કોરોનાને ફેલાતો રોકવા શું ફરી એકવાર ગુજરાતમાં લોકડાઉન કે કરફ્યુ જાહેર કરવામાં આવશે? આજે PM મોદી લઈ શકે છે મોટો નિર્ણય

શું ગુજરાતમાં ફરી લદાશે લોકડાઉન ? આજે પી.એમ મોદી લેશે મહત્ત્વનો નિર્ણય

આખાએ દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે સતત ત્રણ મહિના કરતાં પણ વધારે સમય માટે લોકડાઉનન જાહેર કરવામા આવ્યું હતું. જેનાથી સંક્રમણના ફેલાવા ઘણા અંશે અટકાવી શકાયું હતું પણ તેની આડઅસર સ્વરૂપે લાખો લોકો બેરોજગાર બની ગયા હતા અને બીજી બાજુ ધંધા-રોજગાર બંધ થતાં સરકારની તીજોરીઓ પણ ખાલી થઈ ગઈ હતી અને માટે જ ના છૂટકે ફરીથી તબક્કાવાર લોકડાઉનને પાછુ ખોલવામા આવ્યું હતું. પણ દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. અને તેના કારણે ગયા શનિ-રવિ બન્ને દિવસે અમદાવાદમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને ત્યાર બાદ રાત્રિના સમયે પણ અમદાવાદ ઉપરાંત રાજ્યના બીજા કેટલાક શહેરોમાં પણ કરફ્યુ લાદવામા આવ્યો છે.

image source

અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ વડોદરામાં પણ સ્થિતિ ઘણી વણસી ગઈ છે. એક સમયે ગુજરાતમાં રોજના પોઝિટિવ કેસની સંખ્યા 1000ની અંદર આવી ગઈ હતી પણ હવે આ આંકડો કૂદકેને ભૂસકે આગળ વધી રહ્યો છે. અને તેને જોઈને કેન્દ્ર સરકારે હવે હસ્તક્ષેપ કરવાનો વારો આવ્યો છે.

image source

અમદાવાદમાં બે દિવસનો કર્ફ્યુ લદાયા બાદ સતત એવી અટકળો થઈ રહી છે કે શું ફરીવાર ગુજરાતમાં લોકડાઉન જાહેર કરવામા આવશે. બીજી બાજુ WHO દ્વારા શિયાળાની સ્થિતિમાં સ્થિતિ વકરવાની ચેતવણી આપવામા આવી છે માટે જ ફરી લોકડાઉન થશે કે નહીં તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે.

image source

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મિટિંગ કરવા જઈ રહ્યા છે. આ બેઠક એક વિડિયો કોન્ફરન્સથી કરવામા આવશે જે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. અને તેમાં બપોરના 12 વાગ્યા બાદ અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ જોડાશે. આ ખાસ મિટિંગમાં હાલની સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે તેમજ વેક્સિન વિતરણની રણનીતિને લઈને પણ ચર્ચા કરવામા આવશે.

image source

પી.એમ મોદી આ વર્ચ્યુઅલ મિટિંગમાં, દિલ્હી, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને બંગાળ તેમજ છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે. હાલ તો સૌથી વધારે ગંભીર સ્થિતિ દિલ્લી, મહારાષ્ટ્ર અને ગુજરાતની છે માટે બધાની નજર તેના પર જ રહશે. જે રીતે કોરોનાનું સંક્રમણ વધ્યું છે તે જોતાં એવી શંકા સેવાઈ રહી છે કે ક્યાંક ફરીવાર લોકડાઉન કે કરફ્યુ લાદવામાં ન આવે.

image source

આ 8 રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં રાજ્યના ઉચ્ચાધિકારીઓ પણ સમાવિષ્ટ રહેશે. બીજી બાજુ કોરોના વેક્સિનના વિતરણની મહત્ત્વની વાત પણ આ મિટિંગમાં કરવામા આવશે.

લોકો કોરોના વેક્સિનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

image source

ભારતમાં જ બનનાર કોવેક્સિન તો હાલ ટ્રાયલના તબક્કામાં ચાલી રહી છે પણ રશિયાની વેક્સિન તૈયાર થઈ ગઈ છે બીજી બાજુ અમેરિકાએ પણ કોરોના ની વેક્સિન બનાવતી વિવિધ કંપનીઓને એડવાન્સમાં કરોડોના ઓર્ડર્સ આપી દીધા છે. પણ હવે લોકોમાં પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે કોરોનાની વેક્સિન સૌથી પહેલાં કોને આપવામા આવશે. તો તે બાબતોની નિતિ હાલ ઘડાઈ રહી છે અને તેના વિતરણની રણતનીતી પણ તૈયાર કરવામાં આવી રહી છે. નિતિ આયોગના સભ્ય ડે વી કે પોલે આ બાબતે જણાવ્યું છે કે કોરનાની વેક્સિનનું વિતરણ સૌ પ્રથમ તો 1 કરોડ હેલ્થકેયર અને ફ્રંટલાઇન વર્કર્સને શરૂઆતના તબક્કામાં કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ