ગુજરાતનો આ 13 વર્ષનો બાળક ધરાવે છે અધધ.. 150 કિલોનુ વજન, કારણ જાણીને ચોંકી ઉઠશો તમે પણ

મિત્રો, આજે આ લેખમા અમે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે વાત સાંભળીને તમને કદાચ આશ્ચર્ય થશે અને થોડા સમય માટે વિશ્વાસ પણ નહિ આવે પરંતુ, તમને જણાવી દઈએ કે, આ વાત સો ટકા સાચી છે. વાત છે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામની કે જ્યા એક કિશોર એવી બીમારીથી પીડાઈ રહ્યો છે કે, જેના કારણે તેના પરિવારજનો હાલ સંકટમા આવી ગયા છે.

image source

આ કિશોરનો ઈલાજ અને ભરણપોષણ કરવુ તેના પરિવારજનો માટે ખુબ જ મુશ્કેલ થઈ પડ્યું છે. તો કેવી છે એ બાળકની સ્થિતિ અને શું છે તેના પરિવારની માંગ? ચાલો આ અંગે આપણે આપણા આગળના આ અહેવાલમા વધુ માહિતી મેળવીએ અને સમગ્ર ઘટનાની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ.

image source

પોતાના શરીરના વજનને માંડ-માંડ વહન કરી શકતો આ કિશોર હાલ પરિવારજનો માટે ચિંતાનુ કારણ બની ચુક્યો છે. કારણ એ છે કે, ચાઈલ્ડહૂડ ઓબિસિટી નામની બીમારીનો ભોગ બનવાના કારણે ફક્ત ૧૩ વર્ષની ઉમરે જ આ બાળકનુ વજન ૧૫૦ કિલો સુધી પહોંચી ગયુ છે.

ગુજરાતના આ 13 વર્ષના કિશોરનું વજન છે અધધ..150 કિલો, કારણ જાણી ચોંકી જશો | 13 year old boy becomes 150 kg
image source

અમરેલીના ધારા તાલુકાના ખીચા ગામના શ્રમિક પરિવારમા જન્મેલા આ સાગર નામના યુવકનુ વજન શરૂઆતમા તો એકદમ સામાન્ય જ હતું. પ્રારંભિક તબક્કે તો પરિવારને લાગ્યું કે, સાગર એકદમ હેલ્થી અને તંદુરસ્ત છે પરંતુ, છેલ્લા થોડા સમયથી એકાએક જ સાગરની ખોરાક લેવાની ક્ષમતામા આશ્ચર્યજનક ફેરફાર જોવા મળ્યો. આ સાથે જ તેના વજનમાં પણ સતત વધારો થવા લાગ્યો.

image source

અમે હાલ જે વાત તમને કરવા જઈ રહ્યા છીએ તે સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે કે, ૧૩ વર્ષની ઉમર ધરાવતા સાગરને બે ટાઈમના ભોજન દરમિયાન ભોજનમા ૮-૯ રોટલાની જરૂર પડે છે. સાગરના માતા-પિતા હાલ મજૂરીકામ કરીને પોતાના ઘરનુ ગુજરાન ચલાવે છે ત્યારે સાગરના વધુ પડતા ખોરાકથી પરિવાર પર આર્થિક બોજો પણ પડી રહ્યો છે. આ કારણોસર સાગરના માતા-પિતા પોતાના મેદસ્વી બાળકના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ વધારે પડતા ચિંતિત જોવા મળી રહ્યા છે.

ચાઈલ્ડ ઓબેસિટીની બીમારીના કારણે સાગર ૧૩ વર્ષનો હોવા છતાં પણ તેની ઉંચાઈ અને તેના શરીરમા એક અલગ જ બદલાવ રહ્યો છે. પોતાની આ હાલતથી સાગર ખુદ પણ પરેશાન છે પરંતુ, તેમછતા તે પોતાના મોઢા પર હમેંશા સ્મિત રાખે છે, જેમા તેનો આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાય છે.

image source

જો કે, હાલ પરિવારજનોએ સાગરનો વજન ઘટાડવા માટે તેના ભોજનમા થોડો કાપ મૂકવાનો પ્રયોગ કર્યો પરંતુ, તેમછતા તેના વજનમા ઘટાડો ના નોંધાયો. હાલ, સાગરનો પરિવાર તેના ઈલાજ અને તેના ભરણપોષણ માટે સરકાર સામે આશાભરી મીટ માંડીને બેઠા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong