ગુજરાતમાં બનશે સૌથી ઊંચુ અને વિશાળ મંદિર, જોઇ લો સુપોપ તસવીરો તમે પણ

અમદાવાદમાં બન્યું વિશ્વનું સૌથી વિશાળ ક્રીકેટ સ્ડેડિયમ અને સૌથી ઉંચી મૂર્તિ “સ્ટેચ્યુ ઓફ યુનિટિ” હવે બનશે વિશ્વનું સૌથી ઉંચું મંદીર

image source

છેલ્લા થોડા સમયમાં ગુજરાતે વિશ્વસ્તરે ડંકો વગાડ્યો છે. ગુજરાતના અમદાવાદ ખાતે વિશ્વનું સૌથી વિશાળ ક્રીકેટ સ્ટેડિયમ બન્યું છે તો નર્મદાના કાંઠે સ્ટેચ્યુ ઓફ યુનિટિ બનાવવામાં આવી છે જે વિશ્વની સૌથી ઉંચી મૂર્તિ છે. તો હવે નવો એક રેકોર્ડ સર્જાવા જઈ રહ્યો છે અને તે છે સૌથી ઉંચા મંદીરનો. શુક્રવારના રોજ મંદિરના શિલાન્યાસનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાઈ ગયો છે.

image source

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી અમદાવાદના વૈષ્ણોદેવી-જાસપુર પાસે કડવા પાટીદારોના કુળદેવી એવા માતા ઉમિયાનું 431 ફૂટ એટલે કે 131 મીટર ઉંચું મંદીર બનાવવામાં આવી રહ્યું છે. અને તેના જ શિલાન્યાસને લઈને અમદાવાદમાં પાટીદાર સમાજ તરફથી બાઈક અને કાર રેલી ‘ઉમિયા યાત્રા’ના શિર્ષક હેઠળ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ઉમિયા માતાના ભક્તોએ પૂર્ણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

image source

આ યાત્રામાં 52 ગજની ધ્વજા પણ લાવવામાં આવી હતી. આ રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ રેલીએ અમદાવાદનો 37 કી.મીટરનો વિસ્તાર કવર કર્યો હતો અને છેવટે જાસપુર ખાતે પહોંચી હતી. કારણ કે અહીં જાસપુરમાં જ ભવ્ય મંદીરનું નિર્માણ થવા જઈ રહ્યું છે.

મંદીરની ખાસ વિશેષતાઓ

image source

મળેલી માહિતી પ્રમાણે મંદીર માટે કૂલ 100 વીઘા જમીન ફાળવવામાં આવી છે. 431 ફૂટ ઉંચા આ મંદીરને બનાવવા માટે કૂલ 1000 કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજો છે. મંદીરના ભવ્ય શિલાન્યાસ સમારંભમાં લગભગ સમગ્ર વિશ્વથી ઉમિયા માતાના 2 લાખ ભક્તોએ હાજરી આપી પોતાને ધન્ય કર્યા હતા.

મંદીરની ડિઝાઈન આવી હશે

image source

મંદિરની ડિઝાઈન જર્મન અને ભારતીય આર્કિટેક્ટે મળીને તૈયાર કરી છે. મંદિરની અંદરના ભાગમાં એક વ્યૂઈંગ ગેલેરી પણ હશે જ્યાંથી સમગ્ર અમદાવાદને જોઈ શકાશે. આ વ્યૂઇંગ ગેલેરી લગભગ 82 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવશે.

મંદિરનો ગર્ભગૃહ ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે જ્યાં ઉમિયા માતાની મૂર્તિને 52 મીટર ઉંચાઈ પર પ્રસ્થાપિત કરવામાં આવશે. મંદીરમાં એક શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત પણ ઘણી બધી વિશેષતાઓ આ મંદીરમાં હશે જેની જાણકારી હજુ સુધી મળવા પામી નથી.

image source

અમદાવાદમાં હાલમાં જ જેનું ટ્રમ્પના વેલકમ માટે ઉદ્ઘાટન કરવામા આવ્યું તેવા વિશ્વના સૌથી વિશાળ ક્રીકેટ સ્ટેડિયમ પાછળ 700 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. જેમાં વિશ્વસ્તરીય સગવડો રમતવીરોને મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

તો બીજી બાજુ દેશના પ્રથમ ગૃહમંત્રી અને ગુજરાત તેમજ દેશનું ગૌરવ એવા સરદાર પટેલની 182 મીટર ઉંછી મૂર્તિ પણ બનાવવામાં આવી છે જે નર્મદાના કીનારે આવેલી છે. આ મૂર્તિને બનાવવા પાછળ કૂલ 3000 કરોડનો ખર્ચ થયેલો છે. આ મૂર્તિ ખૂબ જ ટૂંકા સમયમાં બનાવવામાં આવી હતી. માત્ર 44 મહિનામાં આ મૂર્તિને બનાવીને એક નવો જ રેકોર્ડ બન્યો હતો.

image source

આ મૂર્તિની ભવ્યતાને માણવા માટે દર અઠવાડિયે લાખો સહેલાણીઓ તેની મૂલાકાત લેવા આવે છે. મૂર્તિના વિકાસ માટે 2020-21 માટે ગુજરાત સરકારે 387 કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવ્યું હતું. એક અહેવાલ પ્રમાણે આ મૂર્તિની મુલાકાત અત્યાર સુધીમાં 40 લાખ પર્યટકો લઈ ચૂક્યા છે. જ્યારે વિશ્વનું સૌથી મોટું મંદીર અમદાવાદમાં બની જશે ત્યારે ફરી એક નવો રેકોર્ડ ગુજરાતના નામે લખાશે અને ફરી એકવાર ગુજરાતીઓની છાતી ગર્વથી ગજગજ ફુલશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ