ગુજરાતી જલસો પહેલી વાર વડોદરામાં, ગુજરાતની અનેક કળાઓ એક છત્ર નીચે બીજે ક્યાય નહિ ફક્ત ગુજરાતી જલસોમાં…

ગુજરાતી અસ્મિતાને સમર્પિત ‘ગુજરાતી જલસો’ ઉત્સવ વિવિધ શહેરોમાં યોજાતો રહે છે. અત્યાર સુધી મુંબઈ, અમદાવાદ અને અમેરિકાના નવ શહેરોમાં સંપન્ન થયેલો ‘ગુજરાતી જલસો’ ઉત્સવ પહેલી વાર વડોદરામાં યોજાશે. શનિવાર 1 જૂને સાંજે 7.30 કલાકે વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતી જલસો વર્ષોથી આપણા ગુજરાતીઓને મનોરંજન પૂરું પાડી રહ્યા છે, તેમના અવારનવાર થતા કાર્યક્રમોથી તેઓ કરોડો લોકોના હૃદયમાં અનેરું સ્થાન પામ્યા છે. તો ટૂંક સમયમાં તેમનો આ કાર્યક્રમ ઉપર જણાવેલ સરનામે યોજેલ છે. તો તૈયાર છો ને આનંદ અને મોજ મસ્તી કરવા માટે.


પાર્થિવ ગોહિલ પ્રસ્તુત આ ઉત્સવમાં પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી,


પદ્મશ્રી અભિનેતા મનોજ જોશી,


ગાયક ઓસમાન મીર,


ભૂમિ ત્રિવેદી,


કિંજલ દવે,


માનસી પારેખ ગોહિલ,

મિરાંદે શાહ,


નાટ્યકલાકાર ઉત્કર્ષ મઝુમદાર,


હાસ્યકલાકાર સ્મિત પંડયા,


શાયર ખલીલ ધનતેજવી


કવિ-સંચાલક તુષાર શુક્લ ભાગ લેશે.

આ નિમિત્તે ખલીલ ધનતેજવીના નવા ગઝલસંગ્રહ સોપાનનું વિમોચન કરવામાં આવશે.


કાર્યક્રમના બે કલાક પહેલાથી ગુજરાતની વિશેષ વાનગીઓ ધરાવતા વાનગી-વૈભવ અને ઉત્તમ ગુજરાતી પુસ્તકો, ફિલ્મ-નાટકની ડીવીડીનું પ્રદર્શન શરૂ થશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે પાર્થિવ ગોહિલ પ્રસ્તુત આ ઉત્સવનું આયોજન યુનાઈટેડ જૈન્સ ઑફ વડોદરા દ્વારા જૈન સોશ્યિલ ગ્રુપ વડોદરા મિડટાઉન, સી. એલ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ અને જીતોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

આતાપી વન્ડરલેન્ડના સૌજન્ય અને ઈમેજ બુક કલ્ચર ટ્રસ્ટ તથા શ્રી વિલેપાર્લા કેળવણી મંડળના સહકારથી આ ઉત્સવ યોજાયો છે. પ્રવેશ માટે વડોદરાનો સંપર્કઃ 63597 76339.

https://in.bookmyshow.com/events/gujarati-jalso/ET00101824

વડોદરા પછી ટૂંક સમયમાં મુંબઈ અને અમદાવાદમાં પણ ગુજરાતી જલસો નિર્ધારિત છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ