1 વર્ષમાં 5થી 7 લાખ રૂપિયાના દૂધ અને ઘીનું વેચાણ કરી આ ગુજરાતી બન્યા લખપતિ

શાહરુખ ખાનની ફિલ્મ રઈસના બે ડાયલોગ ખૂબ ચર્ચામાં હતા. એક કે ગુજરાતની હવામાં ધંધો છે અને બીજું કે કોઈ ધંધો નાનો નથી હોતો. આ ફિલ્મ આવી ત્યારે આ ડાયલોગ ખૂબ લોકપ્રિય થયા હતા. પરંતુ આ ડાયલોગને ચરિતાર્થ કરતાં લોકો ખરેખર ગુજરાતમાં આજે પણ વસે છે. કોરોનાની ભયંકર મહામારીએ ઘણા લોકોના ધંધા અસ્તવ્યસ્ત કરી નાખ્યા, ઘણા લોકોએ પોતાના ધીકતા ધંધા બંધ કરી દેવા પડ્યા છે. ત્યારે બંધ થયેલા ધંધાથી નિરાશ થયા વિના કેટલાક લોકો એવા છે કે જેણે એક નવી જ શરુઆત કરી અને આજે એક જ વર્ષની અંદર તેમાં પણ સફળ રહ્યા છે.

image source

ગુજરાતના આવા જ એક વ્યક્તિ છે મૂળ કડી તાલુકાના મેઢા ગામના વતની ચેતન પટેલ, તેઓ તેમના સાહસ અને કામ કરવાની ધગશના કારણે ચર્ચામાં આવ્યા છે. તેઓ આમ તો ઈન્ટીરિયર ડિઝાઈનર છે પરંતુ કોરોનાના કપરા સમયમાં જ્યારે તેમને આ વ્યવસાય બંધ કરવો પડ્યો ત્યારે તેમણે એક નવો જ વ્યવસાય શરુ કર્યો જે તેમના અગાઉના કામથી તદ્દન અલગ છે. આ વ્યવસાય છે પશુપાલનનો અને દૂધ, ઘી સહિતની વસ્તુના વેચાણનો.

image source

ચેતનભાઈને આ ધંધામાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે હિંમત હારી નહીં અને પરિણામ એ આવ્યું કે તેઓ એક જ વર્ષમાં તેના નવા ધંધાથી પણ લાખોની કમાણી કરતા થયા છે. લોકો માટે એક ઉદાહરણ બની ગયેલા ચેતનભાઈએ શ્રી રાધેકૃષ્ણ નામની ગૌશાળાની શરુઆત કરી હતી. તેમને ગાયની સેવા કરવી પહેલાથી પસંદ હતી એટલે જ્યારે ઈન્ટીરિયર ડિઝાઈનિંગનો ધંધો અને આવક બંધ થઈ ત્યારે તેમને આ વ્યવસાય શરુ કરવાનો વિચાર આવ્યો. તેમણે આ વિચાર તેના એક મિત્ર સાથે શેર કર્યો અને બસ પછી શરુઆત થઈ શ્રી રાધેકૃષ્ણ ગૌશાળાની

image source

ચેતનભાઈ, જિજ્ઞેશભાઈ અને રચનાબેને સાથે મળી આ ગૌશાળા શરૂ કરી. ત્રણેય મિત્રોમાંથી જીજ્ઞેશભાઈએ નોકરી કરતાં કરતાં એક જમીનમાં રોકાણ કર્યું હતું તેનો ઉપયોગ આ કામમાં કર્યો અને 12 લાખનું રોકાણ કરી ભાગીદારીમાં આ બિઝનેસ શરુ કર્યો. આ ગૌશાળામાં ગીરની 25 ગાયો છે. તેઓ ગાય માટેનો ઘાસચારો પણ ગૌશાળાની જમીનમાં ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડે છે જેથી બહારથી ઘાસચારો લેવો ન પડે. આ ઉપરાંત ગાયોની સાર સંભાળ પણ તેઓ જાતે રાખે છે. ગૌશાળામાં તેમના પરિવારના બધા સભ્યો પણ કામ કરે છે અને સહયોગ આપે છે.

image source

ખાસ વાત તો એ છે કે તેઓ જાતે જ ગાયોને દોહવાનું કામ કરે છે અને ગાયોને દોહ્યા બાદ શુદ્ધ દુધ લોકો સુધી જાતે ઘરે ઘરે જઈ પહોંચાડે છે. તેઓ દૂધ અમદાવાદ સુધી આપવા જાય છે. ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવામાં પણ આ મિત્રોએ કોઈ કમી છોડી નથી. ગાયોને મચ્છર અને માખી ત્રાસ ન આપે તે માટે મચ્છરજાળી લગાવવામાં આવી છે. દરેક ગાયની પાણી પીવાની વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે કે પાણી પુરું થાય એટલે તુરંત પાણી કુંડામાં ભરાય જાય જેથી ગાયોને વાસી પાણી પીવું પડે નહીં અને થોડા થોડા સમયે ગાયો માટે તાજું પાણી જ કુંડામાં ભરાય.

image source

ગીર ગાયનું દૂધ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામા આવે છે. તેમાં રહેલા ઔષધિય ગુણના કારણે લોકો તેને પીવાનું વધારે પસંદ કરે છે. તેઓ અમદાવાદમાં ગીર ગાયનું દૂધ 100 રૂપિયા લીટરના ભાવે પહોંચાડે છે. આ સાથે જ વલોણાથી તૈયાર કરેલા ઘીનું પણ તેઓ વેચાણ કરે છે. જેની કીંમત 2400 રૂપિયા પ્રતિ કિલો છે. તેમની તમામ પ્રોડક્ટ શુદ્ધ હોવાથી માંગ પણ વધી રહી છે અને તેમનો ધંધો પણ 1 વર્ષમાં સફળ થઈ ગયો છે.

image source

તેઓ દર મહિને 3 હજાર લીટર દૂધનું ઉત્પાદન કરે છે અને ઘરે ઘરે જઈ તેની ડિલિવરી કરે છે. જ્યારે 30 લિટર જેટલું ઓર્ગેનિક ઘી પણ લોકો સુધી પહોંચાડ્યું છે. આ વ્યવસાયને એક વર્ષ થયો છે અને તેમણે 5થી 7 લાખ રૂપિયાના દૂધ અને ઘીનું વેચાણ કર્યુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong