફોલેટનું પ્રમાણ ઓછું હોય છે. ફોલેટ એ સ્ત્રીઓ માટે ખુબ જ જરૂરી વિટામીન હોય છે, ખાસ કરીને તે સ્ત્રીઓ જે ગર્ભવતી હોય અને સ્તનપાન કરાવતી હોય.

10. ફોલેટનું પ્રમાણ (ફોલિક એસિડ અને વિટામિન બી9)નો સંકુલ વ્હાઇટ રાઇસ ફોલેટ માટેના ઉત્તમ સ્રોત છે. એક વ્હાઇટ રાઈસમાં લગભગ 95 માઇક્રોગ્રામ ફોલેટ હોય છે. આ અનહેલ્ધી રાઈસ ગણાતી આ પ્રજાતી ખરેખર તેટલી અનહેલ્ધી નથી. તે તમે સમજી શકો છો.

11. એલર્જી

તેના ભારે અને રફ ટેક્ષ્ચર તેમજ તેના નટી સ્વાદના કારણે બ્રાઉન રાઈસ કેટલાક પ્રકારની એલર્જી માટે કારણરૂપ બની શકે છે. તે આંતરડામાં લીકેજ કરી પેટની રેખાઓને તોડવા માટે જાણીતા છે, જેના કારણે પચ્યા વગરના ખોરાકના કણો, બેક્ટેરિયા, ઝેર અને અન્ય તત્ત્વો તમારા લોહીમાં દાખલ થાય છે અને તમને નુકસાન પહેંચાડી શકે છે.

માટે તમને સલાહ આપવામાં આવે છે કે બ્રાઉન રાઇસ તરફ વળતા પહેલાં તેના એલર્જિક રિએક્શન વિષે જાણી લેવું.

11. એલર્જી

વ્હાઇટ રાઇસ એ રીફાઇન્ડ સ્મૂધ ટેક્ષચર ધરાવે છે અને તે સ્વાદમાં પણ સારા હોય છે.

તે પચવામાં હળવા હોય છે, મોટાભાગના જરૂરી પોષકતત્ત્વો તેમાં સમાયેલા હોય છે. માટે તમે કોઈ પણ જાતની એલર્જીના ભય વગર વ્હાઇટ રાઇસનું સેવન કરી શકો છો.

બ્રાઉન રાઇસ વિ. વ્હાઇટ રાઇસ – નિર્ણય

તો ચાલો હવે એ જાણીએ કે બ્રાઉન રાઇસ વિ. વ્હાઇટ રાઇસના કેસમાં કોણ જીત્યું.

આપણે ઉપર જોયું તે પ્રમાણે બ્રાઉન રાઇસ અને વ્હાઇટ રાઇસ વચ્ચેનો તફાવત એટલો બધો નથી. પણ એટલું તો નક્કી જ છે કે બ્રાઉન રાઇસ ને તમે ઉત્તમોત્તમ વિકલ્પ ન ગણી શકો. તેમાં પણ પોતાના દુર્ગુણો છે. સૌથી વધારે અસર કરતું હોય તો તે છે સ્વાદ, તમારી પસંદ અને તમારુ બજેટ. પ્રામાણિક રીતે કહું તો એક કપ વ્હાઇટ રાઈસ તમને કંઈ મેદસ્વી નહીં બનાવી દે, અને કંઈ એક કપ બ્રાઉન રાઇસ તમને હેલ્ધી પણ નહીં બનાવી દે. હંમેશા યાદ રાખો, પોષક તત્ત્વો તે કંઈ દરેક વિજ્ઞાનમાં બંધ બેસે તે જરૂરી નથી – પોષકતત્ત્વો શરીરમાં શોષાવા અને તેની અસર થવી તે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. આપણે એવી ઘણી વ્યક્તિઓને જાણીએ છીએ જે બધું જ ખાઈને સ્વસ્થ રહે છે, અને એવા કેટલાક લોકોને પણ જાણીએ છીએ કે જે કડક ડાયેટનું પાલન કરવા છતાં પણ મેદસ્વી થઈ જતા હોય છે. તે બધું જ તમારી ચયાપચયની ક્રિયા એટલે કે મેટાબેલિઝમ પર આધાર રાખે છે, ખરેખર.

અહીં તમને કેટલાક સજેશન્સ આપવામાં આવ્યા છે જે તમે જ્યારે ચોખા ખરીદવા જાઓ ત્યારે યાદ રાખજોઃ

– ચોખા ખાવા યોગ્ય છે – તમે કોઈપણ વેરાઇટી ખાઈ શકો છો. પણ તેના પ્રમાણને હંમેશા નજરમાં રાખજો. જો તમે રાઇસના ફેન ના હોવ તો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે જો તમે ભાત ન ખાતા હોવ તો કાર્બેહાઇડ્રેટનો બીજો સ્રોત અપનાવો.

– વ્હાઇટ રાઇસ અથવા બ્રાઉન રાઇસ – તે બધું તમારા પર છે. પોષકતત્ત્વો અને તેની અસરો લગભગ સરખી જ છે. તમે તમારી જીભને નક્કી કરવા દો. બ્રાઉન રાઇસ લેતી વખતે તેના પ્રમાણ તેમજ તેની ફ્રીક્વન્સી પર ખાસ ધ્યાન આપો.

– વજન પર ધ્યાન રાખનારાઓ, એટલું મગજમાં બાંધી લો કે ચોખા માટેની તમારી પસંદગી તમારું બીનજરૂરી વજન નહીં વધારી દે. તમે કેટલા પ્રમાણમાં ખાઓ છો તે જ અસર કરે છે.

– સ્માર્ટ બનો, વિવિધ જાતની વેરાયટી અપનાવો. તમારી પાસે અસંખ્ય વિકલ્પો છે, તો પછી કેમ બધા પર ટ્રાઇ ન મારવો. કોઈ દિવસ બાસમતી, કોઈ દિવસ બ્રાઉન રાઇસ તો કોઈ દીવસ બીજી કોઈ વેરાઇટી.

– એ વાત યાદ રાખો કે કેલરી, ન્યૂટ્રીયન્ટ્સ અને ગ્લાઇસિક ઇન્ડેક્ષ જરા પણ કામના નથી કારણ કે કોઈ વ્યક્તિ કોઈ અન્ય ડીશ વગર ક્યારેય ખાલી ભાત નથી ખાતી હોતી. તમારું સમગ્ર ભોજન જ અસર કરે છે – માત્ર ચોખા જ તમને મેદસ્વી નહીં બનાવે.

– જો ડાયાબિટીકની વાત કરીએ તો તેઓ ક્યારેય ભાત ખાલી પેટે નથી ખાવાના, કારણ લંચ પહેલાં તેમણે બીજો પણ ખોરાક લીધો જ હોય છે. તેનો અર્થ એ થાય છે કે તમે ભાતનું સેવન ત્યારે કરશો જ્યારે તમારા પાચનતંત્રએ અન્ય ખોરાક લઈ જ લીધો હશે. માટે તેની તમારી લોહી શર્કરા પર ખુબ જ નહીંવત જ અસર થવાની. તો સાહસ કરો અને તમારા ભાગના ભાત ખાઈ જ લો. માત્ર એટલું જ યાદ રાખો કે સવારમાં પહેલાં ભાત ક્યારેય ખાવા નહીં.

તો આટલા લાંબા વિશ્લેષણ બાદ તમને વ્હાઇટ રાઇસ અને બ્રાઉન રાઈસના સારા નરસા પાસાઓનો ખ્યાલ આવી જ ગયો હશે. બન્નેના પોતપોતાના ફાયદાઓ છે. તે તમને જરા પણ નુકસાન નથી કરતા જો તમે તેને યોગ્ય પ્રમાણમાં આરોગો તો. એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે બ્રાઉન રાઇસ એ કંઈ રાજા નથી અને વ્હાઇટ રાઈસ પ્રત્યે જે આટલી બધી નફરત કેળવાઈ રહી છે તે ખોટી છે. બન્ને લગભગ સરખા જ છે. ઉલટાનું કેટલાક પોઇન્ટ્સમાં તો વ્હાઇટ રાઈસ બ્રાઉન રાઇસ કરતા ચડી જાય છે જેમકે ફીટીક એસિડ કન્ટેન્ટ, પાચનશક્તિ, અને આર્સેનિક કન્ટેન્ટ.

આ બધી ચર્ચા હતી બ્રાઉન રાઇસ વિ. વ્હાઇટ રાઈસની પણ પરિણામ એ આવ્યું કે કોઈ કોઈથી ચડીયાતું નથી. તે બન્ને વચ્ચે ટાઇ છે. બન્ને લગભગ સરખા જ છે. તમે ઇચ્છે તે ખાઓ. તમારી મરજી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી જાણવા માટે લાઈક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ