ગોંડલના SRP જવાનનો પરિવાર વેર-વિખેર, એક જ દિવસે કોરોનાએ પિતા-પુત્ર અને પુત્રીનો ભોગ લઈ લીધો

આખા રાજ્યમાં અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લોકો જે રીતે કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે સાથે સાથે મોત પણ થઈ રહ્યા છે. ત્યારે એનાથી પણ વધારે એક દુખદ સમાચાર આવ્યા છે અને લોકોને ભારે દુખ પહોંચી રહ્યું છે. ત્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે કાળમુખો અને કાતિલ બનેલો કોરોના અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થતા હાહાકાર મચી ગયો છે અને સાથે જ એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

image soucre

જો આ મોત વિશે વિગતે વાત કરવામાં આવે તો માહિતી મળી રહી છે કે પિતા-પુત્રી અને પુત્રનું અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે. ગોંડલ એસઆરપી ગ્રુપ 8ના કોન્સ્ટેબલ જિતેન્દ્રભાઇ દોલતભાઇ સૂર્યવંશી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીને લઈ ત્યાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેમની તબિયત લથડી અને કોરોના રિપોર્ટ કરાવતાં પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ તમિલનાડુની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં સહ કર્મચારીઓ અને પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની કરુણતા એ છે કે એ જ દિવસે તેમના પિતા દોલતભાઇનું પણ તેમના વતન મહારાષ્ટ્રના બેટાવદ ગામે કોરોનાને કારણે મૃત્યુ થયું હતું.

image soucre

આ સાથે જ બાપ દિકરા સિવાય પણ ભગવાન હજુ જાણે બદલો લેવા માગતો હોય એ રીતે એ જ દીવસે બહેન મંગલબહેને પણ કોરોનાને કારણે દમ તોડ્યો હતો. આમ, એક જ પરિવારની ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. દોલતભાઇ ગોંડલ ખાતે એસઆરપીમાં ફરજ બજાવી તેમના વતનમાં નિવૃત્ત જીવન ગાળતા હતા. જ્યારે તેમનાં બહેન મહારાષ્ટ્રના ભાષ્ટ ખાતે રહેતાં હતાં. આ સિવાય પણ એક કરૂણ કિસ્સો હાલમાં વાયરલ થઈ રહ્યો છે કે 1 એપ્રિલે ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં.

જો આ કપલ વિશે વાત કરવામાં આવે તો બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. 10 એપ્રિલે વસંતબેનનું મૃત્યુ થયું હતું અને 11 એપ્રિલે જિતેન્દ્રભાઇનું મૃત્યુ થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો. આ બન્ને કેસ હાલમાં ભારે ચર્ચામાં છે અને આવા અનેક કેસોના કારણે લોકો વચ્ચે ડરનો માહોલ પણ બંધાયો છે. ત્યારે હવે દરેક જગ્યાએ એક જ પ્રાર્થના કરવામાં આવે છે કે કોરોના જલ્દીથી જાય અને જન જીવન સામાન્ય બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!