ગુજકેટની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે લીધો મહત્ત્વનો નિર્ણય, વિગત માટે અંદર વાંચો

ગુજકેટની પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે લીધો મહત્ત્વનો નિર્ણય – વિગત માટે અંદર વાંચો

ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી રાખવામાં આવી હતી. જેને લંબાવીને 10 ફેબ્રુઆરી કરવામાં આવી છે. આ પરિક્ષા 31 માર્ચના રોજ લેવામાં આવશે. ગુજકેટ 20-20ની દરેકે દરેક માહિતી આપતી પુસ્તિકા, શિક્ષણ બોર્ડની વેબસાઇટ દ્વારા ઓનલાઈન ઉપલબ્ધ છે. આ ઉપરાંત આવેદનપત્રો ભરવાની સૂચનાઓ પણ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવી છે. જેની વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

image source

જે વિદ્યાર્થીઓ આર્કિટેક્ટના ડીગ્રી કોર્સમાં અભ્યાસ કરવા માગતા હોવ તેમની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેનું રજિસ્ટ્રેશન 16મી માર્ચ સુધી ચાલુ રહેશે.

એન્જિનિયરિંગ, ફાર્મસી વિગેરે કોર્સમાં પ્રવેશ મેળવા માગતા A, B અને AB ગૃપના ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ મટે માર્ચ મહિનામાં લેવામાં આવનાર ગુજકેટ પરીક્ષા માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે.

image source

તમને જણાવી દઈએ કે ગુજકેટમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શિક્ષણ બોર્ડ દ્વારા 5મી ફેબ્રુઆરી રાખવામાં આવી હતી જે હવે લંબાવીને 10 ફેબ્રુઆરી કરી દેવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 31મી માર્ચના રોજ લેવામાં આવશે. તેને લગતી વિવિધ માહિતી વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર મળી રહેશે.

image source

આર્કિટેક્ટ શાખામાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જે 16 માર્ચ સુધી ચાલુ રહેશે. જેની પ્રવેશ પરીક્ષા 19મી એપ્રિલ અને બીજી પરીક્ષા 31મી મેના રોજ લેવામાં આવશે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આર્કિટેક્ચર શાખામાં પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ જેટલી છે. નાટા-નેશનલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઇન આર્કિટેક્ચર દ્વારા આ પરિક્ષાનું આયોજન કવરામાં આવનાર છે. પરીક્ષાનો સમય સવારે 10થી બપોરના 1.15 વાગ્યા સુધીનો હશે. તમને જણાવી દઈએ કે 19મી એપ્રિલે લેવાનાર પરીક્ષાનું પરિણામ 8મેના રોજ જાહેર થશે જ્યારે 31મી મેના રોજ લેવાનાર પરીક્ષાનું પરિણામ 14મી જૂને જાહેર થશે. જેની લાગતાવળગતા વિદ્યાર્થીઓએ નોંધ લેવી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ