ગુજરાતી ગર્લ ચમકી એમ.ટી.વી રોડિઝમાં, રિયલ લાઈફ હિરો તરીકે ઓળખાઈ રહી છે આ યુવતી…

છેલ્લા દાયકાથી પણ વધુ સમયથી ચાલતા યુથ મોસ્ટ ફેવરિટ રિયાલીટી શો એમ.ટી.વી. રોડિઝની હાલની સિઝનમાં એક નામ ગુજરાતમાંથી ઝળક્યું છે! આ સિરિઝનું ટાઈટલ છે રિયલ હિરોઝ… અહીં દેશભરના પેશનેટ કંટેસ્ટન્ટની સાથોસાથ કેટલાંક રિયલ લાઈફ હિરોઝને પણ બોલાવીને તેમનું ઓડિશન કરવામાં આવ્યું હતું. તેમાં આ યુવતી પણ સામેલ હતી.

Today rodies real hero start

A post shared by mtv rodies real hero official (@mtv_rodies_real_hero) on

ગુજરાતના વડોદરા શહેરથી આવેલ ૨૧ વર્ષની ભર્ગસેતુ શર્મા નામની યુવતીએ સૌનું આ શો દ્વારા ભારતભરમાં અને વિદેશોમાં પણ આકર્ષણ મેળવ્યું છે. તે એક એનિમલ લવર છે અને તેણે વડોદરામાં સ્થાનિક ૮ મિત્રો સાથે શરુ કરેલ એક સંસ્થામાં આજે ૮૦ જેટલાં સભ્યો જોડાયાં છે જે પ્રાણીઓ અને પક્ષીઓ માટે અનેક સેવાકીય કાર્યો કરે છે.

રોડિઝના રાણવિજય સિંગ સાથેની વાતચીતમાં ભર્ગસેતુએ જણાવ્યું હતું કે તેણે તેના શહેરમાં એક ડૂબતા વ્યક્તિનો જીવ પણ બચાવ્યો છે. થયું એવું હતું કે એક રવિવારના રોજ રસલપુરા નજીક મહિસાગર નદીમાં ડૂબતા છોકરને તેણે બચાવ્યો. તેણે નજીકમાં એક વ્યક્તિ પાસે રબર ટ્યુબ જોયું અને તે પાણીમાં ઉતરી ગઈ. તેણે જણાવ્યું હતું કે મિત્રો સાથે પ્રવાસમાં ફરવા જતાં સ્થાનિક લોકોના રડવાના અને રાડો પાડવાના અવાજને લીધે તેઓ બચાવવા દોડ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વાઘોડિયા રોડ પર રહેતા આ છોકરા બાદલને નદીમાંથી બહાર લાવવામાં આવ્યો હતો ત્યારે તે શ્વાસ લેતો નહોતો અને તેના હૃદયના ધબકારા પણ બંધ થઈ ગયા હતા. તેણીએ કહ્યું, “મેં તેમને થોડીવાર માટે સીપીઆર આપ્યો અને મારા હાથનો ઉપયોગ કરીને તેના જડબાને ખોલવાનો કરવાનો પ્રયાસ કર્યો.” તેમણે ઉમેર્યું હતું કે, ઘણા પ્રયાસો પછી તેમણે ચેતના મેળવી. શર્માએ જણાવ્યું હતું કે, “મને તેને સતત મારતા રહેવું પડ્યું જેથી તે ફરીથી બેભાન થઈ જાય નહીં.”

ભારતીય સેનામાં જોડાવાનો લક્ષ્ય રાખતા શર્માએ તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેને એન.સી.સી. અધિકારીઓ પાસેથી ખૂબ સારી ટ્રેનિંગ મળી છે અને તે એમના સૂચનો અનુસાર સાહસિક કામ કરીને સફળ થઈ શકી છે.

ભર્ગસેતુ એમ.એસ. યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં સ્નાતક કર્યું છે. એટલું જ નહીં આ છોકરી એન.સી.સી. એક સફળ અને રેંકર કેડિટ છે. તેણે બહાદૂરી અને સાહસીક પરાક્રમોને લીધે તેને નવાઝાઈ છે યંગ કંટ્રીબ્યુટ્ર ફોર ડેવલેપમેન્ટ એન્ડ વેલફેર ઓફ ગુજરાત સ્ટેટ એવોર્ડથી તથા ગુજરાતના નાયબ મુખ્ય મંત્રીના હસ્તે બ્રેવરી એવોર્ડ પણ તેમણે મેળવ્યો છે. આ સિવાય તેને જીવદયા અને સાહસિક કર્મોને લીધે દિલ્હીમાં બહુ પ્રતિષ્ઠિત રક્ષામંત્રી એવોર્ડ પણ મળેલ છે. તેને દેશની નેવી, આર્મી અને એરફોર્સ પર અતૂટ વિશ્વાસ છે અને તક મળે તો એમાં જોડાઈને દેશની વધુ સેવા કરવાની ઇચ્છા છે.
રિયલ લાઈફ હિરોઝની કેટેગરીમાં ફક્ત ત્રણ જ જણાની પસંદગી કરાઈ છે, એક હૈદરાબાદના મિલિંદ ચંદવાની નેપાળના બિધાન સાથે ગુજરાતની આ સાહસિક યુવતી ભર્ગસેતુની પણ વરણી કરાઈ છે.

ગુજરાતની હાઈએસ્ટ એન.સી.સી કેડેટ સ્કોરર રોડિઝ રિયલ હિરોને આપણી પણ અહીંથી એક સલામી…

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,