ગુજરાતમાં અહીં આ કાર કંપનીએ એકસાથે ખોલ્યા 8 નવા શોરૂમ, જાણીને તમે પણ મૂકાશો આશ્ચર્યમાં

આપણા દેશના દિગ્ગજ ઓટો ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા કેટલાક સમય આગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, ટાટા ગુજરાત જેવા રાજ્યમાં પોતાની સ્થિતિને મજબુત કરવા માટે કામ કરી રહ્યા છે. જેની હેઠળ ટાટા કંપની દ્વારા અમદાવાદમાં એક જ દિવસમાં ૮ નવા શો રૂમ ખોલી દેવામાં આવ્યા છે.

image soucre

આ શો રૂમ્સમાં તમામ પ્રકારના પેસેન્જર વેહિકલના વેચાણ કરવાની સાથે જ આ શો રૂમમાં પણ ઇલેક્ટ્રિક વેહિકલનું વેચાણ કરવામાં આવશે. આવા સમયે ટાટા કંપનીનું કહેવું છે કે, અમદાવાદ શહેર ખુબ જ ઝડપથી વિકસી રહેલ માર્કેટ છે અને અમદાવાદ શહેરમાં નવી ડીલરશીપ ખોલવાથી ટાટા કંપનીના વેહિકલના વેચાણથી થતો ફાયદો સીધો જ કંપનીને થઈ શકે છે.

image soucre

અમદાવાદ શહેરમાં આ ૮ શો રૂમ ખોલી જવાની સાથે જ હવે ટાટા મોટર્સ પાસે ગુજરાત રાજ્યમાં કુલ ૫૭ ડીલરશીપ ધરાવે છે. આપને જણાવી દઈએ કે, ટાટા મોટર્સ પોતાના વેહિકલ્સ વેચાણ માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ટાટા કંપનીની લોકપ્રિય કાર કોમ્પેક્ટ એસયુવી ટાટા નેક્સનને ગ્રાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. ટાટા કંપની પોતાની કાર જે ગ્રાહકોમાં સૌથી વધુ લોકપ્રિય છે તે કોમ્પેક્ટ એસયુવી ટાટા નેક્સન કારના વેચાણ માટે તેઓ સારી પકડ બનાવી રહ્યા છે. ટાટા કંપનીએ પોતાની ડાર્ક એડિશનમાં ટાટા અલ્ટ્રોઝ, નેક્સન, હેરિયર અને નેક્સન ઈવી જેવી કાર્સ પ્રસ્તુત કરવામાં આવી છે. ત્યારે હવે અમે આપને જણાવી દઈએ કે, ટાટા કંપની આ તમામ કાર્સ તેમના સંબંધિત સેગમેન્ટ હેઠળ વેચાણની દ્રષ્ટિએ ઘણું સારું પ્રદર્શન કરી રહી છે.

image socure

ગુજરાત રાજ્ય વિષે, ટાટા કંપનીનું કહેવું છે કે, ‘ટાટા કંપનીએ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે ઝડપથી વિકસી રહેલ બ્રાંડ છે, હાલનો ગ્રોથ નાણાકીય વર્ષ ૨૦૧૧માં વાર્ષિક 95% જેટલો વિકાસ થયો છે.’ ટાટા મોટર્સ પોતાની કંપનીના પેસેન્જર વેહિકલ બિઝનેસ યુનિટના વડા શૈલેશ ચંદ્રા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હવે અમારી ટાટા કંપની દ્વારા આક્રમક રીટેલ સ્ટોરના વિસ્તરણ દ્વારા પ્રગતી કરવાના આવનાર તબક્કા માટે તૈયાર છીએ,

image soucre

જેથી કરીને ટાટા કંપનીની કાર, એસયુવી અને ઈવીની નવી ફોર એવર રેંજ બધાને માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફોર વ્હીલ કાર વેહિકલ ખરીદવા માટે વર્તમાન સમયમાં ટાટા મોટર્સ કારના શોખીનો અને કારની જરૂરિયાત ધરાવતા ગ્રાહકો માટે સૌથી વિશ્વસનીય બ્રાંડ તરીકે સ્થાન પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી લીધી છે. તેમજ ટાટા કંપની પણ પોતાના ગ્રાહકોને સંતોષજનક પરિણામ આપવાના સતત પ્રયત્નો કરતી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong