ગુજરાતના ગીરની દીકરી યોગ ક્વીન ભારતી સોલંકીએ વિશ્વમાં નામ કરીને મેળવ્યાં ગોલ્ડ સહિત ચાર મેડલ્સ….

ભારત દેશની દીકરી ભારતીએ કોઈ અન્ય સ્પોર્ટ્સમાં નથી પરંતુ યોગમાં મેળ્વ્યા ચાર – ચાર મેડલ જેમાં એક ગોલ્ડ પણ છે… ગુજરાતના ગીરની દીકરી યોગ ક્વીન ભારતી સોલંકીએ વિશ્વમાં નામ કરીને મેળવ્યાં ગોલ્ડ સહિત ચાર મેડલ્સ….


આજે ક્રિકેટ અને હોકી જેવા ખેલમાં પણ ભારત દેશની દીકરીઓએ વિશ્વ સ્તરે નામ નોંધાવ્યું છે ત્યારે એક એવા સમાચારે પણ સૌને ગર્વ અનુભવ કરાવ્યો કે યોગ ક્ષેત્રે પણ એક દીકરીએ ભારત દેશનું નામ વિશ્વમાં આગળ પડતું નોંધાવ્યું છે. ભારતી સોલંકી ગીર સોમનાથના સૂત્રાપાડાના નાનકડા એવા લાટી ગામની છે વતની છે. તેણે ગત માસ ૨૬ અને ૨૭મી જુલાઈના બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં યોજાયેલ એશિયન યોગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. જેનું પરિણામ એવું આવ્યું કે માત્ર ગીર સોમનાથના સ્થાનિક લોકોજ નહીં પણ દેશ આખાને તેની ઉપર ગર્વ થયો અને ચારેકોરથી અભિનંદનની તેની ઉપર વર્ષા થવા લાગી.

ભારતી સોલંકીએ યોગ સ્પર્ધામાં મેળવ્યા ૪ મેડલ જેમાંથી એક ગોલ્ડ પણ છે.


ઢાકા ખાયે આ એશિયન યોગ સ્પર્ધામાં ભારતી સોલંકીએ અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ, બ્રોન્ઝ તેમજ સોલ્વર મેડલ એમ કુલ મળીને ચાર મેડલ હાંસલ કર્યા છે. આ પ્રતિયોગિતામાં એશિયાના કુલ ૭ દેશોએ ભાગ લીધો હતો. જેમાં ભારત, બાંગ્લાદેશ, હોંકકૉન્ગ, ભૂટાન, ઈરાન, ઇન્ડોનેશિયા, મલેશિયા, અને થાઈલેન્ડનું નામ શામેલ છે. જેમાં ભારતીએ ભારત દેશનું નામ રોશન કરી બે ગોલ્ડ મેડલ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને દેશનું નામ દિપાવ્યું હતું.

ભારતી સોલંકી અગાઉ પણ ઇન્ટરનેશલ ચેમ્પિયન બની ચૂકી છે…

ગત વર્ષ ૨૦૧૮માં પણ તે મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ યોગ સ્પર્ધામાં “ચેમ્પિયન ઓફ ધ ચેમ્પિયન” એવોર્ડ પ્રાપ્ત કરી ચૂકી છે. અત્યાર સુધીમાં તેના ખાતામામ ૩૫ જેટલાં મેડલ નોંધાયાં છે, જેમાંથી ૨૦ તો ગોલ્ડ મેડલ છે! ભારતી સોલંકીએ એશિયાના વિવિધ શહેરો અને દેશમાં જઈને પોતના નામનો ડંકો વગાડ્યો છે અને દેશનો ઝંડો લહેરાવ્યો છે. તેઓએ બેઇજિંગ, શાંઘાઈ, હોંકૉન્ગ અને મલેશિયામાં જઈને પણ સ્પર્ધામાં લીધેલો છે ભાગ.


આર્થિક સંઘર્ષ સહન કરીને કેટલીક તક કરવી પડી હતી જતી…

ગીર સોમનાથની વતની સામાન્ય વર્ગની આ દીકરીએ વર્ષ ૨૦૧૨થી યોગ ક્ષેત્રે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું તેમજ જીત હાંસલ કરવાનો સિલસીલો શરૂ કર્યો છે. કેટલીક વખત એવો પણ સમય આવ્યો હતો કે આર્થિક અછતને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં જવાની તક ટાળવી પડી હતી. સોમનાથ પાસેના વેરાવળ ગામમાં આવેલ રેયોન ફેક્ટરીએ આપેલ સ્પોનર્સશીપને કારણે તેમને રમતમાં આગળ વધવાની તક મળી અને વિવિધ દેશોમાં જઈને જીત મેળવી છે. તેમના પરિવારનું કહેવું છે કે આટલા વર્ષોથી મેડલ લાવનાર દીકરીની નોંધ રાજકીય કે રાષ્ટ્રીય કક્ષાએ હજુ સુધી નોંધ નથી લેવાઈ. જો સરકારી તંત્ર દ્વારા કોઈ મદદ કે સહકાર મળી રહે અથવા કોઈ બ્રાન્ડ એમ્બેસેડર બનાવે તો નાણા ભીડને લીધે એ જો કોઈ સ્પર્ધામાં જવાનું ટાળે તેને બલદે દેશને માટે વધુ મેડલ જીતી લાવી શકે એમ છે.


પોતાની ક્ષમતાઓ ઉપર જેને ખૂબ જ વિશ્વાસ છે એવી આ રમતવીરાંગનાને ખૂબ જ અભિનંદન અને તેના ક્ષેત્રમાં ખૂબ નામના મેળવે એવી શુભેચ્છાઓ આપીએ.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ